અજબગજબ કૌશલ બારડ ખબર લેખકની કલમે

ત્રણ સીટની રિક્ષામાં ડ્રાઇવરે આખી જાન જોડી દીધી! પછી પોલીસે જે જોયું એ ચોંકાવનારું હતું

ભારત સરકારનું માર્ગ અને પરિવહન મંત્રાલય રસ્તા પર થતા અકસ્માતો નિવારવા માટે ભલે ગમે તેટલા પગલાં લે અને કરોડો રૂપિયાનો ખર્ચો કરે પણ અમુક લોકો એવા હોય છે જે પૈસા મળતા હોય તો સરકારના અને માણસજાતના ગમે તેવા નિયમો અભરાઈ પર ચડાવીને પોતાનું ધાર્યું કરે છે.

Image Source

ઓટો રિક્ષાચાલકો વિશે તો શી વાત કરવી? હાલ તો ટ્રાફિક પોલીસના ડરથી ઘણું ઓછું બને છે પણ એ છતાં ગામડાના અવાવરું રસ્તાઓ પર હંકારાતા રિક્ષાચાલકો જો પેસેન્જર મળે તો હોય એટલા બધાં ભરી લે છે! મતલબ કેવી રીતે? હમણાં જ એનો એક દાખલો તેલંગાણામાં જોવા મળ્યો.

રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભર્યાં હતા મુસાફરો:

Image Sourceતેલંગાણા પોલીસે તિમ્માપુર પાસે એક રોડ પરથી પસાર થતી ઓટો-રિક્ષાને રોકી. પોલીસને લાગ્યું કે રિક્ષાચાલક લિમિટ કરતા વધારે વ્યક્તિઓને ભરીને જઈ રહ્યો છે. એમણે રિક્ષાચાલકને રોક્યો. એમનું નામઠામ પૂછ્યું. એ વખતમાં પેસેન્જરો રિક્ષામાંથી ઉતરવા માડ્યા.

પોલીસને હતું કે રિક્ષાચાલકે લિમિટ વટાવી છે. પણ ખરેખર તો આ માણસે મર્યાદાના સરેઆમ લીરેલીરાં ઊડાડ્યાં હતાં! રિક્ષામાં સ્ત્રીઓ, છોકરીઓ અને બાળકો હતાં. એક પછી એક ઉતર્યાં અને ગણીને કુલ ૨૪ જણ નીકળ્યા! માંડ ત્રણ જણ બેસી શકે એવી રિક્ષામાં ૨૪ વ્યક્તિઓ કઈ રીતે બેસી શકે?

વિશ્વાસ ના આવતો હોય તો ટ્વીટર પર તેલંગાણાના કરીમનગર જીલ્લાના કમિશ્નર સાહેબે શેર કરેલો વીડિઓ જોઈ લેજો, એમાં ગણી લેજો!

થોડા દિવસ પહેલા સર્જાયેલો ગમખ્વાર અકસ્માત:

Image Sourceહજુ બે’ક દિવસ પહેલા જ તેલંગાણામાંથી જ ખબર આવેલા. મજૂરોથી ઓવરલોડ ભરાયેલી ઓટોરિક્ષાને ટ્રકે ટક્કર મારેલી અને પરિણામે બાર મજૂરોના મોત થયેલાં. એ ઉપરાંત છ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવામાં જ આ કિસ્સો સામે આવતા ફરીવાર આપણી જનતાની વધારે લોભમાં મૂળભૂત સલામતી ભૂલી જવાની આદત છતી થઈ છે.

Image Source

હવે વધારે કડક થયો છે કાયદો:

ઉલ્લેખનીય છે, કે ૨૦૧૭માં રાજ્યસભામાં બહુમતી મેળવવામાં નિષ્ફળ નીવડેલું ‘મોટર વ્હીકલ (સંશોધન) બીલ-૨૦૧૯’ હવે રાજ્યસભામાં પારિત થઈ ચૂક્યું છે અને રાષ્ટ્રપતિના સિગ્નેચરની સાથે કાયદો પણ બની ચૂક્યો છે. જેમાં ઓવરલોડેડ વાહનો ચલાવવા સહિત અનેક કાયદાભંગ માટેનો દંડ વધારી દેવામાં આવ્યો છે અને શિક્ષા પણ આકરી થઈ છે.

તે છતાં, એટલું તો માનવું રહ્યું કે ગ્રામ્ય વિસ્તારોના ઉબડખાબડ રસ્તાઓમાં ટ્રાફિક પોલીસ નજર રાખવા નથી આવવાની. તે વાત તો નાગરિકો ગળે ઉતરે ત્યારે જ ખરા અર્થમાં કાયદો બન્યો ગણાય. સરકારી આંકડાઓ જણાવે છે, કે ભારતમાં દર વર્ષે ૫૦ લાખ જેટલાં અકસ્માતો સર્જાય છે, જેમાં દોઢેક લાખ જેટલી વ્યક્તિઓ જીવ ગૂમાવે છે.

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks