આ બીમારીનું કોવિડ-19થી કોઇ લેવાદેવા નથીઃ ચિકિત્સા મંત્રી

કોરોના વાયરસની મહામારી વચ્ચે નવા સમાચાર જાણવા મળ્યા છે. આસામ સરકારે રવિવારના રોજ જણાવ્યું કે, રાજ્યમાં આફ્રિકી સ્વાઇન ફ્લૂનો નવો અને પહેલો કેસ સામે આવ્યો છે. રાજ્યોના 306 ગામોમાં 2,500થી વધારે ડુક્કરોનું મોત નીપજ્યુ છે.

દેશના આસામ રાજ્યના પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ એક સમેલનમાં કહ્યું હતું કે,`રાજ્ય સરકાર કેન્દ્રથી મંજૂરી મળ્યા બાદ તરત જ ડુક્કરોને મારવાના બદલે આ ઘાતક સંક્રામક બીમારીને ફેલાવાથી રોકવાનો કોઇ રસ્તો અપનાવામાં આવશે.’ વધુમાં તેઓએ કહ્યું કે, `આ બીમારીનું કોવિડ-19થી કોઇ લેવાદેવા નથી.’

અતુલ બોરાએ કહ્યું કે,`રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાન(એમઆઇએચએસડી) ભોપાલએ પુષ્ટિ કરી કે, આ આફ્રિકી સ્વાઇન ફ્લૂ(એએસએફ) છે.’ કેન્દ્ર સરકારે અમને કહ્યું છે કે,`દેશમાં આ બીમારીનો પહેલા કેસ છે. વિભાગ દ્વારા 2019ની ગણના અનુસાર, ડુક્કરોની સંખ્યા 21 લાખથી વધીને 30 લાખ થઇ ગઇ છે.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.