આ 8 વર્ષની છોકરી સાથે જે થયું તે જાણીને તમે પણ રડવા લાગશો…

0

એક આઠ વર્ષની નિખાલસ અને ગરીબ બાળકી એક બુક સ્ટોર પર જાય છે અને એક દસ રૂપિયાની નોટ અને એક પેન્સિલ ખરીદે છે અને પછી ત્યાં ઉભી રહીને દુકાનદારને કહે છે કે અંકલ એક કામ તમે કરશો?

દુકાનદાર અંકલ બોલ્યા કે શું કામ છે?

અંકલ તે કલર પેન્સિલનું પેકેટ કેટલાનું છે, તે મારે જોઈએ છે. ડ્રોઈંગ ટીચર મને ખુબ જ મારે છે પણ મારી પાસે એટલા પૈસા નથી અને ન તો મમ્મી-પપ્પાની પાસે પૈસા છે. હું ધીમે ધીમે કરીને પૈસાને ચૂકવી દઈશ. આટલું સાંભળતા જ દુકાનદાર ભાવુક થઇ ગયા અને કહ્યું કે બેટા કોઈ વાંધો નથી. તું આ કલર પેન્સિલનું પેકેટ લઇ જા પણ અન્ય કોઈ દુકાને જઈને આવી વાત ક્યારેય ના કરીશ, લોકો ખુબ જ ખરાબ છે, કોઈના પર ભરોસો ના કરતી. છોકરીએ કહ્યું કે કઈ વાંધો નહીં અને તમારો આભાર. હું તમને જલ્દી જ પૈસા ચૂકવી દઈશ કહીને બાળકી ત્યાંથી નીકળી જાય છે.

એવામાં શિક્ષકોને વિનંતી છે કે જો કોઈ બાળક અમુક વસ્તુ નથી લાવી શક્તા તો એ જાણવાની કોશિશ કરો કે ક્યાંય તેની ગરીબી તો તેના અડચણમાં નથી આવી રહી ને. અને બની શકે તો આવા માસુમ બાળકોના અભ્યાસને લીધે બધા શિક્ષકો મળીને આવા બાળકોની મદદ કરે. જરા વિચારો હજારો લાખો રૂપિયાના પગારમાંથી અમુક રૂપિયા કોઈના જીવનને સુધારી શકે છે. બેટી બચાઓ બેટી પઢાઓ..

Image Source

8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે.. મારે તેને માટે ચમત્કાર જોઈએ છે

8 વર્ષની એક દીકરીએ પોતાના માતા પિતાને ભાઈ વિષે વાત કરતા સાંભળ્યા. તેને માત્ર એટલું જ સમજાયું કે ભાઈ બીમાર છે અને તેમની પાસે પૈસા નથી. તેઓ એક ભાડા ના મકાન બાબતે વાત કરી રહ્યા હતા.કારણકે દવાખાના ના મોંઘા બિલ ને ચૂકવવા માટે તેમની પાસે ઘર વેચવા સિવાય કોઈ રસ્તો ન હતો.

એક અતિશય મોંઘી શસ્ત્ર-ક્રિયા જ ભાઈ ને બચાવી શકે તેમ હતી અને તે માટે કોઈ તેમને ઉછીના પૈસા આપી શકે તેમ ન હતું. પિતા એ જ્યારે તેની માતા ની અશ્રુભીની આંખો માં જોઈ ને કહ્યું કે બસ હવે તો તેણે કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. બહેન દોડી ને પોતાના ખંડ માં ગઈ અને સંતાડી રાખેલો ગલ્લો બહાર કાઢ્યો. દરેક સિક્કા અને નોટ ને ધ્યાન થી ગણવા લાગી.

Image Source

થોડા સમય પછી તે પાછલા બારણે થી બહાર નીકળી અને નજીક ની દવાની દુકાને ગઈ. તેણે એક નોટ કાઉન્ટર પર મૂકી અને દુકાનદાર ની સામે જોયું.

દુકાનદારે પૂછ્યું, “શું જોઈએ છે?”
બહેને જવાબ આપ્યો,”ચમત્કાર જોઈએ છે.” દુકાનદાર ચોક્યો અને ફરી પૂછ્યું,”શું?” બહેન બોલી,”મારા ભાઈ માટે..તે ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ છે.” દુકાનદારે દુ:ખી પણ સસ્મિત ચહેરે કહ્યું,”બેટા અમે ચમત્કાર વેચતા નથી..સોરી..” બહેન બોલી,”તેના મગજમાં કોઈ બીમારી છે..પપ્પા કહે છે કે તેણે કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. મારી પાસે પૈસા છે.જો એ પૂરતા નથી તો પણ કિંમત તો કહો હું વધારે પ્રયત્ન કરી ને લાવીશ.. ચમત્કાર ની કિંમત શું છે?” બહેન ની આંખો માં જરા સરખો ગુસ્સો વર્તાઈ રહ્યો હતો.

Image Source

દુકાનદાર પણ આ નિર્દોષ ગુસ્સો જોઈ ને સ્થિર થઇ ગયો હતો અને મનોમન જવાબ વિચારી રહ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ નો સાક્ષી હતો દુકાને આવેલો એક બીજો ગ્રાહક. તેણે આ વ્યવસ્થિત ઘર ની લાગતી છોકરી ને જોઈ અને તેની સાથે સંવાદ શરુ કરવા માટે ઘૂંટણભર બેઠો અને પૂછ્યું, ”તારા ભાઈ ને કેવો ચમત્કાર જોઈએ છે??”

બહેન ગળગળા અવાજે બોલી,”મને નથી ખબર..પણ તે ખૂબ જ બીમાર છે..મમ્મી કહે છે કે તેને શસ્ત્રક્રિયા ની જરૂર છે..પપ્પા પાસે પૂરતા પૈસા નથી એટલે હું મારી બચત લાવી છું. મારે ભાઈ ની સારવાર કાંઈ મફત માં નથી કરાવવી.”
“ભલે..તારી પાસે કેટલા રૂપિયા છે?” તે બીજા નવયુવાન ગ્રાહકે પૂછ્યું.

“તેરસો ને પંદર રૂપિયા..પણ હું વધારે માટે મહેનત કરીશ..”માંડ સાંભળી શકાય તેમ તે બોલી..

Image Source

“વાહ..શું સંયોગ છે??બસ આટલી જ કિંમત છે તે ચમત્કારની..”અને પોતે પણ હળવું હસી ને દીકરી નું સ્મિત રેલાવવા પ્રયત્ન કર્યો જે સફળ રહ્યો.

તે વ્યક્તિ એ એક હાથ માં રૂપિયા લીધા અને બીજા હાથ થી તેનો હાથ પકડ્યો અને કહ્યું,”તું ક્યાં રહે છે? મને ત્યાં લઈ જા અને તારા માતા-પિતા સાથે મને મળાવ.મારે તપાસવું તો પડશે ને કે તારા ભાઈ ને કેવા ચમત્કાર ની જરૂર પડશે?”
શહેરમાં સૌથી નાની વયે ન્યુરોલોજીન્યુરોલોજી માં સુપર-સ્પેશ્યાલિસ્ટ ની પદવી મેળવનાર ડૉ.અદ્રશ્ય તેની સાથે ચાલ્યા.તેના માતા-પિતા ને મળ્યા અને શસ્ત્રક્રિયા અંગે નિશ્ચિંત થવા સલાહ આપીને ઓછી કિંમતે શસ્ત્રક્રિયા કરવા ની સંમતિ આપી.

શસ્ત્રક્રિયા કરવા માં આવી જે સફળ રહી. શસ્ત્રક્રિયા પછી ભાઈ ઘરે આવી ગયો અને રમતો કૂદતો થઈ ગયો..પરંતુ હજી પણ દાકતર પાસે થી તેમની લેણી રકમ નું બિલ નહતું આવ્યું. દીકરી ની માતા તો આ જોઈ ને ખૂબ જ ખુશ થઇ ગઈ હતી. ડૉ.અદ્રશ્ય ની શસ્ત્રક્રિયા એક ચમત્કાર જ હતી.પરંતુ બીજી મનોમન પતિ પત્ની ચિંતિત રહેતા અને સંવાદ કરતા કે આની કિંમત શું હશે? આ સંવાદ સાંભળતી વખતે દીકરી મલકાઈ ઉઠતી. કારણકે તે જાણતી હતી કે આ ચમત્કારની કિંમત શું છે. આખરે પિતા દ્વારા ચોથી વખત ની વિનવણી પછી ડૉ.અદ્રશ્ય એ બિલ બનાવી આપ્યું.

રૂપિયા.૧,૩૧૫/- પેઈડ
સાર: શ્રદ્ધા પૂર્વક માંગેલ કોઈ ચીજ અદ્રશ્ય નથી હોતી.

Image Source

~ અદ્રશ્ય

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here