ખબર

સાવધાન અમદાવાદીઓ: ખતરામાં છે અમદાવાદ..જાણો વિગત

કોરોના કહેરની વચ્ચે અમદાવાદીઓ માટે અન્ય એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં હાલ સતત હવાના પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પ્રદુષણ કોરોના દર્દીઓ સહિત શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે મોટો પડકાર બની શકે છે. અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 286 પર પહોંચ્યો છે. જે દિલ્હી અને પુનાકરતા પણ વધારે છે.

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 308 છે એટલે શહેરમાં સૌથી વધુ ખરાબ હવા રાયખડ વિસ્તરમાં છે. ઉલ્લખનીય છે કે, શહેરમાં નાઈટ્રોજન ડાયોક્સાઈટ ટુ, કાર્બન ડાયોક્સાઈટ, ઓઝોન થ્રીનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે જુદા જુદા સ્થળો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા એર ક્વોલિટી મોનીટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમથી શહેરમાં કેટલી હવા શુદ્ધ છે તે જાણી શકાય છે.

પ્રતિકાત્મક તસવીર

એર ક્વોલેટી ઈન્ડેક્ષમાં જો 0થી100 સુધી એરઈન્ડેક્ષ હોય તો શહેરની હવામાં શદ્ધ છે તેવુ માનવામાં આવે છે અને જો 100થી ઉપર એર ઈન્ડેક્ષ વધુ નોંધાય તો હવામાં પ્રદુષણનુ પ્રમાણ વધી જાય છે અને 200થી વધારે એરઈન્ડેક્ષ નોંધાય તો હવામાં પ્રદુષણનો ખતરો વધી રહ્યો છે.