મોટાભાગે લોકો નોકરી કરવાને બદલે બિઝનેસ-વેપારમાં સફળતા મેળવવા માંગતા હોય છે. બિઝનેસ એક વસ્તુ છે જે પૈસા તો બનાવે જ છે પણ ઘણીવાર પૈસા ડુબાડી પણ દે છે. બિઝનેસની બાબતમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે. એકવાર જો બિઝનેસમાં ઉતાર આવવા લાગે તો ફરીથી તેને ટોંચ પર પહોંચાડવું થોડું મુશ્કેલ કામ છે.

જો કે શાસ્ત્રોમાં આ સમસ્યાનો પણ ઉકેલ જણાવવામાં આવેલો છે. જો તમને પણ તમારા વેપાર-ધંધામાં આવી સમસ્યાઓ આવી રહી છે તો અમુક ખાસ ઉપાયો કરવાથી તમારા વેપારમાં ફરીથી વૃદ્ધિ થવા લાગશે. જેના માટે તમારે માત્ર આ ચાર વસ્તુઓ તમારા ઘરમાં રાખવાની રહેશે. આ ચાર વસ્તુઓ ઘરમાં રાખવાથી તમને થોડા જ દિવસોમાં ફર્ક દેખાવા લાગશે.

1. હળદરનો ટુકડો:
વાસ્તુશાસ્ત્રના નીયમ પ્રમાણે વેપારમાં તરક્કી કરવા માટે વ્યક્તિએ પોતાની તિજોરીમાં હળદરના બે ટુકડા રાખવા જોઈએ. જેનાથી ઘરમાં શાંતિ રહે છે અને બિઝનેસ પુરા જોશમાં ચાલે છે. આ સિવાય તિજોરીમાં કુબેર યંત્ર રાખવાથી પણ લાભ થાય છે.

2. પક્ષીઓ માટે પાણીનો વાટકો:
બિઝનેસ-વેપારમાં આવેલી સમસ્યાને દૂર કરવા માટે પક્ષીઓ માટે પાણીનો ભરેલો વાટકો ઘરની ઉત્તર દિશામાં રાખો, અને ધ્યાન રાખો કે આ વાટકો માટીનો બનેલો હોવો જોઈએ. આવું કરવાથી પૈસાને લગતી તમામ સમસ્યાઓ તમારા ઘરમાંથી દૂર થઇ જશે.

3. ક્રિસ્ટલ બોલ:
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે બિઝનેસમાં તરક્કી કરવા માટે ક્રિસ્ટલ બોલ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. દરેક વ્યક્તિએ પોતાની ઓફિસ કે કાર્યક્ષેત્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં રંગીન ક્રિસ્ટલ બોલ ચોક્કસ રાખવા જોઈએ. આવું કરવાથી તમારો બિઝનેસ ફરીથી નવી ઉડાણ ભરશે.

4. માછલીઘર:
ઘરમાં કે કાર્યક્ષેત્રમાં માછલી ઘર રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જો તમે તમારા નસીબને ચમકાવવા માંગો છો તો ઘરમાં માછલીઘર ચોક્કસ રાખો. તેનાથી પૈસાને લગતી તમામ સમસ્યાઓ દૂર થઇ જશે અને બિઝનેસ પણ સારી રીતે આગળ વધશે.