આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ –9 જાન્યુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે તમારે તમારા વધારાના ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂરત છે. પૈસાની તંગીને કારણે પરિવારમાં અમુક સમસ્યા ઉભી થશે. પરિવારમાં મનભેદ થઇ શકે છે. તમારા સંકટના સમયમાં ભાઈ બહેન અને મિત્રોનો સારો સપોર્ટ મળશે.

પગ, આંખો અને મોઢાને સંબંધિત કોઈ સમસ્યા થઇ શકે છે. પ્રેમીઓ એકબીજાને સારી રીતે મળી શકશે. જે પણ લોકો પ્રિયજનને લગ્ન પ્રસ્તાવ આપવા માંગતા હોય તેમને પોઝીટીવ જવાબ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે તેમને તેમની પરીક્ષાનું સારું પરિણામ મળશે. કપડા, ફિલ્મ, સંગીત, કળા, વાહન અને વિદેશ સાથે જોડાયેલ વ્યવસાય કરતા મિત્રોને સારો ધનલાભ થશે..
શુભ અંક : ૩
શુભ રંગ :સફેદ

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે પરિવારમાં તણાવભર્યું વાતાવરણ હશે. તમે પોતાની જાતને નકારાત્મકતાથી દૂર રાખવાનો પ્રયત્ન કરજો. તમારા જીવનસાથી અને પ્રેમીઓની લાગણી ને સમજો અને તમારા સંબંધોમાં થોડી પારદર્શકતા લાવો. આજે વેપારી મિત્રોને લાંબી અને ફાયદાકારક યાત્રા કરવાના યોગ બની રહ્યા છે. નોકરી કરતા મિત્રોએ પોતાની સુઝબુઝથી પ્રોજેક્ટમાં કામ કરી શકશે તેનાથી તમારા કામની વાહ વાહ થશે અને તમારું પ્રેમોષણ પણ થઇ શકે છે. એક્સ્ટ્રા ઇન્કમ માટે પ્લાન કરી રહેલ મિત્રોને સફળતા મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
તમારી આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત બનશે. નોકરી કરતા મિત્રો અને વેપારી મિત્રોને પોતાના કામમાંથી થોડો એક્સ્ટ્રા સમય મળશે અને તેમાં તમે નવા કામ કરવા વિષે વિચારી શકો છો અને તેનાથી તમારી ઇન્કમમાં વધારો થશે. વારસાઈ મિલકત સંબંધિત વિવાદમાં તમારી ચિંતામાં વધારો થશે. પરિણીત મિત્રો માટે આજનો દિવસ સારો છે. તમારા સંબંધમાં વિશ્વાસનો વધારો થશે. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે પણ મિત્રોનું વજન વધારે છે અને બીપી કે ડાયાબિટીસની સમસ્યા છે તેમણે વિશેષ ધ્યાન રાખવું. આજે તમને પૈસાની સમસ્યા નહિ સતાવે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ, હ (Cancer):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

5. સિંહ – મ, ટ (Lio):
પૈસા કમાવવા માટેના અનેક સ્ત્રોત તમારી સામે આવશે. તમારી ખુશીઓમાં વધારો થશે. મિત્રો સાથે મળીને ફરવા માટે જઈ શકો છો. આજસુધી ચાલી રહેલ ચિંતાનો અંત આવશે. લગ્નજીવનમાં પણ સુખ અને શાંતિ બની રહેશે. જીવનસાથી તરફથી સારો સહકાર મળશે. આજે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે જેનાથી તમે તમારું દરેક કામ બહુ જલદી અને સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટને લીધે તમારા વખાણ થશે અને તમારું અટકેલું પ્રમોશન મળી શકે તેવા યોગ છે. ભાગીદારીમાં કરેલ વેપારથી પણ ફાયદો મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર, ત (Libra):
પૈસા કમાવવા માટેની સારી તકો તમારી સામે આવશે પણ તેમાંથી તમે વિચારેલ ફાયદો મળશે નહિ. નોકરી અને વેપારને કારણે તમે પરિવારથી દૂર રહેવા જઈ શકો છો. કામમાં વ્યસ્તતાને લીધે પરિવાર અને મિત્રો સાથે વાતો પણ બહુ ઓછી થઇ શકશે જેનાથી કોઈ પ્રિયજન તમારાથી નારાજ થઇ શકે છે. વાહન ચલાવતા અને કોઈ મશીન પણ કામ કરો ત્યારે ખાસ તકેદારી રાખવી. આજે અકસ્માત થવાના યોગ છે. આજે કોઈ તમારી મદદ કરવા આગળ આવશે નહિ પણ નિરાશ થવાનું નથી તમારા પોતાનામાં વિશ્વાસ રાખો અને કામ કરતા રહો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
ફાલતું અને નાહકનો ખર્ચ વધશે. તમારે તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂરત છે. કોઈપણ જગ્યાએ મોટી રકમ રોકતા પહેલા તેના અનુભવી અને નિષ્ણાત વ્યક્તિની મદદ જરૂર લેજો, નહિ તો તમારા પૈસા ફસાઈ પણ શકે છે. સંતાનની બાબતમાં થોડી ચિંતા જણાશે. તેમની આદતો, તેમના મિત્રો તરફ તમારે ધ્યાન આપવાની જરૂરત છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ આવી શકે તેવા યોગ બની રહ્યા છે. આજે સ્વાસ્થ્ય થોડું સામાન્ય રહેશે. વાગવું કે પછી અકસ્માત થઇ સહકે છે. નવું ઘર કે જમીન લેવાના મૌકા આજે મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
કોઈપણ સાથે પૈસાની લેવડ દેવડમાં ખાસ તકેદારી રાખજો. આજે તમારો કોઈ બહુ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. પારિવારિક જીવન તમને આજે નીરસ લાગશે. પરિવારમાં આજે કોઈની તબિયત ખરાબ થઇ શકે છે. આજે તમને કામ કરવામાં એક અનોખી ઉર્જાની અનુભૂતિ થશે તમે વિચારેલ દરેક કામ સારી રીતે પૂર્ણ કરી શકશો. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. માનસિક ચિંતામાં વધારો થશે અને આજે અનિન્દ્રાની સમસ્યા સર્જાઈ શકે છે. પૈસા કમાવવા માટે આજે તમારે વધારે મહેનત કરવી પડશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

10. મકર – જ, ખ (Capricorn):
આર્થિક પરીસ્થિતિથી તમે આજે સંતુષ્ટ હશો. આજે એક્સ્ટ્રા ઇન્કમ વધારવાના યોગ બની રહ્યા છે. આજે તમને ખાસ વાતમાં અને ખાસ બાબતમાં તમારા સંતાન તરફથી તમને સહયોગ મળશે. આજે તમારા સમાજમાં તમારી નામના થશે અને લોકો તમને વધુ સારી રીતે ઓળખતા થશે. જો કોઈ સંબંધી સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે તો તેનો અંત થશે અને તેઓ સામેથી તમને બોલાવવા આવશે. વાતાવરણમાં બદલાવને કારણે એલર્જી થઇ શકે છે તો તકેદારી રાખજો. કાનુન અને સમાચાર વિભાગ સાથે જોડાયેલ વિદ્યાર્થી માટે થોડી મુશ્કેલી થઇ શકે છે. સોના ચાંદીના દાગીના ખરીદવા માટે સારો સમય.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
વધુ પૈસા કમાવવા માટેના તમને વધુ સારા મૌકા મળશે, પણ તમે વિચાર્યો હશે એટલો ફાયદો તમે તેમાંથી નહિ મેળવી શકો. તમારું મન વિચલિત થઇ શકે છે. કામ કરવામાં આજે તમને કોઈ મદદ કરશે નહિ. આજે તમે ધારેલ કામ પૂર્ણ નહિ થઇ શકે. આજે તમારા જીવનસાથીનો મુડ સારો હશે આજે તમારા મનની વાત તેઓ સારી રીતે સમજી શકશે. આજે માનસિક અને શારીરિક થાક અનુભવશો. આજે ખાવા પીવામાં પણ તકેદારી રાખવાની છે નહિ તો પેટની સમસ્યા થઇ શકે છે. પૈસાની સમસ્યા પહેલા કરતા ઓછી જણાશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે કામનો વધારો થશે તો કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમારે દરેક કામ તમારી આગવી સૂઝબૂઝથી પાર પડવાના છે. તમારી કામ કરવાની આવડતથી અમુક લોકોને તમારી ઈર્ષા આવશે. આજે જો કોઈને પૈસા આપવાનું વિચારી રહ્યા છો તો જે તે વ્યક્તિ કેવા કામ માટે એ પૈસાનો ઉપયોગ કરશે એ પણ જાણી લેજો. આજનો દિવસ તમને તમારા જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળી શકે છે આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.