5 ઓક્ટોબર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે ખાવા પીવાની બાબતમાં તમારે ઘણી કેર કરવાની જરૂરત છે. વધારે પડતું તીખું અને તળેલું ખાવાનું ઇગ્નોર કરો. સંબંધોના વહેણમાં એટલા પણ ના વહી જશો કે ત્યાંથી પાછું આવવું મુશ્કેલ થઇ જાય. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. દિવસનો અંત પરિવાર સાથે વિતાવો. મગજ પર વધુ દબાણને કારણે તમને માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. આજે ઓફીસના કામમાંથી થોડો સમય બાળકોને પણ આપો, તેમને શાળાના પ્રોજેક્ટ માટે તમારી મદદ મળી શકે છે. આજે તમે વિચાર્યું પણ નહિ હોય એવા વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. જુના મિત્રો સાથે મુલાકાત કરીને તમે તમારા આખા દિવસનો થાક ભૂલી જશો. આજે વધારે પડતો ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : કાળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે ધાર્મિક પ્રસંગ તરફ જુકાવ વધારે હશે, મનની શાંતિ માટે આજે પરિવાર સાથે મંદિરની મુલાકાત જરૂર લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સપોર્ટ મળશે જેનાથી તમે તમારી દરેક મુશ્કેલીઓ સુલઝાવી શકશો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખજો. આજે ઘરે રહીને કામ કરતા લોકો માટે ફાયદાકારક દિવસ છે. વેપારી મિત્રોને આજે ભાગીદારીમાં સારો ફાયદો મળશે. જો તમે એકલા વેપાર કરવા માટે વિચારી રહ્યા છો તો આજે સારો દિવસ છે. વિદ્યાર્થી મિત્રો માટે આજે થોડી મુસીબત આવશે, મિત્રોની મદદથી તમને સરળ રસ્તો મળશે. માતા પિતાને આજે તમારા સાથની જરૂરત છે. તમારી સમજદારીથી ઘરમાં શાંતિ બની રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
જો તમે સમય સાથે ચાલવા માંગો છો તો જેમ સમયમાં પરિવર્તન આવે એમ તમારા જીવનમાં પણ પરિવર્તન લાવો જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થશે. પૈસા બનાવવા માટે જો કોઈ સારો પ્રોજેક્ટ હાથમાં આવે છે તો તેને પુરતી ચકાસણી કરીને લાંબા ગાળા માટે રોકાણ કરો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો નહિ. આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મલકાત લો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી
5. સિંહ – મ,ટ (Lio):
આજે વધારે પડતો શ્રમ કરવાનું ટાળો વધારે વજન ઉચકવા વાળા કામ કરવાનું ટાળો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો
7. તુલા – ર,ત (Libra):
આજે તમારા જુના મિત્રો તરફથી તમને સપોર્ટ મળશે જેનાથી તમે આજે તમારી આવકમાં વધારો કરી શકશો. પ્રેમીઓનો ખર્ચ આજે વધી શકે છે.. જીવનસાથી તરફથી આજે તમને ભેટ મળી શકશે, આજનો દિવસ પરિણીત મિત્રો માટે મહત્વનો રહેશે. સંતાન સંબંધિત કોઈ નિણર્ય લેવાનો રહેશે. પ્રોપર્ટીના કામ સાથે જોડાયેલ મિત્રોને આજે રોજ કરતા વધુ મહેનત રહેશે પણ તેનાથી ભવિષ્યમાં તમને નાણાકીય લાભ મળશે. આજે માનસિક શાંતિ અને ખુશી પ્રાપ્ત થશે. પરિવારમાં સારા પ્રસંગ બનવાના દિવસો હવે આવશે. નોકરી કરતા મિત્રોને આજે સારી ઓફર આવશે. જે વિદ્યાર્થી મિત્રો ભણવા માટે વિદેશ જવા માંગે છે તેમની માટે સારા સમાચાર આવશે. પરીક્ષાનું રીઝલ્ટ પોઝીટીવ આવવાથી પરિવારમાં બધા ખુશ હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
તબિયતની કાળજી રાખો છો એ સારી વાત છે પણ સતત તેની ચિંતા કરવી નહિ. તમારા કોઈ જુના મિત્રોને કોન્ટેક્ટ કરો અને તેમની સાથે વાત કરીને હળવા થઇ જાવ. જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ
10. મકર – જ, ખ (Capricorn):
પરિવાર અને મિત્રોના સહકારથી આજે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
એક્સ્ટ્રા ઇન્કામ માટેના સોર્સ મળશે પણ કોઈપણ જાણકારી કે અનુભવ વગર ઉતાવળે કોઈપણ કામ કરવું નહિ. આજે અમુક મિત્રો તમને ગેરમાર્ગે કે પછી શોર્ટકટ અપનાવવા માટે કહેશે પણ તમારે આજે તમારી સમજદારીથી કામ કરવાનું છે. આજે પરણિત મિત્રોના જીવનની સમસ્યા દૂર થઇ જશે. તમારા જીવનસાથી સાથે આજે વાત કરતા તકેદારી રાખવી. ગુસ્સો કરતા વ્યક્તિઓએ પોતાના સ્વભાવમાં થોડી નરમાશ લાવવાની જરૂરત છે. સોફ્ટવેર અને ટેકનોલોજી સાથે જોડાયેલ મિત્રોને ફાયદો થશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. જમીન અને મકાન લે વેચ માં તકેદારી રાખવી.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબુત થશે. પૈસાની કમીના કારણે અટકી ગયેલા દરેક કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે. વેપારી મિત્રોને પોતાના બિઝનેસ માટે કરેલ લોનની અરજી સ્વીકાર થશે અને તેમારો બિઝનેસ વધારી શકશો. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. શરીર ક્યાંક દુખાવો થતો હોય તો તેલ માલીશ દ્વારા તેમાંથી રાહત મેળવી શકશો. પ્રેમી માટે આજે સારો દિવસ છે સાંજના સમયે પ્રેમી યુગલ કોઈ મુસાફરી પર જઈ શકે છે. આજે પારિવારિક જીવન ખુશીથી ભરપુર હશે. નજીકના કોઈ સંબધીના ત્યાંથી કોઈ સારા પ્રસંગના સમાચાર મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.
સ્વાસ્થ્ય – આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.
નોકરી-ધંધો – જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે. જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.
કૌટુંબિક-પારિવારિક – તમારા અને પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here