મનોરંજન

આ 10 અભિનેત્રીઓએ પોતાના લગ્નમાં પહેર્યા કરોડોના ઘરેણાં, લગ્નનો ખર્ચ જાણીને ચોંકી ઉઠશો

બૉલીવુડ એવી જગ્યા છે જ્યાં પૈસા હાથના મેલ બરાબર છે, અહીંયા પહોંચેલા અભિનેતા અને અભિનેત્રીઓ પાસે કોઈ વાતની ખોટ રહેતી નથી, અને એક શાહી જીવન તેઓ જીવતા હોય છે, તો પછી તેમના લગ્નની વાત તો કેવી રીતે કરી શકાય? બોલીવુડના સ્ટાર્સ જેમને પોતાના લગ્નમાં કરોડો રૂપિયાના ઘરેણાં ખરીદ્યા અને ધામધૂમથી લગ્ન ઉજવ્યા. આજે જોઈએ એવા બોલીવુડના સ્ટાર્સના લગ્નનો ખર્ચ અને તેમના ઘરેણાંનો ખર્ચ.

Image Source

દીપિકા પાદુકોણ:
રણવીર અને દીપિકા બોલીવુડમાં ખુબ જ જાણીતું નામ છે, ફિલ્મ રામલીલાથી પાંગરેલી એ બંને વચ્ચેની પ્રેમ કહાણી વર્ષ 2018માં પૂર્ણ થઈ જયારે બંનેએ લગ્ન કર્યા, આ લગ્ન પણ ખાસ ચર્ચામાં રહ્યા હતા, કારણ કે લગ્ન માટેનું સ્થળ ભારત બહારનું હતું, રણવીર અને દીપિકાએ ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું નક્કી કર્યું હતું જેના કારણે તેમને ઇટલીમાં જઈને લગ્ન કર્યા.આ બંનેના લગ્ન ઇટલીના Villa Del Balbianello માં થયા હતા. માત્ર આ જગ્યા માટે બંનેએ 24,75,000 રૂપિયા ચૂકવ્યા હતા જેમાં ખાવા પીવાનો ખર્ચ સામેલ નહોતો. દીપિકાએ લગ્નમાં ડિઝાઈનર કપડાં પહેર્યા હતા તેની કિંમત 9 લાખ રૂપિયા હતી,  અને તેને જે બ્રાઇડલ જવેલરી પહેરી હતી તેની કિંમત 1.5 કરોડ રૂપિયા હતી.

Image Source

પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા અને નિકના લગ્ન પણ ચર્ચાનો વિષય હતા કારણ કે નિક પ્રિયંકા કરતા ઉંમરમાં ખુબ જ નાનો હતો, એ સમયે બંનેના લગ્નની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો, પરંતુ આજે બંનેના રોમાન્સના ફોટો જોવા મળે છે ત્યારે ઉંમરનો એ બાદ કોઈને નજર નથી આવતો, તે બંનેએ વર્ષ 2018માં જ જોધપુરના ઉમ્મેદ ભવનમાં લગ્ન કર્યા હતા. આ સુંદર જગ્યા માટે તમેને 3.2 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા સાથે ત્યાં રૂમ માટે પણ તેમને 64.40 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો આ સિવાય પ્રિયંકાનો લહેંગો પણ ખુબ જ મોંઘો હતો. તેની જવેલરી પાછળ પણ 4.5 કરોડનો ખર્ચ કર્યો હતો.

Image Source

અનુષ્કા શર્મા:
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અનુષ્કા શર્માએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે ઇટલીમાં લગ્ન કર્યા, આ બનેંના લગ્ન પણ ડેસ્ટિનેશન વેડિંગ હતા. તેમને જે જગ્યા ઉપર લગ્ન કર્યા હતા એ દુનિયાની બીજા નંબરની સૌથી મોંઘી જગ્યા હતી, વિરાટે અનુષ્કા માટે જે વીંટી કરાવી હતી તે 1 કરોડ રૂપિયાની હતી. અનુષ્કાની જવેલરીની કિંમત 3 કરોડ રૂપિયા હતી.

Image Source

શિલ્પા શેટ્ટી :
અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને લંડનના બિઝનેસમેન રાજ કુંદ્રાના લગ્નને તો કોણ ભૂલી શકે? બંનેએ 2009માં લગ્ન કર્યા હતા, જેમાં શિલ્પાએ લગ્ન માટે જે સાડી પહેરી હતી તેની કિંમત જ 50 લાખ હતી અને તેની કુંદન જવેલરીની કિંમત પણ 3 કરોડ રૂપિયા હતી, સાથે શિલ્પાને આપવામાં આવેલી વીટીની કિંમત પણ 3 કરોડ રૂપિયા હતી. આ બંનેના લગ્નમાં જે શાહી કેક લાવવામાં આવી હતી એ કેક 80 કિલોની હતી, તો વિચારો લગ્ન કેટલા શાહી રહ્યા હશે?

Image Source

ઐશ્વર્યા રાય:
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન પણ ઘણા સમય સુધી ટીવી ઉપર છવાયેલા રહ્યા હતા, આ બંનેના લગ્નમાં ના માત્ર બોલીવુડના અભિનેતાઓ પરંતુ પોલિટિક્સ સાથે જોડાયેલા કેટલાક રાજનેતાઓએ પણ હાજરી આપી હતી, આ લગ્નમાં મહેંદી ખાસ સુરતથી મંગાવવામાં આવી હતી અને આ શાહી લગ્નમાં 6 કરોડથી પણ વધારે ખર્ચ અઠયો હતો. ઐશ્વર્યની જવેલરીની કિંમત 3 કરોડ રૂપિયા હતી.

Image Source

સોનમ કપૂર:
અભિનેત્રી સોનમ કપૂરની લગ્નની જ્વલેરી પણ ખુબ જ ખાસ હતી, તેને લગ્નમાં રાણી હાર પહેર્યો હતો, સોનમે તેના લગ્નમાં 2.5 કરોડ રૂપિયા જવેલરી પાછળ ખર્ચ કર્યો હતો.

Image Source

નેહા ધૂપિયા:
નેહા ધૂપિયાએ વર્ષ 2018માં લગ્ન કાર્ય હતા. તેના લગ્ન પણ ખુબ જ ખાસ હતા, તે લગ્નમાં ખુબ જ સુંદર પણ દેખાઈ રહી હતી, નેહાએ તેના લગ્નમાં જવેલરી પાછળ 75 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Image Source

બિપાસા બસુ:
બિપાશા બાસુની લગ્નની જ્વલેરી પણ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી, તેને લગ્નમાં જવેલરી પાછળ 95 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Image Source

ઈશા દેઓલ:
હેમા માલિનીની દીકરી એશા દેઓલના લગ્ન પણ ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. ઈશાના લગ્નમાં શુદ્ધ સોનાના ઘરેણાં બનાવવામાં આવ્યા હતા જેની કિંમત 80 લાખ રૂપિયા હતી.

Image Source

વિદ્યા બાલન:
વિદ્યા બાલન તેના લગ્નમાં એકદમ સાઉથ ઇન્ડિયન લુકમાં દેખાઈ રહી હતી. તેના લગ્નમાં પણ જવેલરી પાછળ 70-75 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.