આપણે જોઈએ છીએ કે, બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસો છે જેને વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. પડદા પર કયારેક માસુમ તો ક્યારેક પત્નીનો રોલ નિભાવીને આ એક્ટ્રેસે લોકોનું દિલ જીતી લીધું છે. દર્શકોના દિલમાં ભલે જગ્યા બનાવી લીધી હોય પરંતુ દિલમાં કોઈને જગ્યા આપી શકી નથી. આજે અમે એવી એક્ટ્રેસો વિષે વાત કરવા જઈએ છીએ જેને પૈસાની, કામયાબીની કે ખૂબસૂરતીની કોઈ કમી નથી આમ છતાં પણ તે આજીવન કુંવારી રહી છે.
1.તબ્બુ
View this post on Instagram
નેશનલ એવોર્ડ સહીત ઘણા પ્રતિષ્ઠિત ફિલ્મી સમ્માન જીતી ચુકેલી એક્ટ્રેસ તબ્બુ 48ની ઉંમરમાં પણ કુંવારી છે. તબ્બુનું નામ ઘણા એકટર સાથે જોડાઈ ચૂક્યું છે. જેની સાથે તબ્બુનું નામ જોડાયું છે તે બધા જ લોકો પરણી ગયા છે. પરંતુ આજ દિવસ સુધી તબ્બુ કુંવારી છે.
2.સુષ્મિતા સેન
View this post on Instagram
44 વર્ષીય સુષ્મિતા સેન આજ દિવસ સુધી કુંવારી છે. તેને 2 દીકરી પણ છે. બંને દીકરીઓને સુષ્મિતાએ દતક લીધી છે અને તેને સિંગલ મધર તરીકે ઉછેર કરી રહી છે. માનવામાં આવે છે કે સુષ્મિતા સેન જલ્દી જ તેના પ્રેમી રોહમન શોલ સાથે લગ્ન કરી શકે છે.
3.આશા પારેખ
View this post on Instagram
બોલિવૂડની સૌથી સફળ એક્ટ્રેસ પૈકી એક આશા પારેખે પોતાની આત્મકથામાં જણાવ્યું હતું કે, કોઈએ પણ તેમને ક્યારેય લગ્નનું પ્રપોઝ કર્યું નથી. તેથી આજ સુધી તેણે ક્યારેય લગ્ન કર્યા નહીં. આશા પારેખે કબૂલાત પણ કરી છે કે તે ડાયરેક્ટર નાસિર હુસૈનને પ્રેમ કરતી હતી.
4.સુલક્ષણા પંડિત
View this post on Instagram
સુલક્ષણા પંડિત તેના સમયની સૌથી સફળ અને સુંદર એક્ટ્રેસ પૈકી એક હતી. તે સંજીવ કુમાર સાથે પ્રેમમાં હતી. જ્યારે સંજીવ કુમારે તેના પ્રેમને નકારી દીધો હતો. આ બાદ તે કોઈની પણ થઇ શકી ના હતી. આજ દિવસ સુધી કુંવારી છે.