ખબર

કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનમાં 5 કરોડ થયા બેરોજગાર, આવતા સમયમાં હાલત ખરાબ થવાની સંભાવના

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને તેના કારણે જ અર્થવ્યવસ્થા ઉપર પણ અસર પાડવાની શરૂ થઇ ગઈ છે, અર્થવ્યવસ્થા ઉપર પડવા વાળી અસરના શરૂઆતના આંકડા જ ડરાવી દે તે પ્રકારના છે. આ આંકડાઓ પ્રમાણે જ નક્કી કરી શકાય છે કે શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના કારણે બેરોજગારીનો દર વધીને 30.9 ટકા જેટલો થઇ ગયો છે. જયારે સમગ્ર બેરોજગારીનો દર પણ 23.4 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવે છે.

Image Source

સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમીના સાપ્તાહિક સર્વેના આંકડાઓ ઉપર નજર કરીએ તો માધ્ય માર્ચમાં 8.4 ટકા રહેવાવાળી બેરોજગારી દર 5 એપ્રિલ સુધી 23 ટકા વધી ગઈ છે.

Image Source

પૂર્વ ચીફ સ્ટેટિસ્ટિક પ્રણવ સેન મુજબ એક અંદાજિત કેલ્ક્યુલેશનના આધારે લૉકડાઉનના બે સપ્તાહમાં આશરે 5 કરોડ લોકો બેરોજગાર થયા છે. લૉકડાઉનને કારણે મોટા ભાગના લોકો તેમના ઘેર જતાં રહ્યા હોવાથી આવનારા થોડા મહિનામાં બેરોજગારી દર હજુ વધવાની સંભાવના છે.

Image Source

લોકડાઉનના કારણે દેશભરમાં વેપાર ધંધા ઠપ છે ત્યારે સમગ્ર દેશમાં આ મહામારીના કારણે સર્જાતી મુશ્કેલીમાં આ બેરોજગારીના આંકડાઓ પણ ખુબ જ મોટી ચિંતાનો વિષય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.