ખબર

ગુજરાતના આ શહેરમાં હવે જવું પડશે ભારે, 7 દિવસ સુધી રહેવું પડશે હોમ ક્વોરેન્ટાઇન

દુનિયાભરમાં કોરોનાના કેસોમાં રોજ ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે તો ભારતમાં પણ હવે કોરોનાના મામલાઓમાં તોતીંગો વધારો થયો છે અને વિશ્વમાં બીજા નંબર ઉપર પણ પહોંચી ગયું છે. ત્યારે દેશના અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરો કોરોનાના વધતા પ્રવાહને રોકવા માટેના યોગ્ય પગલાં લઈ રહ્યું છે.

Image Source

ગઈકાલે અમદાવાદમાં રાત્રે 10 પછી ખાણીપીણીની દુકાનો બંધ કરાવવાનો હુકમ  જાહેર કરવામાં આવ્યો હતો, આજે ગુજરાતના જ બીજા એક શહેરમાં બહારથી આવનારા લોકો માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે.

Image Source

ગુજરાતના સુરત શહેરમાં  છેલ્લા કેટલાય સમયથી કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તેને રોકવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે તંત્ર દ્વારા સુરતની અંદર બહારથી આવતા લોકો માટે એક રણનીતિ તૈયાર કરી છે.

Image Source

શહેરની અંદર બહારથી આવતા લોકોને ઘરની અંદર હવે 7 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે જે માટે તંત્ર દ્વારા ઘરની બહાર પીળા રંગના સ્ટીકર લગાવવામાં આવશે.

Image Source

સુરતના લીંબાયત અને કતારગામ વિસ્તારમાં બહારથી આવનારા લોકોનું પ્રમાણ વધ્યું છે જેના કારણે સંક્રમણના મામલાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા 7 દિવસ સુધી બહારથી આવનારા વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.