જ્યોતિષ શાસ્ત્ર

30 જુલાઇ રાશિફળ : શુક્રવારના દિવસે 4 રાશિના જાતકોને થશે લાભ, થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ રહેશે. જીવનસાથીની વાત માનીને નવું વિચારશો. લવ લાઈફ માટે દિવસ સારો છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ રહેશે. જીવનસાથી કોઈ વાતને લઈને અહંકારી થઇ શકે છે. તમારા જીવનસાથી તમારા કામ અને તમારા અનુભવની પ્રશંસા કરશે, જે તમને ખૂબ ખુશ દેખાશે. તમારી આવક પણ સારી રહેશે. ફક્ત તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો કારણ કે તમે બીમાર પડી શકો છો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. માનસિક તણાવની સાથે-સાથે આર્થિક તકલીફ પણ પડી શકે છે. કામને લઈને આજનો દિવસ ભાગદોડ ભર્યો રહેશે. આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશો. જેના કારણે તમારી વચ્ચે મનમુટાવ આવી શકે છે. આજના દિવસે કામ પર ધ્યાન એવું પડી શકે છે. ઘરમાં તકલીફ રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે જીવનસાથી સાથે ખુલીને વાત કરશો. લવલાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ક્યાંય બહાર જવાનો પ્લાન કરી શકો છો. ઘરવાળા સાથે અથવા પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી શકો છો. કામને લઈને આજનો દિવસ સારો છે તેથી કામથી કામ રાખો. કોઈ વાતમાં સમય પસાર ના કરો. વરિષ્ઠ અધિકારી તમારા કામ પર ધ્યાન આપશે. આવક સારી રહેશે. કામ કુશળતા અને મજબૂત આત્મવિશ્વાસથી બધા જ કામ સારા કરવાની કોશિશ કરશો. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. દાંમ્પત્ય જીવનમાં સુખ શાંતિ મળશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન આપશો. જેના કારણે કામમાં સારું પરિણામ જોવા મળશે. જમીન-મકાનથી જોડાયેલા મામલે સફળતા મળશે. આવકમાં વધારો થશે. ખર્ચ પણ વધુ થશે. ધાર્મિક કામમાં ખર્ચ થશે. પરિવારમાં પૈસાની આવક થશે. જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. દાંમ્પત્ય જીવન તણાવપૂર્ણ રહેશે. લવ લાઈફમાં આજનો દિવસ રોમાન્સ ભર્યો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે. ખર્ચમાં વધારો થશે. બંને સાથે સારી રીતે ચાલશો. આજના દિવસે પૈસાની કમી નહિ આવે. અમુક કામ કરવાથી મનમાં ખુશી મળશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તેથી તમારે સૌથી વધુ ધ્યાન તેના પર જ આપવું પડશે. અંગત જીવન સામાન્ય રહેશે. લવ લાઈફમાં તણાવ આવશે. લવ લાઈફમાં પ્રિય વ્યક્તિ તમે ગુસ્સો દેખાડી શકે છે. જીવનસાથી સાથેના સંબંધ સારા રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોનો આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીનતાથી તમે બીમાર પડી શકો છો. ખાવા-પીવામાં ધ્યાન ના રાખવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. મનમાં ખુશીની ભાવના આવશે પરંતુ ખુલીને વ્યક્ત નહીં કરી શકો. અંગત જીવનમાં તેની કમી મહેસુસ થશે. જીવનસાથી સાથેના સંબંધ સારા રહેશે. પ્રેમી પંખીડા આજના દીવસે વાત ના કરી શકવાને કારણે અફસોસ વ્યક્ત કરશે. કામને લઈને વધુ ભાગદોડ કરવી પડશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોને આજના દિવસે સફળતા મળશે. ભાઈ-બહેનના સંબંધમાં મીઠાશ આવશે. મિત્રો અને પરિવારજન સાથે આજના દિવસે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક રીતે પણ લાભ થશે. ભાગ્યવૃદ્ધિના સંકેત થઇ શકે છે. નવું કામ કરવા માટે આજનો દિવસ સારો છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આજના દિવસે ખુદમાં જ ખોવાયેલા રહેશે. આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ કરશો. આજે પરિવારની જવાબદારી નિભાવશે, જમીન-મકાન સાથે જોડાયેલા મામલે આજનો દિવસ સારો રહેશે. અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાને દૂર કરવા માટે આજના દિવસે તમે પહેલ કરશો. કામને લઈને સ્થિતિ સારી રહેશે જેથી તમે શાંતિ મહેસુસ કરી શકો છો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોમાં આજના દિવસે આત્મવિશ્વાસ જોવા મળશે. આર્થિક યોજનાઓ સરળતાપૂર્વક પુરી થશે. શારીરિક અને માનસિક રૂપથી પ્રસન્નતાનો અનુભવ થશે. આજના દિવસે ક્રિએટિવિટીમાં મન લાગશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારે ખર્ચમાં વધારો થશે. આજના દિવસે તમે કોઈ જવાબદારી નિભાવશો. જીવનસાથી માટે ખરીદી કરી શકો છો. જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો આજનો દિવસ થોડો તનાવપૂર્ણ રહેશે. આજ તમારું પ્રિય વ્યક્તિ તમારી પર ગુસ્સો કરી શકે છે. ઘરની આબોહવા સારી રહેશે. ધંધામાં સફળતા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આજે તમે ખૂબ જ અંતર્ધ્યાન મુદ્રામાં હશો. હું તમે આજે કોઈની મદદ પણ કરી શકો છો. પારિવારિક જીવનમાં અસંતોષ રહેશે, પરંતુ વિવાહિત જીવન સુખ, પ્રેમ અને સંબંધના સમન્વયથી ખૂબ ખુશ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે પ્રિયજનોની નજીક આવશે અને તેઓને લગ્નનો પ્રસ્તાવ આપી શકે છે. તમારું સ્વાસ્થ્ય ઉતાર-ચડાવથી ભરેલું રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજના દીવસે ધન, માન અને પ્રતિષ્ઠા મળશે. વેપાર-ધંધાને લઈને પ્રવાસ કરવો પડશે જેનાથી તમને લાભ થશે. ઉચ્ચ પદાધિકારી ખુશ થવાથી પ્રમોશનના યોગ બની શકે છે. આજના દિવસે ગૃહસ્થ જીવનમાં આનંદનો અનુભવ થશે. સંતાનની પ્રગતિથી સંતોષની ભાવના રહેશે.