અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી ઘટના: બે ભાઈઓ વચ્ચે એક જ પ્રેમિકા, એકની ગેરહાજરીમાં બીજો બાંધતો સંબંધો અને પછી…

શાહપુરમાં 21 વર્ષીય યુવતીએ પ્રેમી અને તેના માસીના દીકરા સાથે માણ્યું સુખ જયારે….જાણો વિગત

આજકાલ પ્રેમ સંબંધો કોને અને ક્યાં થઇ જાય છે એ કોઈને ખબર નથી હોતી, ઘણીવાર તો એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે તે કોઈને પણ વિચારવા માટે મજબુર કરી દે. ઘણા લોકો એકથી પણ વધુ વ્યક્તિઓ સાથે સંબંધોમાં હોય છે, પરંતુ જયારે આવા સંબંધોના ખુલાસા થાય છે ત્યારે તેનું પરિણામ પણ ખુબ જ ભયાનક આવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવો જ એક કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે.  21 વર્ષીય યુવતી અમદાવાદના શાહપુરમાં તેના માતા પિતા સાથે રહે છે. તેના ભાઇઓ મક્કા મદીના ખાતે કેટરીંગનુ કામકાજ કરે છે અને ત્યાંજ રહે છે. યુવતીને આશરે ત્રણેક વર્ષ પહેલા એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બને એક બીજાને પ્રેમ કરી બેઠા હતા.

બંને બહાર ફરવા જતા ત્યારે પ્રેમીનો માસીનો દીકરો પણ સાથે આવતો હતો. જેથી યુવતીની પ્રેમીના પિતરાઇ ભાઇ સાથે મુલાકાત થતાં બંને મેસેજ તેમજ ફોન પર વાતો કરતા હતા. બાદમાં પ્રેમીના પિતરાઇ ભાઇ સાથે યુવતીને પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમીના પિતરાઇએ યુવતીને લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ યુવતીના પરિવાર રાજી ન હતો.

યુવતીના માતા પિતા રાજી ન હોવાથી પ્રેમીના ભાઈએ ભાગીને લગ્ન કરી લેવાનું જણાવી લગ્નની લાલચ આપી યુવતીને ઘરે થી ભગાડીને આબુ રાજસ્થાન ખાતે લઈ ગયો હતો. ત્યા ચારેક દિવસ સુધી રોકાયા હતા. જે ગેસ્ટ હાઉસમાં યુવતી એકલી રહેતી હતી. ત્યારબાદ ચાર દિવસ પછી આરોપી તેની કાર લઇને પરત અમદાવાદ આવ્યો અને ત્યારથી તે બંને જણા માધવપુરા ખાતે મકાન રાખેલ હતું. ત્યાં બંને રહેતા હતા અને ત્યારથી આ પ્રેમીનો ભાઈ દરરોજ એક થી બે વાર યુવતી સાથે સબંધ બાંધતો હતો.

છેલ્લા છ દિવસથી પ્રેમીનો પિતરાઇ ભાઇ યુવતીને એકલી મૂકીને ક્યાંક જતો રહ્યો છે. યુવતીનો પ્રેમી અને તેની માસીનો દીકરો બન્ને યુવતી સાથે એક બીજાની ગેરહાજરીમાં અવાર નવાર સબંધ બાંધી લગ્ન કરવાની ના પાડતા યુવતીને મનમાં લાગી આવતા ફીનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે માધવપુરા પોલીસને જાણ કરાતા પોલીસે બને ભાઈઓ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Niraj Patel