મનોરંજન

જુહી ચાવલા ફિલ્મોથી દૂર આ અભિનેત્રી 7 વર્ષથી કરી રહી છે ખેતી, ફાર્મ હાઉસમાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી- જુઓ PHOTOS

જુહી ચાવલા ફિલ્મોથી દૂર આ અભિનેત્રી 7 વર્ષથી કરી રહી છે ખેતી, ફાર્મ હાઉસમાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી- જુઓ PHOTOS

ફિલ્મી સિતારાઓનું જીવન પણ ખૂબ જ રસપ્રદ હોય છે, કયારેક ફિલ્મોમાં જોવા મળે છે તો ક્યારેક ફિલ્મોથી દૂર પોતાની જ મસ્તીમાં કોઈક બીજું જ કામ કરતા જોવા મળે છે.

એમ તો તેમની ગ્લેમરસ લાઈફની પાછળ દુનિયા પાગલ છે, પણ ઘણા એવા સેલેબ્સ છે કે જે થોડું કઈંક અલગ કરીને પોતાની અલગ જ દુનિયા બનાવે છે. આવી જ એક સેલિબ્રિટી છે જુહી ચાવલા.

હાલ જુહી ચાવલા દેશની અડધી વસ્તી માટે પ્રેરણારૂપ બની છે. તે છેલ્લા સાત વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહી છે અને સાથે જ એના સંબંધિત ઉત્પાદનોને પ્રોત્સાહન પણ આપી રહી છે. તે વાડા સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી રહી છે.

13 નવેમ્બર 1967 ના રોજ અંબાલામાં જન્મેલી જુહી ચાવલાએ ઘણી હિટ ફિલ્મો આપી છે પણ હાલ તે ફિલ્મોથી દૂર છે. તે વર્ષમાં એકાદ-બે ફિલ્મોમાં જ જોવા મળે છે.

90ના દાયકાની આ ટોચની અભિનેત્રી અને પૂર્વ મિસ ઇન્ડિયા આજકાલ ખેતી કરી રહી છે. 51 વર્ષીય જુહી છેલ્લા 7 વર્ષથી તેના પતિની રેસ્ટોરન્ટ માટે ઓર્ગેનિક ફળો અને શાકભાજી ઉગાડી રહી છે.

સામાજિક મુદ્દાઓ પર નીડર થઈને પોતાનો અભિપ્રાય આપનાર જુહી ચાવલાને સામાજિક કાર્યમાં ખૂબ રસ ધરાવે છે. થોડા સમય પહેલા જ તેમને ‘વુમન ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટિવલ’ની મુંબઈ એડિશનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી.ત્યારે જુહીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું માત્ર જૈવિક પાક જ ઉગાડું છું. વાડા (મહારાષ્ટ્ર) ના ફાર્મહાઉસમાં હું આ બધું ઉગાડું છું અને હું એક ખેડૂત છું. એકવાર તમે ઓર્ગેનિક ફળો અને શાકભાજીનો મીઠો સ્વાદ ચાખી લો, તે પછી તમે ક્યારેય માર્કેટમાં મળતા કેમિકલ્સવાળા ઉત્પાદનો નહીં ખરીદો.’

જુહી જણાવે છે કે તેમના પિતા ખેડૂત હતા. જુહીએ કહ્યું હતું, ‘મારા ખેડૂત પિતાએ વાડામાં 20 એકર જમીન ખરીદી હતી. હું ખેતી વિશે કશું જાણતી ન હતી. જ્યારે તેમણે ખેતીલાયક જમીનમાં રોકાણ કર્યું હતું, ત્યારે એક અભિનેત્રી તરીકે, હું ખૂબ જ વ્યસ્ત હતી અને મને તેના તરફ ધ્યાન આપવાનો સમય પણ મળ્યો ન હતો.તેમના મૃત્યુ પછી મારે આ બધું ધ્યાન આપવું પડ્યું. હું છેલ્લા સાત વર્ષથી ખેતી કરું છું. મારી પાસે 200થી વધુ આંબાવાળો બગીચો છે. તેમાં ચીકુ, પપૈયા અને દાડમના કેટલાક વૃક્ષો પણ છે.’

ઓર્ગેનિક ફળો ઉપરાંત જુહી બીજા ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક શાકભાજી પણ ઉગાડે છે. આ જગ્યા માંડવામાં છે. જુહીએ આ જગ્યા જાતે ખરીદી છે. તે કહે છે, ‘મારી પાસે રોકાણ કરવા માટે કેટલાક પૈસા હતા. કોઈએ સૂચન કર્યું કે હું જમીનમાં રોકાણ કરું. મેં માંડવામાં 10 એકર જમીન ખરીદી અને અહીં ઓર્ગેનિક શાકભાજી ઉગાડું છું, જે મારા પતિના રેસ્ટોરન્ટના રસોડા સુધી પહોંચે છે.’