ખબર

વોટ્સએપ પર વાઇરલ થઇ રહ્યો છે આ ભ્રામક મેસે મેસેજ, સાવધાન થઇ જાઓ અને વાંચો પુરી વિગત

આજના ડિજિટલ યુગમાં દરેક કોઈ સ્માર્ટફોનનો ઉપીયોગ કરતા થઇ ગયા છે. વોટ્સ એપ, ફેસબુક જેવા સોશિયલ પ્લેટફોર્મ પર લોકો અવનવી ટેક્નિક શીખી રહ્યા છે, સોશિયલ મીડિયા દ્વારા દુનિયાની કોઈપણ ખબર તરત જ મળી જાય છે. પણ ઘણીવાર આ જ સોશિયલ પ્લેટફોર્મ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

Image Source

ઘણીવાર ફેસબુક, વોટ્સએપ પર લોકોને લાલચ આપનારા ઘણા એવા મેસેજ કે લિંક ફોરવર્ડ કરવામાં આવતા હોય છે જેમ કે આ લિંક પર ક્લિક કરવાથી એટલા ટકા ફ્રી ઓફર મળશે વગેરે. આવા ખોટા કે નકલી મેસેજ કે લિંક દ્વારા તમારા વ્યક્તિગત ડેટા લીક થઇ શકે છે, જે તમારા માટે ખતરનાક સાબીત થઇ શકે  છે.

Image Source

આગળના ઘણા સમયથી આવા નકલી લિંક કે મેસેજ દ્વારા ફ્રોડ થવાની ઘટનાઓ બની રહી છે. આવા લુભાવનારા મેસેજથી લોકો તેમાં ફસાઈ જાય છે અને પોતાના માટે જ ખતરો પૈદા કરી દે છે.

Image Source

એવામાં હાલના દિવસોમાં વોટ્સએપ દ્વારા એક એવો મેસજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે જેમાં એડિડાસ કંપનીના બુટ-ચપ્પલ ફ્રી માં આપવાની લાલચ આપવામાં આવી રહી છે.

Image Source

આ મેસેજમાં એક લિંક જોવા મળે છે જેના પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે, અને તેને ક્લિક કરવાથી તમારા ફોનમાં વાઇરસ ઇન્સ્ટોલ થઇ જાય છે અને તેનાથી તમારો ફોન હૈક થઇ શકે છે અને એવામાં તમારા પર્સનલ ડેટા, બેંક ડેટા વગેરે લીક થતા જરા પણ વાર નથી લાગતી.

Image Source

જો તમને પણ કોઈ આવો મેસેજ આવે કે જેમાં પોતાની 93 મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એડિડાસના તરફથી 700 જોડી બુટ અને 7000 ટીશર્ટ આપવાની વાત કહેવામાં આવી હોય તો તેના પર ક્લિક કરવાથી બચો. તેના પર ક્લિક કરવાથી તમારી પર્સનલ જાણકારી ચોરી થઇ શકે છે.

Image Source

અત્યારના સમયમાં મોટાભાગના લોકોનો મોબાઇલ નંબર બેન્ક સાથે લિંક હોય છે, એવામાં આવા નકલી મેસેજ કે લિંક પર ક્લિક કરવાથી આવા લોકો ફ્રોડ કરીને તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકે છે. જો તમને આવા મૅસેજ આવે તો તેના પર ધ્યાન ન આપો અને ફોરવર્ડ કરવાથી પણ બચો.

Image Source

આવી ઘટનાઓને લીધે જે તે કંપનીઓને પણ ઘણા આરોપોનો સામનો કરવો પડે છે. એવામાં માત્ર એડિડાસ જ નહિ પણ ઘણી અન્ય જાણીતી બ્રાન્ડનો પણ આવી રીતે ફાયદો ઉઠાવામાં આવી ચુક્યો છે. આગળના વર્ષે પણ એડિડાસ દ્વારા ફ્રી માં બુટ આપવાના નકલી મેસેજ વાઇરલ થયા હતા.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.