આપણા દેશની સંસ્કૃતિ વિશ્વવિખ્યાત છે. આપણા દેશનો પહેરવેશ, સભ્યતા, નીતિ નિયમો બીજા દેશોની સરખામણીમાં ઘણા જ જુદા છે અને આ નિયમો, આ પરંપરાઓ અને કેટલીક વિચારધારા જ આપણા દેશની સંસ્કૃતિનું ઘડતર કરે છે.

આપણા દેશની સ્ત્રીઓની સુંદરતા અને પહેરવેશ ના વખાણ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. સ્ત્રીને શણગાર માટે આપણે સોળ શણગાર પણ નક્કી કર્યા છે અને એમાંનો એક શણગાર કપાળમાં લગાવવામાં આવતો ચાંદલો પણ માનવામાં આવે છે. આપણે આપણા જ ઘરમાં આપણની માતા-બહેન કે દીકરીને ચાંદલો લગાવેલો જોઈએ છે અને તેના જ કારણે તેની સુંદરતા વધુ નીખરતી હોય એમ પણ આપણે જોયું હશે. પરંતુ ચાંદલો લગાવવા પાછળના ચોક્કસ કારણો આપણને કદાચ ખબર નહિ હોય. શાસ્ત્રોની અંદર પણ સુંદરતા સિવાય પણ ચાંદલો લગાવવાના કેટલાક કારણો બતાવવામાં આવ્યા છે.

- સોળ શણગારમાં એક ચાંદલો:
શાસ્ત્રમાં ચાંદલાનું મહત્વ સોળ શણગારમાં એક માનવામાં આવ્યું છે. લગ્ન પહેલા પણ છોકરીઓ માત્ર સુંદરતાને વધારવા માટે જ માથાની અંદર ચાંદલો લગાવે છે. અલગ અલગ પ્રકારના ચાંદલા લગાવી છોકરીઓ પોતાની સુંદરતા અને શણગારમાં વધારો કરતી હોય છે. લગ્ન થયેલી સ્ત્રીઓ પણ ચાંદલા દ્વારા જ પોતાની સુંદરતામાં વધારો કરે છે. - સુહાગનું પ્રતીક છે ચાંદલો:
લગ્ન પહેલા યુવતીઓ જયારે માત્ર શોખ અને સારા દેખાવવા માટે ચાંદલો લગાવે છે ત્યારે લગ્ન બાદ સ્ત્રીઓ માટે ચાંદલો લગાવવો અનિવાર્ય બની જાય છે. કારણ કે ચાંદલો એક સ્ત્રી માટે તેના સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. મોટાભાગે આપણે પરણિત સ્ત્રીઓને હંમેશા ચાંદલો લગાવેલી જ જોઈએ છીએ. લગ્ન બાદ સ્ત્રીઓ મોટાભાગે ચાંદલો લગાવે છે. - ચાંદલાનો સંબંધ સીધો મન સાથે:
યોગ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો ચાંદલાનો સીધો સંબંધ આપણા મન સાથે જોડાયેલો હોય છે. જ્યાં ચાંદલો લગાવવામાં આવે છે ત્યાંજ આપણા આજ્ઞાચક્ર રહેલા છે. આ ચક્ર આપણા મનને નિયંત્રણમાં રાખે છે. જયારે પણ આપણે ધ્યાન લગાવીએ છીએ ત્યારે ધ્યાન એ જગ્યા ઉપર જ કેન્દ્રિત થાય છે. મનને એકાગ્ર રાખવા માટે આજ્ઞાચક્રને દબાણ આપવામાં આવે છે અને આજ સ્થાન ઉપર યુવતીઓ તેમજ સ્ત્રીઓ ચાંદલો લગાવે છે. - ચંચળ મનને રાખે છે કાબુમાં:
એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓનું મન ખુબ જ ચંચળ હોય છે. સ્ત્રીનું મન બદલતા ક્ષણભરની પણ વાર નથી લાગતી. સ્ત્રી એક જ ક્ષણે ઘણાબધા વિચારો પણ એકસાથે જ કરતી હોય છે. જેના કારણે સ્ત્રીના મનને કાબુમાં કરવા માટે પણ ચાંદલો ખુબ જ મહત્વનો છે. ચાંદલો સ્ત્રીના મનને નિયંત્રણમાં અને કાબુમાં રાખે છે. તેમજ શાંત પણ રાખે છે. - સ્ત્રીના સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી:
ઋષિ મીનુઓ દ્વારા ચાંદલો લગાવવા માટેની પણ એક નિશ્ચિત જગ્યા નક્કી કરવામાં આવી હતી અને દરેક સ્ત્રી આજે પણ એજ જગ્યા ઉપર ચાંદલો લગાવે છે. જેની પાછળનું કારણ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાનું પણ છે. કપાળ ઉપર જે સ્થાન ઉપર ચાંદલો લગાવવામાં આવે છે એ સ્થાન દ્વારા એક્યુપ્રેશર થાય છે. મગજની નશો પણ નિયંત્રણમાં રહે છે. જેના કારણે સ્ત્રીને ઘણા રોગોથી ફાયદો પણ મળે છે. ચહેરા ઉપર કરચલી પાડવાની સમસ્યા પણ દૂર થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.