આજે જ આપણે સાંભળ્યું હકે અર્જુન રામપાલ અને તેની પત્ની મેહર જેસિયાએ તેના 21 વર્ષના લગ્ન જીવનનો અંત લાવીદીધો હતો. બાંદ્રા ફેમિલી કોર્ટે બન્નેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી. બન્ને વચ્ચે મનમેળના હોવાને કારણે બન્નાએ અલગ થવાનું નક્કી કર્યું હતું. અર્જુન રામપાલ અને મહેર જેસિયા સિવાય ઘણા એવા બોલીવુડમાં કપલ છે જેણે લગ્નના ઘણા વર્ષ બાદ અલગ થઇ ચુક્યા છે.
આવો જાણીએ તે બોલીવુડના કપલ વિષે.
અર્જુન રામપાલ અને મેહર જેસિયા
અર્જુન રામપાલ અને મેહર જેસિયાએ 1998માં લગ્ન કર્યા હતા.બન્નેના લગ્ન જીવન દરમિયાન બે પુત્રી પણ છે. પરંતુ બન્ને વચ્ચે મનમેળના થતા 30 એપ્રિલ 2019ના નરોજ છૂટાછેડાની અરજી કરી હતી. છૂટાછેડાની અરજી કર્યા બાદ બન્ને અલગ રહેતા હતા. અર્જુન કપૂર મેહરથી અલગ થયા બાદઅર્જુન તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે લિવ-ઈનમાં રહે છે. થોડા સમય પહેલા ગેબ્રિએલાએ પુત્રને જન્મ આપ્યો હતો.
મલાઈકા અરોરા-અરબાઝ ખાન

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને લગ્નના 18 વર્ષ બાદ અલગ થવાનો ફેંસલો લીધો હતો. મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા. બન્ને 2017માં અલગ થઇ ગયા હતા. અરબાઝથી અલગ થયા બાદ તેનો પુત્ર અરહાન મલાઈકા સાથે જ રહે છે. અરહાન ઘણી વાર તેના પિતા સાથે જોવા મળે છે. મલાઈકા અરબાઝથી અલગ થયા બાદ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે તો અરબાઝ ખાન જોર્જિયાને ડેટ કરી રહ્યો છે.
દિયા મિર્ઝા અને સાહિલ સંગા
દિયા મિર્ઝા અને સાહિલ સાંગાએ 11 વર્ષ રિલેશનશિપ અને પાંચ વર્ષના લગ્નજીવન બાદ અલગ થવાનો ફેંસલો લીધો હતો. દિયા મિર્ઝા અને સાહિલ સાંગાએ 2014માં લગ્ન કર્યા હતા. બન્ને થોડા સમય પહેલા જ અલગ થયા હતા. દિયાએ અલગ થવાની જાણકરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી હતી. દિયાએ આ પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી હતી. આ એલાન કરતા પહેલા બંને રોમેન્ટિક હોલીડે પર ગયા હતા.
ફરહાન અખ્તર અને અધુના
ફરહાન અખ્તર અને આધુનના લગ્ન 2000માં થયા હતા. લગ્નના 16 વર્ષ બાદ ફરહાન અખ્તર અને અધુના 2017માં અલગ થઇ ગયા હતા. બન્ને વચ્ચે મતભેદના કારણે બન્નેએ એકબીજાથી અલગ થવાનો ફેંસલો લીધો હતો. ફરહાન અને અધુનાને 2 પુત્રીઓ પણ છે શાક્યા અને અકીરા. બન્ને અલગ થયા બાદ બન્ને પુત્રીએ અધુના પાસે રહી છે. ફરહાન ઈચ્છે ત્યારે બન્ને પુત્રીઓને મળી શકે છે.
કરિશ્મા કપૂર- સંજય કપૂર

કરિશ્મા કપૂરે 2003માં દિલ્લીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. કરિશ્માએ તેના લગ્નના 11 વર્ષ બાદ સંજય કપૂરથી અલગ થઇ હતી. હાલ કરિશ્મા એકલી જ બન્ને બાળકો સમાયરા અને કિયાનને ઉછેરી રહી છે. કરિશ્માથી અલગ થયા બાદ સંજય કપૂરે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા હતા. કરિશ્મા કપૂર સંજય કપૂરથી અલગ થયા બાદ સંદીપ તોશનીવાલને ડેટ કરી રહી છે.
સૈફઅલી ખાન -અમૃતા સિંહ

સૈફ અલી ખાન 1991માં તેનાથી 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેએ મુસ્લિમ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઘણા વિવાદો બાદ બંનેના પરિવારજનોએ સ્વીકાર્યા હતા. લગ્ન બાદ અમૃતા સિંહ બૉલીવુડથી દૂર થઇ ગઈ હતી. 2004માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહે તલાક લઇ લીધા હતા. બંનેને 2 બાળકો પણ છે. અમૃતાથી અલગ થયા બાદ સૈફે કરીના કપૂર ખાન સાથે લગ્ન કરી લીધા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.