અમદાવાદમાં ભુવાને ઘરે બોલાવવો પડ્યો ભારે ! 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી કરી ગયો એવો કાંડ કે…

ચેતી જજો હવસખોર ભુવાથી, અમદાવાદમાં ભુવાએ 15 વર્ષની દીકરી સાથે કર્યું હૈયું ધ્રુજાવી દે એવું ગંદુ કામ

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ પર અત્યાચાર અને યુવતિઓ પર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર નાની નાની સગીરાઓને પણ હવસનો શિકાર બનાવવામાં આવે છે. ત્યારે અમદાવાદના સોલામાંથી હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જયાં એક 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે. અમદાવાદના સોલામાં માતાજીની વિધિના બહાને ભુવાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે ના કરવાનું કર્યુ.  ઘણીવાર ઢોંગી ભુવાના નામે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવે છે.

ત્યારે વધુ એક બનાવ અમદાવાદમાંથી સામે આવતા ચકચારી મચી ગઇ છે.  ઘટનાની વિગત જોઇએ તો, સોલામાં 15 વર્ષની સગીરા જે ધોરણ 9માં અભ્યાસ કરે છે તે 22 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ ઘરે ન મળી આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને ત્યારે સગીરા બીજા દિવસે સવારે મહેસાણામાં આવેલ મામાના ઘર નજીકથી મળી આવી હતી. જે બાદ સગીરાની પૂછપરછ કરવામાં આવી.

ત્યારે જ સામે આવ્યુ કે, ભુવો મહેશ રાવલ તેને ગાડીમાં ફરાવવા લઇ જવાના બહાને લઇ ગયો હતો અને તે બાદ તેને હોટલમાં જમવાનું કહી રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે  સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તે તેને ઘરે મુકવા આવ્યો હતો પરંતુ તે ઘર આગળ ભીડ જોઇ તેને મહેસાણા લઇ જઇ ત્યાં છોડી મૂકી અને ફરાર થઇ ગયો હતો. હાલ તો આ કેસમાં પોલિસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર

ભુવો મહેશ રાવલ માતાજીની વિધિ કરવા માટે સગીરાના ઘરે એકાદ મહિના પહેલા આવ્યો હતો અને આ દરમિયાને તેને સગીરા પસંદ આવી હતી જે બાદ તેણે મોબાઇલ નંબર પણ તેને આપ્યો હતો અને બીજી વખત ફરી તે વિધિના બહાન આવ્યો અને સગીરાને મોબાઇલ આપી તેને પ્રેમજાળમાં ફસાવી. ત્યારે 22 માર્ચના રોજ તેને રાત્રે સગીરાને ફોન કરી બોલાવી અને ફરવા લઇ જવાનું કહી તેની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો. ત્યારે સોલા પોલિસે આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો કેસ નોંધી આરોપી ભુવા મહેશ રાવલની ધરપકડ કરી છે.

Shah Jina