ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર હત્યાના ચકચારી કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં અંગત અદાવત કારણ હોય છે તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ… ઘણીવાર હત્યાના કિસ્સાઓમાં બળાત્કાર કે દુષ્કર્મ પણ કારણ હોય છે. ત્યારે હાલ હત્યાનો ખૂબ જ ચકચારી અને સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી નાખવામાં આવી છે.

આમાં દંપતી, તેમની પુત્રવધૂ અને 2 વર્ષની પૌત્રીનો સમાવેશ થાય છે. તમામ પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હત્યારાઓએ દુષ્કર્મને અંજામ આપ્યા બાદ ઘરના એક રૂમમાં આગ ચાંપી દીધી હતી. ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈને આ ઘટના પ્રકાશમાં આવી હતી. મૃતકોમાં રામ કુમાર યાદવ, પત્ની કુસુમ દેવી, પુત્રી મનીષા, પુત્રવધૂ સવિતા અને પૌત્રી મીનાક્ષીનો સમાવેશ થાય છે.

જ્યારે અન્ય એક પૌત્રી સાક્ષી કે જે 5 વર્ષની છે તે જીવિત મળી આવી છે. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે કંઈ જાણવા મળ્યું નથી. હાલ ડીએમ અને એસએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસમાં લાગેલા છે, તેમના કહેવા પ્રમાણે માથામાં લાકડીઓ વડે હત્યા કરવામાં આવી છે. બાળકી પર બળાત્કારની શક્યતા અંગે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર ઘટના સ્પષ્ટ થશે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાંથી આ ઘાતકી હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. તમામ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. આ ઘટના પ્રયાગરાજના થરવાઈના ખૈવજપુર ગામની છે.