મનોરંજન

આવું જીવન જીવી રહ્યા છે મહાભારતના અર્જુન, હવે દેખાવા લાગ્યા છે આવા

એક સમય એવો હતો કે જયારે દૂરદર્શન પર આવતી સીરીયલોનો ખૂબ જ ક્રેઝ હતો અને આખો પરિવાર એક સાથે બેસીને આ સિરિયલો જોતો. એ સમયે દૂરદર્શન પર મહાભારત, રામાયણ જેવી ધાર્મિક ધારાવાહિક આવતી હતી, જેને લોકો ખૂબ જ શ્રદ્ધા અને સન્માન સાથે જોતા. આટલું જ નહિ એ સમયે લોકો સીરિયલના એકપણ એપિસોડને જોવાનું ચુકતા ન હતા.

Image Source

એ સમયે સીરીયલ મહાભારત અને કૃષ્ણા ખૂબ જ પ્રખ્યાત હતી, એ જ કારણ હતું કે આ સીરિયલના કલાકારોને લોકો ઓળખતા હતા અને એ કલાકારો લોકોના દિલો પર રાજ કરતા હતા. આટલું જ નહીં આ સીરિયલના કલાકારોને લોકો તેમના સાચા નામને બદલે તેમના ભજવેલા પાત્રોના નામથી જ ઓળખતા હતા. આ ધારાવાહિકોમાં પાત્ર ભજવતા કલાકારોને પણ એટલું જ સન્માન મળતું હતું કે જેટલું ભગવાનને આપવામાં આવતું હતું. ભગવાન રામ, કૃષ્ણ, શિવ સિવાય અર્જુન, યુધિષ્ઠિર અને શકુનિ જેવા પાત્રો આજે પણ લોકોને યાદ છે. પરંતુ સમય સાથે કેટલાક પાત્રો ભજવતા કલાકારો ગુમનામીના અંધારામાં ગુમ થઇ ગયા.

Image Source

આવું જ એક પાત્ર હતું અર્જુનનું, જેને શ્રીકૃષ્ણમાં અભિનેતા સંદીપ મોહને ભજવ્યું હતું. અર્જુનનું પાત્ર તો સૌને યાદ છે પણ એ ભજવનાર અભિનેતા હાલ શું કરે છે તે કોઈ નથી જણાતું. સંદીપ મોહને માત્ર શ્રીકૃષ્ણમાં જ અર્જુનનું પાત્ર ભજવ્યું ન હતું, પણ દૂરદર્શન પર આવનાર મહાભારતમાં પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું.

Image Source

આજે આપણે આ સંદીપ મોહન વિશે જ વાત કરીશું કે જેમને અર્જુનની ભૂમિકા ભજવી હતી અને લોકો તેમના દીવાના થયા હતા પરંતુ આટલા લાંબા સમય બાદ હવે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. તેમની હાલત હવે બેકાર થઇ ચુકી છે.

Image Source

સંદીપ મોહનને સાચી ઓળખ મહાભારત અને શ્રીકૃષ્ણથી મળી હતી. વર્ષ 1993 થી 1996 સુધી આ સીરીયલે ધમાલ મચાવી હતી. પોતાના દમદાર અભિનયને કારણે તેમને સૌ કોઈ પસંદ કરતા હતા. તેમનું સાચું નામ સંદીપ મોહન હોવા છતાં તેમને ભજવેલા અર્જુનના પાત્રને કારણે લોકો તેમને અર્જુનના નામથી જ ઓળખતા હતા. કેટલાક સમય પહેલા આવેલા શો સિયા કે રામમાં પણ તેઓ કામ કરી ચુક્યા છે, પરંતુ તેઓ એટલા પ્રસિદ્ધ ન થઇ શક્યા કે જેટલા પહેલા હતા, આજથી લગભગ 25 વર્ષ પહેલા તેમને લોકોના દિલો પર રાજ કર્યું હતું.

Image Source

સંદીપ એમ તો ઘણી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે, પણ જો વાત કરીએ તેમને કારકિર્દીની, તો તેમની શરૂઆત સારી ન માની શકાય, કારણ કે કારકિર્દીની શરૂઆતમાં જ તેમને બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો. આ પછી સંદીપે લગ્ન પણ કરી લીધા અને એવી પરિસ્થિતિ આવી ગઈ કે તેમને ફરીથી બેરોજગારી સામે ઝૂઝવું પડ્યું.

Image Source

કારકિર્દીની શરૂઆત તો દમદાર પાત્ર ભજવીને થઇ પણ પછી તેઓ બેરોજગાર થઇ ગયા. જણાવી દઈએ કે સંદીપને તેમના દમદાર અભિનય માટે લોકો ઓળખતા હતા, પણ હવે તેમને કોઈ જ નથી ઓળખી શકતું. તેમને લગ્ન કરી લીધા અને હવે તેમના બાળકો પણ છે. અફસોસ કે હવે સંદીપનું જીવન કલાકારોવાળું નથી રહ્યું પણ હવે તેઓ એક પારિવારિક જીવન જીવી જીવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશ છે.

Image Source

મહાભારત અને શ્રીકૃષ્ણા સિવાય સંદીપ મોહને બીજી પણ કેટલીક સિરિયલોમાં કામ કર્યું હતું, પરંતુ તેમના જીવનમાં આવેલા ઉત્તર-ચઢાવને કારણે હવે તેઓ સાવ બદલાઈ ચુક્યા છે. તેમની અત્યારની તસવીરો તમને ચોંકાવી દેશે. સંદીપ અત્યારે અભિનયથી દૂર છે અને પરિવાર સાથે સમય વિતાવી રહયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.