નવરાત્રીના દિવસોની શરૂઆત થઇ ગઈ છે અને હાલમાં સંગીત રસિયાઓ અને ગાયકો પોતાના આગવા અંદાઝમાં અલગ અલગ ગીતોની રમઝટ જમાવી રહ્યા છે. ત્યારે મૂળ ગુજરાતી અને રેપ સંગીતની દુનિયામાં એક મોટું નામ ધરાવનાર ગાયક
“રાઉલ” એક સરસ મઝાનું “અચકો મચકો“
ગીત તેમના આગવા અંદાજમાં લઈએં આવી ગયા છે. રાઉલ ગુજરાતના પહેલા આંતરરાષ્ટ્રીય રેપસ્ટાર ગાયક છે.
રાઉલના આવનારા ટ્રેકમાં ચાર ખંડોના સુપરસ્ટારને સાથે લઈને આવે છે અને તે પ્રથમ ગુજરાતી હિપહોપ આલ્બમ બનાવે છે. આ આલ્બમ ગુજરાતી સંગીત માટે એક સીમા ચિહ્નરૂપ છે. ગુજરાતી સ્ટ્રીટ / હિપ-હોપ મ્યુઝિકને દુનિયામાં લાવવાનું આ રાઉલનું પહેલું પગલું છે.
“અચકો મચકો” ગીત આપણે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ રાઉલના આ અંદાઝમાં આ ગીતની મજા આપણે પહેલીવાર જ માણી શકીશું. તમે પણ આ ગીતના તાલ અને લયમાં ચોક્કસ ખોવાઈ જશો. આ ગીત તેના આગામી આવનારા હિપ હોપ આલ્બમ “ગુજરાત સ્ટેન્ડઅપ‘ નામનું બીજું ગીત (કેમ છો પછી) છે. સંપૂર્ણ આલ્બમ ગુજરાતીમાં છે. ‘અચકો મચકો’માં રેડિયો મિર્ચીના નામાંકિત પ્લેબેક સિંગર બ્રિજેશ શાંડિલ્યા (બન્નો તેરા સ્વેગર – તન્નુ વેડ્સ મનુ) અને કાઠિયાવાડી કિંગ (ગીતકાર / ચાર બંગડી વાળી ગીતના સંગીતકાર)નો પણ સહયોગ મળ્યો છે.
View this post on Instagram
રાઉલ રેપ સંગીતની દુનિયામાં એક મોટું નામ છે. આ પહેલા પણ તેમને ગુજરાતી અને ઘણા હિન્દી ગીતોને પોતાના આગવા અંદાજમાં રેપ સ્ટાઇલથી રજૂ કર્યા છે અને દર્શકોને તેમના આ ગીતો ખુબ જ પસંદ પણ આવ્યા છે.
થોડા સમય પહેલા જ તેમને “કેમ છો ?” નામનું એક ગીત રજૂ કર્યું હતું. આ ગીતને પણ 40 લાખ કરતા પણ વધુ લોકોએ નિહાળ્યું હતું, આ ઉપરાંત પણ તેમના ઘણા ગીતોને લાખો લોકો નિહાળતા રહે છે.
“અચકો મચકો” ગીતના શબ્દોને સજાવ્યા છે “કાઠિયાવાડી કિંગ” દ્વારા, જયારે આ ગીતને કમ્પોઝ કરવાનું કામ “રાઉલ” દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીતનું ડાયરેક્શન મુરશેદ દ્વારા કર્યું છે. જ્યારે આ ગીતમાં ડાન્સ કોરિયોગ્રાફી આઇએસઓ ડાન્સ દ્વારા કરવામાં આવી છે.
View this post on Instagram
તમે પણ નિહાળો આ સરસ મજાના ગીતને નીચે ક્લિક કરીને. અને ગીત જોયા બાદ આપના પ્રતિભાવ જરૂરથી આપજો !!!