મનોરંજન

બાળકોના મોતથી તૂટી ગયા હતા આ 5 સેલેબ્સ, કોઈએ 3 દિવસમાં તો કોઈએ 4 મહિનામાં ખોઈ દીધો હતો લાલ

પોતાની કલાકારીથી દિલ જીતનારા ઘણા સેલેબ્સએ તેની અંગત જિંદગીમાં એવું દુઃખ પડ્યું હતું કે તે અંદરથી તૂટી ગયા હતા. પરંતુ બહારની દુનિયા સામે કયારે પણ દર્દ દેખાડયું નથી.અમે વાત કરી રહ્યા છે આ સેલેબ્સ જેને પોતાના બાળકોનું ગુમાવવાનું દર્દ મહેસુસ ર્ક્યું છે. જેમાં ગોવિદા જેવા સુપરસ્ટારથી લઈને પ્રકાશ રાજ સુધીનું નામ શામેલ છે.

1.પ્રકાશ રાજ

 

View this post on Instagram

 

A post shared by Prakash Raj (@joinprakashraj) on

સાઉથના જાણીતા એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પ્રકાશ રાજે તેના 5 વર્ષના દીકરાને  ખોઈ દીધો હતો. પ્રકાશનો દીકરો પતંગ ઉડાડતા સમયે ફક્ત એક ફૂટ ઊંચા ટેબલ પરથી પડી ગયો હતો. આ બાદ થોડા મહિના બાદ તેનું મૃત્યુ થઇ ગયું હતું. પ્રકાશ રાજે તેના દીકરાને યાદ કરતા કહ્યું હતું કે, કોઈને સમજમાં નથી આવ્યું કે કારણ શું હતું. તેનું મોતનું દુઃખ બીજા દુઃખ કરતા વધુ દુઃખદ હતું. આ બાદ હું મારી જિંદગીની દરેક પળ જીવું છે.

2.ગોવિંદા 

 

View this post on Instagram

 

A post shared by Govinda (@govinda_herono1) on

કોમેડીના બાદશાહ ગોવિંદા તેની ફિલ્મો દ્વારા લોકોને ખુબ હસાવે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે, તેની દીકરી ખોવાનું દર્દ જાણે છે. ગોવિંદાએ તેની પહેલી દીકરી ત્યારે ખોઈ દીધી હતી જયારે તે ચાર મહિનાની હતી. ગોવિંદાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારી પહેલી દીકરી સમયથી પહેલા જન્મી હતી. દીકરીના મોતથી ગોવિદા પુરી રીતે તૂટી ગયા હતા.

3. ચાર્લી ચેપ્લિન

Image source

ભાગ્યે જ કોઈ એવું હશે જ ચાર્લી ચેપ્લિનની એક્ટિંગ પર નહીં હસ્યું હોય. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે બધાને હસાવનારા ચહેરા પાછળ પણ દુઃખ છુપાયેલું છે. ચાર્લી ચેપ્લિને 4 લગ્ન કર્યા હતા જેનાથી તેને 11 બાળકો થયા હતા. ચાર્લી ચેપ્લિનના પહેલા બાળકનું મોત તેના જન્મના ત્રીજા દિવસે જ થયું હતું.

4.મોહમ્મદ અઝહરુદ્દીન

 

View this post on Instagram

 

A post shared by Mohammed Azharuddin (@azharflicks) on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટ્ન મોહમ્મદ અઝહરુદ્દીનએ તેના દીકરાનું ખોવાનું દુઃખ મહેસુસ કર્યું હતું. તેને 19 વર્ષની ઉંમરમાં દીકરા અયાઝન ખોઈ દીધો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, એક અકસ્માતમાં તેના દીકરાને ગંભીર ઇજા થઇ હતી. આ બાદ થોડા સમય બાદ તેનું અવસાન થયું હતું.

5.આશા ભોંસલે

 

View this post on Instagram

 

A post shared by Asha Bhosle (@asha.bhosle) on

વર્ષ 2002માં સિંગર આશા ભોંસલેની 56 વર્ષીય દીકરી વર્ષા ભોંસલેએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવે છે કે, 1998માં તેના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. વર્ષાએ પહેલા પણ ખુદને મારવાની કોશિશ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.