આકાંક્ષાની આત્મહત્યા બાદ અભિનેત્રી માતાએ આ મોટી મોટી હસ્તીઓનો ભાંડો ફોડ્યો, જાણીને રુવાડા ઉભા થઇ જશે 

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીના સારનાથ વિસ્તારમાં આવેલી હોટલ સોમેન્દ્રમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે હવે અભિનેત્રી આકાંક્ષા દુબેની માતાએ મોટું નિવેદન આપ્યું છે. દીકરીની આત્મહત્યા બાદ પહેલીવાર અભિનેત્રીની માતાનું નિવેદન સામે આવ્યું છે. આકાંક્ષા દુબેની માતાએ ભોજપુરી સિંગર સમર સિંહ અને તેના ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેત્રી પર ત્રાસ આપવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર 21 માર્ચે આકાંક્ષા દુબે અને સિંગર સમર સિંહના ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. ગાયક સમર સિંહના ભાઈ સાથે વિવાદ બાદ અભિનેત્રીને ધમકી મળી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાયક સમર સિંહ અભિનેત્રી આકાંક્ષા દુબેનો બોયફ્રેન્ડ હતો અને બંનેનું લાંબા સમયથી અફેર ચાલી રહ્યુ હતું. આકાંક્ષા દુબેના પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેને કામ માટે પૈસા આપવામાં આવ્યા ન હતા. તેણે અન્ય લોકો સાથે કામ કરવા માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

પરિજનોએ સિંગર અને તેના ભાઈ પર અભિનેત્રીની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો છે. 28 વર્ષીય આકાંક્ષા દુબે આત્મહત્યા પહેલાના ચાર દિવસથી વારાણસીમાં ફિલ્મ ‘લાયક હુ મેં નાલાયક નહીં’નું શૂટિંગ કરી રહી હતી. જ્યારે શૂટિંગ ટીમે ફોન કર્યો ત્યારે અભિનેત્રીએ ફોન રિસીવ કર્યો ન હતો. જે બાદ મેક-અપ આર્ટિસ્ટ હોટલ પર પહોંચ્યો અને દરવાજો બંધ હતો અને તે જવાબ પણ આપી રહી નહોતી. તે પછી હોટલના સ્ટાફે બીજી ચાવી વડે દરવાજો ખોલ્યો અને જોયું તો અભિનેત્રીની લાશ લટકતી જોવા મળી.

 

આજતકના રીપોર્ટ અનુસાર, આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ કહ્યું કે, સમર સિંહ અને તેના ભાઇ સંજય સિંહે આકાંક્ષા પાસે ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાનું કામ કરાવ્યું, પણ પૈસા આપ્યા ન હતા. સમર સિંહના ભાઈ સંજય સિંહે 21મીએ જ આકાંક્ષાને મારી નાખવાની ધમકી આપી હતી, આકાંક્ષાએ પોતે માતાને ફોન પર આ અંગે જાણ કરી હતી. આકાંક્ષાના મૃત્યુ બાદ સમર સિંહે ઇન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આકાંક્ષા દુબેની આત્માને શાંતિ મળે. આકાંક્ષા દુબેની આત્મહત્યાના સમાચાર 26 માર્ચે આવ્યા, તે જ દિવસે તેનું ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથેનું નવું ગીત રિલીઝ થયું હતુ ‘આરા કભી હરા નહીં’.

Shah Jina