જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 27 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 8 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો કંઈક નવું મેળવવા માટે આજના દિવસે કોઈ નવું કામ હાથમાં લેશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે કાનૂની સલાહ તમે પહેલાથી જાણી લો નહીં તો તકલીફનો સામનો કરવો પડી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.
પ્રેમી પંખીડા આજના દિવસે તેનો સંબંધ આગળ વધારવાનો વિચાર કરશે. આજના દિવસે તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે લગ્નની વાતચીત કરી શકો છો. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કોઈ નવું કામ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આજના દિવસે સારું મહેસુસ કરશે. મનમાં કોઈ નવું કરવાનું જોશ અને જુનુન જોવા મળશે. આજે તમે કાર્યસ્થળ પર સાથીઓ સાથે સારું વર્તન કરશો. સાથીઓને તમારા બદલાયેલો મૂડ પસંદ આવશે. આજના દિવસે આવક સારી રહેશે. ધંધામાં લાભ થવાના યોગ બની રહ્યા છે પરંતુ પાર્ટનર સાથે ઝઘડો પણ થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન કમજોર રહેશે. જીવનસાથીની વાત સમજવાની કોશિશ કરશો. પ્રેમી પંખીડા આજના દિવસે આનંદ કરશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્યનો સિતારો નબળો રહેશે. જેના કારણે કામ બગડી શકે છે. જેથી થોડી સાવધાની રાખો. પોતાના મનની વાત પહેલાથી કોઈને ના જણાવો, નહીં તો અટકી શકે છે. વિરોધીઓ પ્રત્યે થોડા સાવધાન રહો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજના દિવસે સ્વાસ્થ્ય કથળી શકે છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં સમજદારીથી વાત આગળ વધશે. ધંધામાં આજના દિવસે વધારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે શાંત રહીને તેના પ્રિય વ્યક્તિનું તારીફ કરશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોને આજના દિવસે માનસિક તણાવ રહેશે. આજના દિવસે શરદી-ઉધરસ જેવી સમસ્યા થઇ શકે છે તેથી બદલાતી ઋતુમાં થોડું ધ્યાન રાખો. પરિણીત લોકો તેના ગૃહસ્થ જીવનમાં સંતુષ્ટ નજરે આવશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ થોડો કમજોર રહેશે. આજના દિવસે તમે કોશિશ કરો કે તમારા પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક ફરવા જાવ. કામને લઈને દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં એવા લોકો સાથે મુલાકાત થશે જે ધંધામાં આગળ વધારશે. કામને લઈને આજનો દિવસ મહત્વપૂર્ણ છે. તમારા તરફથી પુરી તૈયારી રાખો. નોકરી કરતા લોકો આત્મવિશ્વાસથી પોતાનું કામ કરશે. ઘર-પરિવારમાં માહોલ તમને અશાંતિ આપશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન નાખુશ રહેશે અને માનસિક તણાવ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં ગંભીરતા સમજશે. એકબીજા પર ભરોસો કરવાથી સંબંધ આગળ વધશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજના દિવસે ઘરનું સુખ મળશે. પરિવારના વૃદ્ધના આશીર્વાદથી તમારું કામ થશે. તેના આશીર્વાદથી કોઈ કામ માટે જશો અથવા તો નોકરીના ઇન્ટરવ્યૂ માટે જશો તો સફળ થશો. જો તમે નોકરી કરો છો તો આજનો દિવસ સારો રહેશે. તમારી મહેનત સફળ થશે અને તેનું સારું પરિણામ મળશે. વેપારી વર્ગ માટે આજના દિવસે અગ્રેસિવ થઈને કામ કરવું પડશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન બહુ જ રોમેન્ટિક રહેશે. આજના દિવસે આકર્ષણ રહેશે. પ્રેમી પંખીડાએ આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે. બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોએ બુદ્ધિ અને સમજદારીથી આજે તમે બધું મુશ્કેલી આસાન બનાવી લેશો. ખર્ચમાં વધારો થશે. જે તમને થોડું ટેંશન આપી શકે છે પરંતુ આવક સારી રહેશે જેનાથી ચિંતા જતી રહેશે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે ખુશી આવશે. એકબીજાનું ધ્યાન રાખશો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજે તાલમેલથી આગળ વધશો. કામને લઈને મહેનત કરવી પડશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજના દિવસે આ રાશિના જાતકો અલગ-અલગથી આદતથી બચે. મનમાં આધ્યાત્મિક વિચાર આવશે. આજે તમે ધર્મ-કર્મ મામલાથી જોડાયેલા રહેશો. આજના દિવસે ખર્ચમાં વધારો થશે તેથી થોડી સાવધાની રાખો. આજે ધંધામાં સારો લાભ મળી શકે છે. કોઈ મોટો લાભ થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે રોમેન્ટિક રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો પર સાહસ વધારે રહેશે. કંઈક નવું કરવાનો જોશ તમને આગળ વધારશે. ભાઈ-બહેન સાથે સંબંધ વધશે. પરિવારનો માહોલ પોઝિટિવ રહેશે. આવકમાં વધારો થશે. તમને અલગ-અલગ રીતે ધન પ્રાપ્તિ થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન પ્રેમ, આદર અને સમર્પણથી પરિપૂર્ણ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધને લઈને ગંભીર રહેશે. આજે તમારા સંબંધ વિષે તમારા ઘરવાળાને જણાવી શકો છો.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોના મનમાં આજના દિવસે ગંભીર વિચાર આવશે. દાર્શનિક વિચાર લોકોની સામે બતાવી શકો છો. કામને લઈને દિવસ સારો છે. ભાગ્યનો પૂરો સાથ મળશે જેનાથી તમારા રોકાયેલા કામ પણ બની જશે. જેનાથી તમને ખ્યાતિ મળશે. આજના દિવસે ચિંતામાં વધારો થશે પરંતુ તમે તેનો સામનો કરી શકો છો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજે તમે તમારા જીવનસાથીને પોતાના પરિવાર માટે કંઈક કરતા જોઈ શકો છો. જે તમને બહુ જ પસંદ આવશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજના દિવસે કોઈ પણ એવું કામ કરશો જેનાથી તમે આશ્ચર્યચકિત થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. પગમાં દર્દ થવાની ઇજા થવાની સંભાવના બની રહી છે. આવક સારી રહેશે. આજના દિવસે મિલ્કતથી પણ લાભ મળી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે બહુ જ ખુબસુરત અંદાજમાં જીવશે. આજે તમારા પ્રિય વ્યક્તિ ક્યાંક બહાર જવાની જીદ કરી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. જીવનસાથી પરિવાર સાથે સમય વિતાવશો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ માટે મોટો ખર્ચ થઇ શકે છે. આ ખર્ચ ખુશીથી નહીં પરંતુ મજબૂરીમાં કરશો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે સંબંધને લઈને સારી-ખરાબ વાત આવશે. જીવનસાથી સાથે વાત થશે. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે તમારો અનુભવ તમને સફળતા મળશે. સ્વાસ્થ્યને લઈને દિવસ સારો રહેશે.