દેશમાં છેલ્લા 1 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન 3 મે સુધી ચાલશે. લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે રાતે એક મહત્વ પૂર્ણ આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રિય પ્રદેશો અને રાજ્યોને મોટી રાહત આપતા શનિવારથી શરતો સાથેની તમામ નોંધાયેલ શોપ ખોલવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે Green Zone માં ખુલ્લી રાખી શકાય તેવી દુકાનોની યાદી વધારી દીધી છે. Home Ministry ના નવા આદેશ મુજબ શહેરી ક્ષેત્રોમાં સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ દુકાનો ખોલી શકાશે.
કેન્દ્ર સરકારે આદેશમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન વિસ્તારોની બહારના વિસ્તારોમાં આવેલા માર્કેટ પરિસરમાં આવેલી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે દુકાનો અને મથકો ખોલવામાં આવી શકે છે.
ગલી મોહલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ એલોન શોપ અને નિવાસી પરિસરમાં બનેલી દુકાનોનો પણ સમાવેશ થાય છે. જો કે શહેરોમાં માર્કેટ કોમ્પલેક્સ, મલ્ટિબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ ખોલી શકાશે નહીં. આ તમામ દુકાનો અડધા કર્મચારીથી કામ ચલાવશે. આ સાથે જ માસ્ક ફરજીયાત પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના ઓર્ડર મુજબ મહાનગરપાલિકાની હદમાં આવેલા માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ, સિંગલ બ્રાંડ અને મલ્ટી બ્રાંડ મોલ્સમાં આવેલી દુકાનો માટે આ નિયમ લાગુ પડશે નહી એટલે કે આ દુકાનો ખોલવા માટે મંજુરી આપવામાં આવી નથી.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, હોટસ્પોટ જાહેર કરાયા હોઈ તેવા વિસ્તારો અને કન્ટેઇનમેન્ટ કરાયા હોઈ તેવા વિસ્તારોમાં કોઈ પણ દુકાનો કે ધંધા રોજગારને શરુ કરવામાં આવશે નહિ. હાલની પરિસ્થિતિએ તમામ સ્થળોની દુકાનો બંધ જ રહેશે.
આ અગાઉ સરકારે એક સલાહકાર જારી કરી હતી અને જરૂરી ચીજવસ્તુઓ જેવી કે રાશન, દૂધ, શાકભાજી અને ફળો માટે દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. તમામ પ્રકારની દુકાનોને શહેરી સીમાની બહાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
જણાવી દઇએ કે, આ પહેલાં 21મી એપ્રિલના રોજ સરકારે સ્કૂલના પુસ્તકોની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ વીજળીના પંખા વેચતી દુકાનોને અને શહેરી વિસ્તારોમાં આવેલી બ્રેડ ફેકટરીઓ અને આટા મિલ પણ લોકડાઉન દરમિયાન કામ શરૂ કરી શકે છે
Relaxations not applicable in Hotspots/containment zones: Ministry of Home Affairs https://t.co/847u21F5D8
— ANI (@ANI) April 24, 2020
શનિવારથી દેશભરમાં શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ દુકાનો ખોલી શકાશે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે કેન્દ્ર સરકારે રહેણાક વિસ્તારો નજીક આવેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી આપી છે, જે નગરનિગમ અને નગરપાલિકાની સરહદ હેઠળ આવતી હોય.
નગરનિગમ અને નગરપાલિકા બહાર સ્થિત માર્કેટ આજથી ખોલી શકાશે. જોકે, દુકાનોમાં ફક્ત 50 ટકા કર્મચારીથી કામ કરવું પડશે. તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
શહેરી વિસ્તારમાં રહેણાક વિસ્તારો અને સ્ટેન્ડ અલોન દુકાનોમાં જીવનજરૂરી ન હોય તેવી વસ્તુઓ અને સેવા શરૂ કરી શકાશે. ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારની દુકાનોમાં બિન-આવશ્યક વસ્તુઓ અને સેવાઓને આજથી શરૂ કરી શકાશે.
નગરનિગમ અને નાગરપાલિકાની હદમાં માર્કેટ કોમ્પ્લેક્સને પણ આજથી ખોલવાની મંજૂરી છે. કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે આજથી આસપાસની તમામ નાની દુકાનોને ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
એડવાઈઝરી પ્રમાણે, નૉન હૉટસ્પોટ વિસ્તારમાં આજથી સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે. અહીં પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ગ્રામ્ય અને અર્ધ-ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ દુકાનો ગૃહમંત્રાલયે શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી છે.
નગરનિગમો અને નગરપાલિકાની સરહદની અંદર માર્કેટ પરિસરો, મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મૉલની દુકાનો હાલ ખોલવામાં નહીં આવે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.