આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 5 નવેમ્બર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
સરકારી સ્કીમમાં પૈસા રોકી શકો છો ભવિષ્યમાં તમને સારો ફાયદો મળશે. વાહન ચલાવતા તકેદારી રાખજો આજે ચલણ મળશે અથવા તો અધિકારી તમને રોકી શકે છે. આજે સમાજમાં તમારી નામના થશે. તમારા જીવનસાથી સાથે આજે તમે ધાર્મિક વિધિમાં ભાગ લઇ શકશો. વેપારને વધારે વિસ્તારવા માટે જો તમે લોન લેવાના પ્રયત્નમાં છો તો તમને લોન મળશે. નોકરી અને બિઝનેસને કારણે પરિવારથી દૂર જવાનું થશે. આજે કોઈ કામના કારણે તમને માનસિક ચિંતા રહેશે જેના કારણે માથાનો દુખાવો થશે. નોકરી કરતા મિત્રોને પગાર વધારો અને પ્રમોશનના ચાન્સ છે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખો. બહારનું ખુલ્લું ખાવાનું આજે ખાતા પહેલા વિચારજો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારે તમારા વધારાના ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂરત છે. પૈસાની તંગીને કારણે પરિવારમાં અમુક સમસ્યા ઉભી થશે. પરિવારમાં મનભેદ થઇ શકે છે. તમારા સંકટના સમયમાં ભાઈ બહેન અને મિત્રોનો સારો સપોર્ટ મળશે. પગ, આંખો અને મોઢાને સંબંધિત કોઈ સમસ્યા થઇ શકે છે. પ્રેમીઓ એકબીજાને સારી રીતે મળી શકશે. જે પણ લોકો પ્રિયજનને લગ્ન પ્રસ્તાવ આપવા માંગતા હોય તેમને પોઝીટીવ જવાબ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે તેમને તેમની પરીક્ષાનું સારું પરિણામ મળશે. કપડા, ફિલ્મ, સંગીત, કળા, વાહન અને વિદેશ સાથે જોડાયેલ વ્યવસાય કરતા મિત્રોને સારો ધનલાભ થશે..
શુભ અંક : ૩
શુભ રંગ :સફેદ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજના દિવસે તમારે તમારા મિત્રશત્રુ થી સંભાળવાનું છે. આજે કોઈપણ લોભામણી સ્કીમમાં પડશો નહિ તો તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટ કે કામને લઈને ઘણા સલાહ અને સૂચનો મળશે હવે તેને માનવી કે ના માનવી એ તમારા પર આધાર રાખે છે. આજે જુના મિત્રોને લઈને તમારી સાંજ બની જશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer):
પૈસા કમાવવા માટેના અનેક સ્ત્રોત તમારી સામે આવશે. તમારી ખુશીઓમાં વધારો થશે. મિત્રો સાથે મળીને ફરવા માટે જઈ શકો છો. આજસુધી ચાલી રહેલ ચિંતાનો અંત આવશે. લગ્નજીવનમાં પણ સુખ અને શાંતિ બની રહેશે. જીવનસાથી તરફથી સારો સહકાર મળશે. આજે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે જેનાથી તમે તમારું દરેક કામ બહુ જલદી અને સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટને લીધે તમારા વખાણ થશે અને તમારું અટકેલું પ્રમોશન મળી શકે તેવા યોગ છે. ભાગીદારીમાં કરેલ વેપારથી પણ ફાયદો મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

5. સિંહ – મ,ટ (Lio):
બિઝનેસમાં રોકેલા પૈસાથી હવે ફાયદો મળતો જણાશે. લોટરીથી પણ આજે સારા પૈસા મળશે. શેર માર્કેટમાં પૈસા રોકવાથી પણ ફાયદો મળશે. આજે તમારા માતાની તબિયત સાચવવી જોઇશે. મિત્રો અને ભાઈ બહેન તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમીઓ માટે આજે બહાર ફરવા જવાનો મૌકો છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને કામ કરવામાં સારી ઊર્જા મળશે. આજે ઓફિસમાં તમારા દ્વારા કરવામાં આવેલ કામથી તમારા ઉપરી અધિકારી ઘણા ખુશ હશે. વિદ્યાર્થી મિત્રોનું આજે ભણવામાં મન લાગશે નહિ. આજે તમારા નસીબનો તમને સારો સાથ મળશે. આજે વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા સાવચેતી રાખવી. શેર માર્કેટમાંથી સારા પૈસા બનાવી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
પૈસા કમાવવા માટેની સારી તકો તમારી સામે આવશે પણ તેમાંથી તમે વિચારેલ ફાયદો મળશે નહિ. નોકરી અને વેપારને કારણે તમે પરિવારથી દૂર રહેવા જઈ શકો છો. કામમાં વ્યસ્તતાને લીધે પરિવાર અને મિત્રો સાથે વાતો પણ બહુ ઓછી થઇ શકશે જેનાથી કોઈ પ્રિયજન તમારાથી નારાજ થઇ શકે છે. વાહન ચલાવતા અને કોઈ મશીન પણ કામ કરો ત્યારે ખાસ તકેદારી રાખવી. આજે અકસ્માત થવાના યોગ છે. આજે કોઈ તમારી મદદ કરવા આગળ આવશે નહિ પણ નિરાશ થવાનું નથી તમારા પોતાનામાં વિશ્વાસ રાખો અને કામ કરતા રહો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):
આજે દિવસની શરૂઆત તો તમારી ખૂબ સુંદર રહેશે પણ જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તમારું સ્વાસ્થ્ય બગડતું જશે. આજે ખાવા પીવામાં થોડી કાળજી રાખો. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. તમારે આજે થોડી મહેનત કરવી પડશે પણ એ મહેનતનું ફળ તમને યોગ્ય સમયે યોગ્ય રીતે મળી રહેશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે. આજે કોઈપણ અજાણ્યા રોકાણના પ્લાનમાં ભાગ લેવાનું ટાળો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
વધારાના પૈસા કમાવવામાં તમે સફળ થશો. ઉધાર આપવામાં ખાસ તકેદારી રાખજો. કોઈની પણ વાતમાં આવીને અને લલચાવનારી સ્કીમમાં પૈસા રોકવા નહિ. આજે અમુક વધારાના અને મોટા કામ પુરા કરવા માટે તમે સમય કાઢી શકશો. તમારી આપેલ સલાહ થી તમારા મિત્રો અને સંબંધીઓને ફાયદો જરૂર થશે. પ્રેમ સંબંધમાં અને લગ્નજીવનમાં મજબૂતી વધશે. આજે દાઝી જવાના યોગ બની રહ્યા છે તો કોઈપણ કામ કરો ત્યારે ખાસ તકેદારી રાખજો. આજે ઘણા સમય પહેલા કોઈને આપેલ ઉધાર પૈસા પરત આવશે અને ધનલાભ થશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે અફવાઓથી દૂર રહેવું સમાચારની કે વાતની પુરતી ખાતરી ના કરો ત્યાં સુધી કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહિ. આજે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આવે તો આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ પૈસા ડૂબવાના ચાન્સ વધુ છે. આજે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે તો કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થશો નહિ. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):
વધુ પૈસા કમાવવા માટેના તમને વધુ સારા મૌકા મળશે, પણ તમે વિચાર્યો હશે એટલો ફાયદો તમે તેમાંથી નહિ મેળવી શકો. તમારું મન વિચલિત થઇ શકે છે. કામ કરવામાં આજે તમને કોઈ મદદ કરશે નહિ. આજે તમે ધારેલ કામ પૂર્ણ નહિ થઇ શકે. આજે તમારા જીવનસાથીનો મુડ સારો હશે આજે તમારા મનની વાત તેઓ સારી રીતે સમજી શકશે. આજે માનસિક અને શારીરિક થાક અનુભવશો. આજે ખાવા પીવામાં પણ તકેદારી રાખવાની છે નહિ તો પેટની સમસ્યા થઇ શકે છે. પૈસાની સમસ્યા પહેલા કરતા ઓછી જણાશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
લાંબા ગાળાના રોકાણ માટે આજે સારો દિવસ છે તમે ઈચ્છો તો સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો. અનુભવી અને તમારા ઉપરી અધિકારને તમારા કોઈપણ મહત્વના નિર્ણયમાં સાથે રાખજો. તમારા પરિવાર તરફથી આજે તમને એક ઉત્સાહજનક સરપ્રાઈઝ મળશે જે તમને તમારી સફળતા સુધી પહોચવામાં મદદ કરશે. આજે તમને ના ગમતા વ્યક્તિઓ પણ તમારી આસપાસ હશે જેના લીધે તમને થોડો માનસિક ત્રાસ લાગશે. નોકરિયાત મિત્રો માટે આજનો દિવસ બહુ સારો છે. તમે પહેલા કરેલા ઈમાનદાર કામથી આજે તમને ઘણો ફાયદો થશે. આજનો દિવસ બની શકે એટલી શાંતિ રાખીને પસાર કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
પૈસા કમાવવા અને બચત કરવા માટે તમે વધુ મહેનત કરી શકશો અને તેમાં તમને સફળતા મળશે. પરિવારના ભવિષ્ય માટે કોઈ પોલીસી કે બીજી કોઈ સ્કીમમાં પૈસા રોકી શકશો. આજે તમારા ઓળખીતા અને તમારા મિત્રો તમારી સલાહ લેવા માટે આવશે. તમારા જીવનસાથી સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજનો દિવસ દરરોજ કરતા સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે. નોકરી કરતા મિત્રોને આજે સહકર્મી અને ઉચ્ચ અધિકારીઓની મદદ મળશે. શેર માર્કેટમાંથી સારા પૈસા કમાઈ શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.