ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

દિલ્લીના ત્રણ શીખ મિત્રોએ પ્રસરાવી માનવતાની સુહાસ, 32 કાશ્મીરી યુવતીને પહોંચાડી સહી-સલામત ઘરે- વાંચો સ્ટોરી

જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હત્યા બાદ ત્યાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી હતી. તેના કારણે દેશથી બીજા રાજ્યોમાં રહેતા કાશ્મીરીઓને તેના પરિવાર સાથે સંપર્ક કરવો મુશ્કેલ થઇ ગયો હતો. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો.


પુનામાં સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ કાશ્મીરની 32 યુવતીઓ નર્સીંગના કોર્ષ માટે આવી હતું. પરંતુ કાશ્મીરમાં 370 ધારા હટ્યા બાદ ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ થઇ જતા આ યુવતીઓને તેના પરિવારની ચિંતા સતાવતી હતી. આ કાશ્મીરી યુવતીઓની મદદે 2 શીખ લોકો ફરિશ્તો બનીને આવી આ યુવતીઓને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડી હતી.


આ બધી કાશ્મીરી યુવતીઓ 5 ઓગસ્ટના થોડા દિવસ પહેલા જ કાશ્મીરથી નર્સીંગના કોર્ષ માટે પુણે આવી પહોંચી હતી. પરંતુ ધારા 370 હટી જતા આ યુવતીઓને તેના પરિવારજનોની ચિંતા સતાવતી હતી. સાથે જ આ યુવતિઓને મનમાં ભય હતો કે કયાંક તેના પરિવાર સાથે અઘટિત ઘટના ના ઘટી હોય. કારણકે પુલવામાં હુમલા સમયે કાશ્મીરી વિધાર્થીઓ ઉપર પણ હુમલાની તસ્વીર ફરતી થઇ હતી.

આ યુવતીઓની મુશ્કેલ ઘડીમાં દિલ્લીના 3 શીખ લોકો ભગવાન બનીને મદદ કરવા આવી પહોંચ્યા હતા. આ શીખ લોકોએ ધારા 370 હટ્યા બાદ કાશ્મીરી લોકોની મદ્દ્દ માટે ફેસબુક લાઈવ દ્વારા સંપર્ક કરવા જણાવ્યું હતું.

Image Source

ત્યારબાદ પૂનામાં રહેતી આ બધી યુવતીઓએ તેના સુપરવાઈઝર રુકૈયા કિરમાણીની મદદથી દિલ્લીમાં રહેનારા હરમિંદર સિંહ, બલજીતસિંહ, અરમીત સિંહનો સંપર્ક કર્યો હતો. આ ત્રણેય મિત્રોએ ભેગા મળી બધી યુવતીઓ માટે જમ્મુ કાશ્મીર જવા માટેની તૈયારી કરી હતી.

Image Source

પરંતુ એ આસાન ના હતું. કારણકે જમ્મુ કાશ્મીરજવા માટે પુનાથી ફલાઇટનું ભાડું બહુ જ વધી ગયું હતું. પરંતુ ત્યારબાદ આ ત્રણેય મિત્રોએ નક્કી કર્યું હતુંકે તે સ્વયં આ યુવતીઓને ઘર સુંધી મુકવા જશે.

Image Source

ત્રણેય મિત્રો પહેલા આ યુવતીઓને લઈને દિલ્લી પહોંચ્યા ત્યારબાદ ફ્લાઇટથી શ્રીનગર પહોંચ્યા હતા. આ બધી યુવતીઓ જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ જિલ્લામાં રહે છે. આ બધી યુવતીને ઘર સુધી પહોંચાડવા માટે ઇન્ડિયન આર્મીની મદદ લીધી હતી.

Image Source

આ બધી છાત્રાઓને ભારતીય સેનાના વાહન દ્વારા બારમુલા, કુંપાવાડા, બડગામ, શોપિયાં અને શ્રી નગર સહીત પાંચ અલગ-અલગ જિલ્લામાં ઘરે પહોંચાડ્યા હતા. માતા -પિતાએ તેના બાળકોને સહીસલામત જોતા આંખમાં આંસુ આવી ગયા હતા. સાથે જ આ ત્રણેય મિત્રોનો અને ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Image Source

સોશિયલ મીડિયામાં આ યુવતીઓનો વિડીયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. સાથે જ આ ત્રણેય શીખ મિત્રોની પણ તારીફ કરવામાં આવી રહી છે.

Image Source

કાશ્મીરી યુવતીઓને સહીસલામત ઘરે પહોંચાડી આ ત્રણેય શીખ મિત્રોએ માનવતાની સુહાસ ફેલાવી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks