ખબર

અંબાજી અક્સ્માત મામલો: 22 લોકોને મોતના મુખમાં ધકેલનાર ડ્રાઇવરનો ટિક્ટોક વિડીયો થયો વાયરલ

સોમવારે સાંજે ત્રિશૂળીયા ઘાટ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 22 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા   છે. ત્યારે આ અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે માનવવઘ્નો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે 22 લોકોના મોતનો કોળિયો બનાવનાર બસનો ડ્રાઈવર મુનીર વોરાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સોમવારે સાંજે 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795ની બ્રેક ફેલ થઇ જતા અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માત પાછળ ડ્રાઈવરની લાપરવાહી સામે આવી છે

આ વાયરલ વીડિયોમાં મુનીર એક હાથમાં મોબાઈલમાં ટિક્ટોકમાં વિડીયો બનાવતો વહતો તો એક હાથમાં બસની સ્ટૅયિરિંગ હતું. આ વિડીયો પરથી એટલું તો ચોક્કસથી જાણી શકાય કે ડ્રાઇવરની બેદરકારીથી આ અકસ્માત થયો હોવાની શક્યતા નકારી શકાતી નથી. હાલ મુનીર અમદાવાદમાં સારવાર હેઠળ છે.

આ વિડીયો પરથી એટલું તો ચોક્કસથી જાણી શકાય છે કે,એક તરફ બસ માં ઓવરલોડેડ મુસાફરો હતા. તો બીજી તરફ તેણે ચાલુ બસમાં વિડીયો બનાવી રહ્યો છે. પોલીસે આ વીડિયોને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રાઇવરની બાજુમાં બેસેલા મનહરભાઈએ જણાવ્યું હતું કે, બસ ઢાલ ચડીને ઉતરવાનું શરૂ કર્યું પરંતુ અચાનક બસની સ્પીડ વધી જતા ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બ્રેકના લાગતા ડ્રાઈવરે કહ્યું હતું કે, બ્રેક ફેલ થઇ ગઈ છે. આથી ડ્રાઈવરે મુસાફરોના જીવ બચાવવા માટે સામે દીવાલમાં અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસની પસી વધારે હોવાને કારણે પથ્થર સાથે ટકરાવવાની બદલે ડિવાઈડર નજીક પલ્ટી મારી ગઈ હતી.

નોંધ : Gujjurocks આ વીડિયોને પૃષ્ટિ કરતું નથી.