મનોરંજન

19 વર્ષની ઉંમરમાં આ એક્ટર્સે ખરીદી કરોડો રૂપિયાની કાર, તસ્વીરમાં જુઓ 6 ટીવી સિતારાઓની આલીશાન કારની તસ્વીર

વાહ કમાલ છે, મહેનતની સામે નસીબનો સિક્કો પણ ચાલ્યો- જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

ટીવીના સિતારાઓ સ્ક્રીન પર તો બેહદ સિમ્પલ નજરે આવે છે. સિતારાઓ તેના સાદગીભર્યા રોલને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી છે. રિયલ લાઈફમાં આ સિતારાઓ વૈભવી જિંદગી જીવવાનું પસંદ કરે છે. જે પૈકી એક છે મોંઘી કાર.

ઘણા ટીવી સ્ટાર્સ પાસે આલીશાન કાર છે. આજે અમે તમને નાના પડદાના સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે તાજેતરમાં કરોડોની કાર ખરીદી છે. આ લિસ્ટમાં એક્ટ્રેસ રશ્મિ દેસાઇથી માંડીને 19 વર્ષીય અભિનેત્રી જન્નત  ઝુબૈરકાનું નામ પણ શામેલ છે. આ સેલેબ્સે પણ તેમની મોંઘી કારની તસ્વીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે.

Image source

ટીવી શો ‘કુંડલી ભાગ્ય ‘ફેમ એક્ટર ધીરજ ધૂપરે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લકઝરી કારની તસ્વીર શેર કરી છે. જ્યારે ધીરજે તેની કાર સાથેની તસ્વીર શેર કરી તો તેની પત્ની વિન્નીએ લખ્યું – ‘બ્યૂટી એન્ડ ધ બીસ્ટ’

Image source

રશ્મિ દેસાઇ લાંબા સમયથી કાર ખરીદવાની યોજના બનાવી રહી હતી.પરંતુ કોરોના જેવી મહામારીને કારણે તેને કાર લેવાનું મુલતવી રાખ્યું હતું. લોકડાઉનમાં છૂટછાટ મળતા જ રશ્મિએ તેની કાર ખરીદવાનું સપનું પૂરું કર્યું હતું. રશ્મિએ કરોડોની કાર પોતાના નામે કરી છે. કારની એક તસ્વીર રશ્મિએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Image source

આ સિવાય ‘ઇશ્ક સુભાનઅલ્લાહ’ ની એક્ટ્રેસ ઇશા સિંહે પણ તાજેતરમાં જ તેની ડ્રીમ કાર ખરીદી છે. આ ખુશખબર તેણે ઈન્ટરનેટ દ્વારા ફેન્સ સાથે પણ શેર કરી છે. ઇશાએ કાર સાથે તેની તસ્વીર પણ શેર કરી છે. આ તસવીરો પર લાંબું કેપ્સન લખતાં કહ્યું કે, કેવી રીતે તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

Image source

રિયાલિટી શો બિગ બોસ -13થી ચર્ચામાં આવેલા અસમ રિયાઝે તાજેતરમાં BMW 5 સીરીઝ એમ સ્પોર્ટસ ખરીદી હતી. આ લક્ઝુરિયસ કારનો રંગ વાદળી છે.અસમ ઘણી વખત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કારને ફ્લોન્ટ કરતો જોવા મળ્યો છે.

Image source

આ સિવાય 19 વર્ષીય અભિનેત્રી જન્નત ઝુબૈરે નાની ઉંમરમાં જ કરોડોની કાર પોતાના નામે કરી લીધી છે. જન્નતએ 19માં બર્થડે પર તેણે કરોડોની કિંમતની ઓડી કાર ખરીદી હતી. આ કારની સાથે જન્નતે તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ખુશી ફેન્સ સાથે શેર કરી હતી.