મનોરંજન

બોલિવુડની આ 5 અભિનેત્રીઓએ લીધી અભિનેતાથી વધુ ફીસ

આ અભિનેત્રીઓએ હીરોના છક્કા છુડાવી દીધા એટલી ફી લીધી…

બોલિવુડ સંભાવનાઓથી ભરેલી જગ્યાઓ છે. જયાં કોઇ પણ અભિનેતા કે અભિનેત્રી જો પગ મૂકે તો, શાનદાર કમાણી અને આલીશાન લાઇફસ્ટાઇલ તેના માટે કોઇ દૂરની કોડી નથી. પરંતુ આ વચ્ચે પણ ફિલ્મ જગતમાં જેન્ડર પે ગેપની વાત રહી રહીને ઉઠતી રહે છે અને બોલિવુડ અભિેનેત્રીઓ પણ આ વિશે કહી ચૂકી છે કે, તેમને બરાબર મહેનત કરવા છત્તાં પણ અભિનેતાથી ઓછા પૈસા મળે છે.

Image source

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ એકવાર આ વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યુ હતુ કે, માત્ર હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહિ પરંતુ આ બધી જ જગ્યાએ જોવા મળે છે. હોલિવુડમાં સક્રિય અભિનેત્રીએ આને એક વૈશ્વિક સમસ્યા જણાવી હતી, જો કે સમય સમય પર એવા ઉદાહરણ દેખવા મળ્યા કે, જયારે બોલિવુડ અભિનેત્રીઓને અભિનેતાની તુલનામાં વધુ પૈસા મળ્યા હોય.

આ બોલિવુડ અભિનેત્રીઓ સહઅભિનેતાઓથી વધુ ફીસ લઇને એક નવો ટ્રેંડ સ્થાપિત કર્યો. આજે આપણે જોઇશું આ અભિનેત્રીઓ વિશે…

1.દીપિકા પાદુકોણ
બોલિવુડમાં દીપિકા પાદુકોણ હાઇએસ્ટ પેડ અભિનેત્રીઓમાંની એક છે. બોલિવુડ ઉપરાતં તેણે હોલિવુડમાં પણ શાનદાર પરફોર્મન્સ આપ્યુ છે. જેને કારણે તેની સ્ટાર વેલ્યુ વધી રહી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, દીપિકા એક ફિલ્મના 26 કરોડ રૂપિયા ચાર્જ લે છે. આ જ નહિ પરંતુ ફિલ્મ પદ્માવતમાં તેને રણવીર સિંહ અને શાહિદ કપૂર કરતા વધુ ફીસ મળી હતી. આ ફિલ્મ માટે તેને 12 કરોડ રૂપિયા મળ્યા હતા, જયારે શાહિદ અને રણવીરને 7-8 કરોડ રૂપિયા મળ્યા હતા.

ફિલ્મ પીકૂમાં તેને અમિતાભ બચ્ચન કરતા વધુ ફીસ મળી હતી. પિંકવિલાના રીપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો.

2.આલિયા ભટ્ટ
બોલિવુડમાં અભિનયના દમ પર લાખો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેણે બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેને કારણે તેના કરિયરનો ગ્રાફ ઘણો ઉપર ગયો છે. ફિલ્મ “રાજી”માં તેને વિક્કી કૌશલની તુલનામાં ડબલ ફીસ મળી હતી.

આ ફિલ્મ માટે આલિયા ભટ્ટને 10 કરોડ રૂપિયા જયારે વિક્કી કૌશલને 3-4 કરોડ રૂપિયા મળ્યા હતા.

3.કંગના રનૌત
કંગના રનૌતનું નામ બોલિવુડની બેબાક અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે. આ સાથે સાથે તે એ અભિનેત્રીઓમાં તેનું નામ સામેલ છે જે કોઇ સહ અભિનેતા વિના પોતાના દમ પર ફિલ્મને બોક્સઓફિસ પર કામયાબ બનાવવાનું હુનર રાખે છે.

પોતાના પરફોર્મન્સથી દર્શકોને પ્રભાવિત કરનાર કંગના રનૌત કથિત રીતે એક ફિલ્મ માટે 27 કરોડ રૂપિયા ચાર્જ લે છે. ફિલ્મ “જજ મેન્ટલ હે કયા”માં તેમના સાથે નજર આવેલા રાજકુમાર રાવને 7-8 કરોડ રૂપિયા મળ્યા હતા અને કંગનાને રાજકુમાર કરતા વધુ ફીસ મળી હતી, જયારે ફિલ્મ “રંગૂન”માં કથિત રીતે અભિનેત્રીએ શાહિદ કપૂર અને સૈફ અલી ખાનથી વધુ ફીસ લીધી હતી.

4.કરીના કપૂર ખાન
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પર્સનલ લાઇફ અને પ્રોફેશન લાઇફ બંનેને લઇને ખૂબ ચર્ચામાં રહેનાર અને બંનેને ખૂબ સારી રીતે સંભાળનાર કરીના કપૂર એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ લે છે.

કથિત રીતે સુમિત વ્યાસને ફિલ્મ “વીરે દી વેડિંગ” માટે 80 લાખ રૂપિયા મળ્યા હતા અને કરીનાની ફીસ આનાથી ઘણી વધારે હતી.

Image Source

ફિલ્મ “કી એન્ડ કા”માં અર્જુન કપૂરની ફીસ 7-8 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે જ્યારે કરીના કપૂરની ફીસ આના કરતા પણ વધુ હતી.

ફિલ્મ “કુર્બાન”માં પતિ સૈફ અલી ખાન સાથે તે લીડ રોલમાં જોવા મળી હતી અને રીપોર્ટ અનુસાર આ ફિલ્મમાં કરીનાની ફીસ સૈફ અલી ખાનથી વધુ હતી.

5.માધુરી દીક્ષિત
આ લિસ્ટમાં ખૂબસુરત અદાકારા માધુરી દિક્ષિતનું નામ પણ સામેલ છે. 90ના દાયકામાં માધુરી દીક્ષિત ફિલ્મ જગતની સૌથી ચર્ચિત અને સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી. જેમની અદાઓથી લઇને ડાન્સ સુધી લોકો તેમના દીવાના હતા.

આજે જે અભિનેતાની ફિલ્મો કરોડના ક્લબમાં જોવા મળે છે, તેની સાથે કામ કરવાની માધુરી તેનાથી વધુ ફીસ લે છે. માધુરી દીક્ષિતે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન ત્રણેય સાથે કામ કર્યુ છે.

તમને જણાવી દઇએ કે, સલમાન ખાન અને માધુરી સ્ટારર ફિલ્મ “હમ આપકે હે કોન” સુપરહિટ રહી હતી અને આ ફિલ્મમાં માધુરીને સલમાન ખાન કરતા વધુ ફીસ મળી હતી. આ વાતનો ખુલાસો અનુપર ખૈરે કર્યો હતો.