બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે મળીને ન્યુયર વેકેશન માણી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે રણબીર કપૂર અને ડિરેક્ટર અયાન મુખર્જી સાથેની પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. અયાન પોતે આ સેલ્ફી લેતા જોવા મળે છે, જ્યારે આલિયા રણબીર સાથે જોવા મળી રહી છે.
View this post on Instagram
આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આલિયા ભટ્ટે આ તસ્વીર શેર કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. તેણે રણબીર કપૂર સાથેની આ તસ્વીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું: ‘બેસ્ટ બોયઝ ઔર ગુડ ગર્લ’. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ચાહકો આ તસ્વીર પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફોટાને ઇન્સ્ટાગ્રામ પર 15 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આ પહેલા આલિયાએ બીજી એક તસવીર શેર કરી હતી, જેમાં તે તડકામાં શાંતિની ક્ષણો વિતાવતી જોવા મળી રહી છે. આ તસ્વીર સાથે આલિયાએ લખ્યું, ‘લાઈટ આવી રહી છે 2020.’
View this post on Instagram
આલિયા ભટ્ટે અગાઉ એક ફોટો શૂટ કરાવ્યું હતો, જે ખૂબ વાયરલ થયું હતું. આ ફોટોશૂટમાં આલિયા ભટ્ટનો લુક જોવા લાયક છે. ફોટામાં લાઇટ મેકઅપ હોવા છતાં તેનો લુક એકદમ જબરદસ્ત હતો. એમ પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હંમેશા તેમની ખાસ મિત્રતાને લઈને ચર્ચામાં રહે છે.
આલિયા ભટ્ટ ટૂંક સમયમાં બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રણબીર કપૂર પણ જોવા મળશે. ચાહકો આ બંનેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, કારણ કે આ ફિલ્મ દ્વારા બંને કલાકાર પહેલીવાર પડદા પર સાથે જોવા મળશે.
View this post on Instagram
આ સિવાય આલિયા ભટ્ટ પણ તેના પિતા મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા સાથે તેની મોટી બહેન પૂજા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ બંને સિવાય આલિયા ભટ્ટ ‘આરઆરઆર’માં જોવા મળશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.