દેશભરમાં લાગેલા લોકડાઉનના કારણે બધું જ બંધ છે. ત્યારે ધ્રાગંધ્રાની જેકલમાંથી 5 કેદીઓ ફરાર થવાની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. ગઈકાલે મોડી રાત્રે ધ્રાગંધ્રાની સબ જેલમાંથી 5 કેદીઓ ફરાર થઇ ગયા હતા. જેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદીઓ જેલની છત તોડી અને મોડી રાત્રે ફરાર થઇ જતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. જિલ્લાની SOG, LCB અને ધ્રાગંધ્રા જિલ્લા પોલીસ સહિતનો સ્ટાફ આ આરોપીઓની શોધખોળમાં લાગી ગયો છે.

આ ઘટનાની જાણ ત્યારે થઇ જયારે આજે સવારે ધ્રાગંધ્રા સબ જેલમાં જૂની જેલના કેદીઓએ થાળી ખખડાવી અને હોબાળો મચાવ્યો હતો, ત્યારે જેલનો સ્ટાફ ત્યાં દોડી આવતા બેરેક નંબર 6ના કેદીઓએ જણાવ્યું હતું કે બેરેક નંબર 3માં રહેલા કેદીઓ પ્લાસ્ટિકની છત તોડીને ફરાર થઇ ગયા છે.

ફરાર થનાર કેદીઓમાં હત્યાના ગુનાના ચાર આરોપીઓ જે સગાભાઈ હતા અને ચીરીને ગુન્હાનો એક આરોપી પ્લાસ્ટિકની છત તોડી અને ધાબા ઉપરથી ચાદર બાંધીને નીચે ઉતરી જઈ ભાગી ગયા હતા. દીવાલ ઉપર કેટલાક નિશાન પણ મળી આવ્યા છે. એક આરોપી ભાગવા જતા નીચે પડી ગયો હતીઓ અને અવાજ પણ આવ્યો હતો જેના કારણે જેલના બીજા કેદીઓને પણ ખબર પડી ગઈ હતી અને પછી તેમને થાળી વગાડી હોબાળો મચાવતા જેલના સ્ટાફને પણ ખબર પડી હતી. પોલીસ હવે તેમની શોધખોળમાં લાગેલી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.