ખબર

4 ઓગસ્ટ ફ્રેન્ડશીપ ડે રવિવાર મિત્રોને આપો આ ખાસ 10 સરપ્રાઈઝ ગિફ્ટ.. વાંચો આર્ટિકલ

કહેવાય છે કે દુનિયામાં મિત્રતાનો સંબંધ બાકી બધા જ સંબંધથી ખૂબ અલગ અને ખાસ હોય છે. આપણને મળેલા બધા જ સંબંધમાંથી મિત્રતા એક એવો સંબંધ છે કે જેનું સિલેક્શન આપણે જાતે કરીએ છે એટલા માટે આ સંબંધને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ફ્રેન્ડશીપ ડે દરેક વર્ષના ઓગસ્ટના પહેલા રવિવારના દિવસે ઉજવવામાં આવે છે. 2019માં મિત્રતાનો આ દિવસ 4 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસ આપણને એક મોકો આપે છે કે આપણે આપણા મિત્રને કહી શકીએ કે તેઓ કેટલા ખાસ છે.

આજે અમે ફ્રેન્ડશીપ દિવસના દિવસે તમારી મિત્રતાના આ દિવસને ખૂબ જ બેસ્ટ બનાવવા માટે, અને મિત્રોને બેસ્ટ ગિફ્ટ આપવા માટેના આઈડિયા આપવા જઈ રહ્યા છીએ. જેનાથી તમારી ફ્રેન્ડશીપ બેસ્ટ બને.

Image Source

1. ફ્રેન્ડશીપ બેલ્ટ –
ફ્રેન્ડશીપ બેલ્ટ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે અને ખૂબ જ સસ્તો પણ છે. પરંતુ તેનો સંદેશો ખૂબ મોંઘો છે કે આજે આપણે બન્ને મિત્રો એક બંધનમાં બંધાઈ રહ્યા છે મિત્રતાનું બંધન.

2. શો પીસ –
તમે ઇચ્છો તો આ ફ્રેન્ડશીપ દિવસના દિવસે પોતાના મિત્રોને ખૂબ જ સારો showpiece આપી શકો છો. તેને પસંદ કરવાનું ખૂબ જ સહેલું છે. તમારા મિત્રનું ધ્યાન જાય તે શો પીસ ઉપર, અને તમારા મિત્રને તમારી યાદ આવશે.

3. soft toys –
soft toys બધાને પસંદ હોય છે ખાસ કરીને છોકરીઓને.. માર્કેટમાં અલગ-અલગ પ્રકારના કેરેક્ટર ઉપરથી સોફ્ટ ટોય મળતા હોય છે.

Image Source

4. ફોટો ફ્રેમ –
તમારા મિત્રોની યાદમાં તેમને ફોટો ફ્રેમ અથવા તો ફોટો કોલાજ આપી શકો છો.. એનાથી મિત્રો સાથે વિતાવેલી ખુબ જ અમૂલ્ય ક્ષણો યાદ રહેશે. અને તેને જોતાં જ મિત્રતાના અમૂલ્ય યાદમાં સરી પડશો.

5. શોપિંગ અને સ્પા પેકેજ –
જો તમે આ ખાસ દિવસને ખૂબ જ સ્પેશિયલ બનાવવા માંગો છો, ગ્રીટીંગ કાર્ડ્સ સિવાય પણ કંઈક આપવા માગો છો? તો તમે શોપિંગ પર તમારા મિત્રને લઈ જઈ શકો છો અને તેમને સ્પા ગિફ્ટમાં પેકેજ પણ આપી શકો છો. ઓનલાઇન શોપિંગ બેસ્ટ ઓપ્શન છે, તમારા નામથી સરપ્રાઈઝ ગિફ્ટ તેમના ઘરે પહોંચશે.

6. કોઈ trip plan કરો –
આપણને સૌથી વધારે ખુશી ત્યારે મળે છે કે જ્યારે આપણા મિત્રો સાથે બહાર ફરવા જઇએ છે. તમે આ ફ્રેન્ડશીપ દિવસના દિવસે પોતાના મિત્રો સાથે સરપ્રાઈઝ ટ્રીપ પ્લાન કરી શકો છો, અને મિત્રોને ખાસ ગિફ્ટના રૂપમાં ફરવા લઈ જઈ શકો છો.

Image Source

7. મિત્ર સાથે મુવી જોઈ શકો છો –
પોતાના મિત્ર માટે મુવીની ટિકિટ બુક કરાવી શકો છો, તેમને ગમતા હીરો-હીરોઈનના મુવીને બુક કરાવીને ખુબ જ સરસ સરપ્રાઈઝ આપી શકો છો.

8. ઇનોવેટિવ handmade card –
અમે તમારા મિત્રો માટે બેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો એકદમ અલગ જ પ્રકારનું વિભિન્ન પ્રકારના મેસેજ આપતો ઈનોવેટિવ કાર્ડ બનાવી શકો છો.

9. ઈમોશનલ ગિફ્ટ –
મારા મિત્ર સૌથી વધારે શેનાથી ક્લોસ છે તે શોધી કાઢો. વ્યક્તિ કે વસ્તુ તેની માટે ખૂબ જ મહત્વની હોય તેના રિલેટેડ સરપ્રાઈઝ આપો. યાદ રાખજો તમારો મિત્ર તમને ક્યારે પણ નહીં ભૂલી શકે.

Image Source

10. ગેટ-ટુ-ગેધર કરો –
નાનપણના મિત્રોને પોતાના ખાસ મિત્રોને તમારા ઘરે બોલાવીને પાર્ટીનું આયોજન કરી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks