30 જૂન 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમને નાણાકીય નુકશાન થવાના યોગ છે, કોઈપણને પૈસા ઉધાર આપતા પહેલા સંપૂર્ણ તપાસ કરાવી લેવી. પરિવારમાં આજે કોઈ વાતે ચિંતા હશે. પત્ની તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમારા જીવનસાથી માટે આજે ધાર્મિક મહત્વ વધારે હશે. જે મિત્રો પ્રોફેશનલ કંપનીમાં જોબ કરી રહ્યા છે તેમની માટે પ્રમોશન કે પગાર વધારાના યોગ છે. વેપારી મિત્રોને આજે સારી ઇન્કમ થશે પણ આવક વધવાની સાથે આજે ખર્ચમાં પણ વધારો થશે. ના વિચારેલ કામમાં આજે તમારા પૈસા ખર્ચાશે. આજે તામારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘણા સમયથી માથાના દુખાવાથી પરેશાન છો તો તમને આજે રાહત મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
જો તમે તમારું ભવિષ્ય બનાવવા માંગો છો તો સૌથી પહેલા તમારા જે પણ અંગત મિત્રો અને સ્નેહીજનો સાથે સંબંધ બગડી ગયા છે તેમને સામેથી બોલાવો, જો માફી માંગવી પડે તો માફી પણ માંગી લેવી. આજે પૈસા રોકાણ કરવા માટેની એક સુંદર તક આવશે તમારી પાસે તો વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લઈને તેમાં રોકાણ કરો. બહુ પહેલા કરેલા રોકાણનું આજે તમને સારું એવું વળતર મળશે. તમારા જીવનસાથી તરફથી પણ તમને પુરતો સહયોગ મળશે. આજનો દિવસ રોજ કરતા વિશેષ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી
4. કર્ક – ડ, હ (Cancer):
જે પણ મિત્રો પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેઓની આજે મુલાકાત તેમના પ્રિયપાત્ર સાથે થશે. તમારે આજ સવારે માતા પિતાના આશીર્વાદ લઈને નીકળવાનું છે. આજે ઓફિસમાં તમારે વધારાનું કામ પણ કરવું પડશે. તમારી મહેનત તો વધુ થશે પણ તેનો ફાયદો તમને જરૂર દેખાશે. આજે તમારું કામ તમને લોકોની ભીડમાં અલગ તારવીને બતાવશે. આજનો દિવસ તમારા માટે સૌથી યોગ્ય સમય છે લાંબાગાળાના રોકાણ કરવા માટેનો. આજે તમારા વડીલો અને અનુભવી મિત્રોની સલાહ લઈને જ રોકાણ કરો. સાંજનો સમય મિત્રો સાથે પસાર કરો તમારો માનસિક થાક હળવો થઇ જશે.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી
5. સિંહ – મ,ટ (Lio):
તમારા અટકેલા પૈસા આજે તમને પરત મળશે. નવી જગ્યાએ બિઝનેસ કરવા અને નવી સ્કીમમાં પૈસા રોકવા માટેનો સારો દિવસ છે. પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઇન્કમ વધવાની સાથે ખર્ચ પણ વધશે નાહકની અને બિનજરૂરી વસ્તુઓ પાછળ સમય અને પૈસા વેડફશો નહિ. પરણિત મિત્રો માટે આજનો દિવસ સંન્ય રહેશે. તમારા જીવનસાથીને તેમના કામમાં સફળતા મળશે. તેમની ખુશીમાં તમારો આખો પરિવાર ખુશ હશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે બહુ ખાસ દિવસ છે તેમણે દરેક નાનામાં નાની વાત પર ધ્યાન આપવાનું છે. જે મિત્રો ભણવા માટે વિદેશ જવા ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
નોકરી અને ઘરની જવાબદારીમાંથી આજે થોડો સમય કાઢીને તમારો શોખ જે બહુ પહેલા છૂટી ગયો છે એ આજે ફરી જાગૃત કરો. આજે તમારી છુપાયેલી કળા લોકો સમક્ષ આવશે જેના લીધે ઘણા લોકો તમારી વાહ વાહ કરશે. આજનો દિવસ આનંદમાં વ્યતીત કરો. જે મિત્રો લાંબા સમયથી પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમને આજે છોકરી / છોકરો જોવા જવાનો યોગ છે. આજે દિવસના અંતે આખા દિવસનો થાક તમને માથાનો દુખાવો આપશે. પણ આજના દિવસની ખુશીના કારણે તમે દરેક દર્દ ભૂલી જશો. આજનો થોડો સમય બાળકો સાથે વિતાવો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે
7. તુલા – ર,ત (Libra):
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવારની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે રોજ કરતા સામાન્ય દિવસ રહેશે. પૈસા રોકવા માટેની અનેક તક આવશે તમારી સામે પણ કોઈપણ નિર્ણય કરતા પહેલા તેમાંથી ભવિષ્યમાં કેટલું નુકશાન અને ફાયદો થવાનો છે તેની પુરતી ચકાસણી કરજો. આજે બહુ પહેલા કરેલી કોઈ ભૂલ તમારી સામે આવશે. તેની અસર તમારા વર્તમાન જીવન પર પડશે. તમારા મિત્રોની સલાહ અને મદદથી તેમાંથી તમે આસાનીથી બહાર આવી જશો. આજે તમારા જીવનસાથી અને પરિવારજનો તરફથી પુરતો સહયોગ મળશે. દિવસનો અંત શાંત સંગીત સાંભળીને કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની
10. મકર – જ, ખ (Capricorn):
આજે બહુ મોટી ખુશખબરી તમારી માટે રાહ જોઈ રહી છે જેના લીધે ઘરમાં તહેવાર જેવું વાતાવરણ રહેશે. આજે બહુ નાહકનો અને વધારાનો ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. આજે પરિવારમાં દરેક સભ્ય તમારા દરેક કામની સરાહના કરશે. તમારો આખો દિવસ આજે ખુશનુમા જશે. જીવનસાથીનો અદ્ભુત અને ના જોયેલો સ્વભાવ આજે તમને જોવા મળશે. આજની સાંજ પરિવાર અને બાળકો સાથે શાંતિથી વિતાવો, જૂની અને ના ગમતી વાતો પરિવાર સમક્ષ કરશો જ નહિ. આજની રાત તમને તમારા લગ્નજીવનની પહેલી રાત જેવી બની રહેશે.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
જે પણ મિત્રો પોતાનું વજન ઘટાડવા માટે તૈયારી કરી રહ્યા છે તેમણે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જરૂરી છે. તમે ઈચ્છો તો યોગાસન અને પ્રાણાયામ કરવાની જરૂરત છે. આજે ખાવા પીવામાં તકેદારી રાખવી, સાંજના સમયે ગેસ અને પેટના દુખાવાની તકલીફ થઇ શકે છે. ઓફિસમાં આજે તમારા અટકી પડેલા કાર્ય પુરા થશે અને તમારા કામથી તમારા ઉપરી અધિકારી તમારાથી ખુબ ખુશ રહેશે. આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારે તમારા વર્તન અને બોલી પર વિશેષ ધ્યાન રાખવાનું છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારા વડીલો અને પરિવારજનો તરફથી તમારે નારાજગી સહન કરવી પડશે. આજે ઓફીસના કામમાં પણ તમારું મન લાગશે નહિ. તમારા અટકી પડેલા પ્રોજેક્ટ પર ફરીથી તૈયારી કરો અને જે પણ યોગ્ય લાગે એ નિર્ણય કરો. તમારે આજે સાંજે ઘરે બધાને ખુશ કરવા માટે થોડો ખર્ચ કરો અને તેમને તમારી પરિસ્થિતિ સમજાવો તમને તમારો પરિવાર સાથ જરૂર આપશે. કામ કરવામાં પણ થોડી સાવધાની રાખો કોઈ તમારું કામ બગાડે નહિ એ ધ્યાન રાખજો.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here