આજે મોટાભાગના લોકો પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. ખાસ કરીને યુવા વર્ગ પોતાની ફિટનેસને લઈને ખુબ જ કાળજી રાખતા જોવા મળે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક દાદીનો વર્કઆઉટ કરતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને યુવાનો પણ શરમમાં મુકાઈ જાય છે.
View this post on Instagram
વધતી ઉંમર શરીરમાં કમજોરી લઇ આવે છે. ત્યારે ઘડપણમાં ઘરડા વ્યક્તિને લાકડીનો સહારો જોઈતો હોય છે. પરંતુ વાયરલ વિડીયોની અંદર 82 વર્ષના દાદી વેઇટ લિફ્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. તે નવ યુવાનોને પણ ભારે ટક્કર આપતા જોવા મળે છે.
View this post on Instagram
વિડીયોને શેર કરનાર વ્યક્તિએ લખ્યું છે કે: “આમારા દાદી છે અને હા, તેમને વજન ઉઠાવવામાં કોઈ તકલીફ નથી. સૌથી મોટી વાત દાદી ઘરે આવવા વાળા સામે વર્કઆઉટ કરી અને તેમને હેરાન કરી દે છે. અને હા, એ વાત પણ નક્કી છે કે સિનિયર સીટીઝન પણ સુરક્ષિત રીતે વજન ઉઠાવી શકે છે. ફક્ત ટ્રેનર હોવો જોઈએ. કેમ ?”
View this post on Instagram
આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા લોકો દાદી પાસે પ્રેરણા પણ લઇ રહ્યા છે. ઘણા લોકો તેમને ફિટનેસ ફિક્ર દાદી પણ જણાવી રહ્યા છે.
What’s your excuse? pic.twitter.com/GoR1s3HXn0#MondayMotivation
— Harsh Mariwala (@hcmariwala) October 19, 2020