મનોરંજન

ટ્વીન્કલ ખન્નાએ પુત્ર આરવને કર્યું ખાસ અંદાજમાં બર્થડે વિશ, લખ્યો ઈમોશનલ લેટર

અક્ષયનો દીકરો 18 વર્ષનો થયો તો માં એ લખ્યા સ્પેશિયલ શબ્દો, જુઓ

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્નાનો દીકરો આરવ 15 સપ્ટેમ્બરના રોજ 18 વર્ષનો થયો છે. ટ્વીન્કલ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીની એક તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આ ઇમોશનલ નોટ સાથે ટ્વીન્કલ ખન્નાની પાર્ટીની તસ્વીર જે શેર કરી છે તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ તસ્વીરમાં ટ્વીન્કલ, અક્ષય, આરવ અને તેની દીકરી નિતારાની સાથે-સાથે 2 યુવતીઓ નજરે આવી રહી છે.

બધાએ નકલી મૂંછ લગાવી છે. હાલ તો અક્ષય તેના પુરા પરિવાર યુકેમાં છે. અક્ષય ત્યાં તેની આગામી ફિલ્મ બેલબોટમનું શુટીંગ કરી રહ્યો છે. આ સાથે જ તેનો પુત્ર પણ ત્યાં ભણતો હોય આ ખાસ દિવસ અક્ષયે તેના દીકરા સાથે વિતાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

બર્થડે પાર્ટીની તસ્વીર શેર કરતા ટ્વિન્કલે લખ્યું હતું કે, 18માં બર્થડેની શુભકામના આરવ. હું આજે તારી માટે લખી રહી છે જે વિશે મેં પહેલા પણ કહ્યું છે. આટલા વર્ષમાં હું તારી ટીચર બની અને તું મારો. મેં તારી પાસેથી ઘણું શીખ્યું છે અને તે મારી પાસેથી શીખ્યું છે. મેં તને ગણિત અને બીજું ઘણું શીખવ્યું છે. આ સાથે જ શીખવ્યું છે કે રૂમમાંથી નીકળતી વખતે લાઈટ બંધ કરવી જોઈએ. મેં તને દયા ભાવના અને આશાવાદી શીખવ્યું છે.


આજે મને તે ક્યૂટ અને નાનો બાળક બહુ જ યાદ આવી રહ્યો છે જે તું હતો. પરંતુ આજે 18 વર્ષના આ પુરુષના રૂપ જોઈને મને ગર્વ થાય છે.

અક્ષય કુમારે હાલમાં જ શો મેન વર્સેઝ વાઇલ્ડમાં તેની પર્સનલ લાઈફને લઈને વાત કરતા જણાવ્યું હતું કે, આરવ કોઈને પણ નથી જણાવતો તે તેનો દીકરો છે. અક્ષયે વધુમાં કહ્યું હતું કે, આરવ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.