ખબર મનોરંજન

આ 8 અભિનેત્રીઓ છે પોતાના પતિથી પણ વધારે ફેમસ, જાણો કંઈ-કંઈ અભિનેત્રીઓનું નામ છે આ લિસ્ટમાં

આ 8 અભિનેત્રીના પતિને મોટા ભાગના લોકો ઓળખતા પણ નથી…પત્નીઓ છે ખુબ ફેમસ

પહેલા મહિલાઓને તેના પતિના નામે ઓળખવામાં આવતી હતી પરંતુ હવેનો સમય જુદો છે હવે લોકોની વિચારધારાના બદલાઈ ગઈ છે. કેટલીક એવી અભિનેત્રીઓ છે તેમને પોતાના દમ ઉપર પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં સફળ થઇ છે અને તેઓ પોતાના પતિ કરતા પણ વધારે ફેમસ છે.

આ અભિનેત્રીએઓ પોતાની એક્ટિંગ અને સખ્ત મહેનતથી પોતાનું નામ પોતાના પતિ કરતા પણ વધારે ઊંચું કર્યું છે તો ચાલો જોઈએ એવી કઈ કઈ અભિનેત્રી છે.

1. નેહા કક્કર:

Image Source

નેહા કક્કડે લગ્ન કરીને બધા લોકોને ચોંકાવી નાખ્યા છે. ટૂંક જ સમય પહેલા નેહાએ સિંગર રોહન પ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. રોહન નેહા કરતા નાનો છે. જણાવી દઈએ કે રોહન લોકપ્રિયતાની બાબતમાં નેહા કરતા ઘણો પાછળ છે. જયારે નેહાએ તો પોતાના સંગીતથી ઘણા લોકોના દિલમાં રાજ કરે છે. હવે સમાજમાં લોકોએ વિચાર ધારણાનો બહિષ્કાર કરે છે કે છોકરી તેના કરતા વધારે સફળ છોકરી સાથે લગ્ન નથી કરતો.

2. માધુરી દીક્ષિત:

Image Source

માધુરી દિક્ષીત ફિલ્મોનું એક ખુબ જ મોટું નામ છે. લોકો આજે પણ તેમની અદાઓના દીવાના છે. તેઓ એક્ટિંગને એક અલગ જ લેવલ સુધી લઇ ગયા હતા. તેઓ પોતાના કરિયરના ટોપ પર હતા ત્યારે તેમને ડૉકટર રામ નેને સાથે અરેન્જ્ડ મૈરેજ કર્યા હતા. લગ્ન પછી માધુરીએ ઘણા સમય સુધી બોલિવૂડથી દુરી બનાવી લીધી હતી પરંતુ તેઓ હવે પાછા આવી ગયા છે. તેમ છતાં તેમને ચાહકોમાં કોઈ  ઘટાડો થયો નથી.

3. ઈશા અંબાણી:

Image Source

ઈશા અંબાણીને ભલે ફિલ્મથી કઈ લાગતું નથી પણ તે લોકપ્રિયતાના મામલામાં કોઈ અભિનેત્રીથી ઓછી પણ નથી. ઈશા એક બિઝનેસ વુમન છે, તે ભારતના સૌથી મોટા રિલાયન્સ રિટેલના ડિરેક્ટર બોર્ડમાં છે. તેને આનંદ પરિમલ સાથે લગ્ન કર્યા છે અને એ વાત ન નકારી શકાય કે ઈશા તેને પતિ કરતા વધારે લોકપ્રિય છે.

4. રૂબીના ડીલૈક:

Image Source

છોડી બહુથી અને શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં મુખ્ય કિરદારથી લોકોપ્રિયતા કમાનારી  રૂબીના પોતાના પતિ અભિનવ શુક્લાથી ઘણી વધારે ફેમસ છે, તેમ છતાં તેમને સંબંધોમાં થોડી નોખ જોખ જેવા મળી હતી પરંતુ બિગ બોસમાં અભિનવે જણાવ્યું હતું કે તેને ફરી રૂબીનાથી પ્રેમ થઇ ગયો છે.

5. કરીના કપૂર:

Image Source

કરિનાની લોકપ્રિયતા તો તમે બધા જાણતા જ હશે. કરીના પણ પોતાના પતિ કરતા લોકોપ્રિયતાની બાબતમાં આગળ છે પણ બંનેને આ વાતથી જરાય ફરક નથી પડતો, સૈફ કરીનાને દરેક બાબતમાં સાથ આપે છે અને તે તેને મોટીવેટ પણ કરે છે. જણાવી દઈએ કે હાલમાં કરીના પ્રેગ્નેન્ટ છે અને સૈફ અને કરીના બાળકના આવવાની તૈયારી કરી રહ્યા છે.

6. નેહા ધૂપિયા:

Image Source

નેહા ધૂપિયાએ અંગત વેદી સાથે લગ્ન કર્યા હતા અને તેમને લગ્ન ખુબ જ ઝડપી થઇ ગયા હતા. એક અઠવાડિયામાં સગાઈથી લઈને લગ્ન સુધીના બધા કાર્યકમો પુરા થઇ ગયા હતા. પછી પાછળથી સામે આવ્યું કે નેહા ધૂપિયા લગ્નથી પહેલા ગર્ભવતી થઇ ગઈ હતી. લોકપ્રિયતાના મામલામાં નેહા તેના પતિ કરતા આગળ છે તેમ છતાં આ બંનેના સંબંધમાં તેમની લોકપ્રિયતા વચ્ચે નથી આવી.

7.ઐશ્વર્યા રાય:

Image Source

ઐશ્વર્યા  રાય આજે ભલે ફિલ્મોમાં ઓછી દેખાય છે તેમ છતાં પણ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી થયો. તે અભિષેક બચ્ચનથી ઉંમરમાં પણ મોટી છે અને લોકપ્રિયતામાં પણ ઘણી આગળ છે. આજે પણ એસના ઘણા ચાહકો છે.

8. સનાયા ઈરાની:

Image Source

સનાયા એ પોતાના કો સ્ટાર મોહિત સહગલ સાથે લગ્ન કર્યા છે, સનાયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, લોકોના મનમાં એવા સવાલ ઉભા થતા હતા કે આ સંબંધ ઘણો લાંબો ચાલશે કે નહીં. જે સમયે સનાયા અને મોહિત ડેટ કરી રહ્યા હતા ત્યારે સનાયા પાસે એકથી એક મોટા પ્રોજેક્ટ હતા અને તે સમયે મોહિત સ્ટ્રગલ કરી રહ્યો હતો. તેમ છતાં આ બંનેએ આ વાત પોતાની વચ્ચે ન આવવા દીધી અને લગ્ન કરી લીધા.