જ્યોતિષ શાસ્ત્ર

26 ઓગસ્ટે રચાશે ચતુગ્રહી યોગ, એક સાથે 4 ગ્રહ સિંહ રાશિમાં- જાણો કઈ રાશિને થશે ફાયદો

જ્યોતિશ શાસ્ત્ર પ્રમાણે એક ગ્રહ ચોક્કસ સમય માટે કોઇ 1 રાશિમાં રહે છે જે બાદ તે બદલાય છે. આ પરિવર્તને લીધે એવાં સંજોગો સર્જાઇ રહ્યાં છે કે, 26 ઓગષ્ટનાં દિવસે એક સાથે 4 ગ્રહ સિંહ રાશિમાં રહેશે. સૂર્ય,બુધ , મંગળ, અને શુક્ર એક સાથે સિંહ રાશિમાં આવશે અને આને ચતુગ્રહી યોગ કહેવામાં આવે છે. ચતુગ્રહી યોગ ખુબ જ પ્રભાવશાળી હોય છે. આ સમય ભુસ્ખલન, પૂર, પ્રાકૃતિક મુશ્કેલીઓ પણ લઇને આવી શકે. કારણ કે મંગળ ભૂમિનો ગ્રહ છે સૂર્યદેવતા અગ્નિનો કારક માનવામાં આવે છે.

મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે આ યોગ પાંચમાં ભાવમાં બને છે જે આપને દરેક ફિલ્ડમાં સફળતા અપાવશે.

વૃષભ રાશિ
વૃષભ રાશિ ચોથા ભાવમાં આવવાથી આ રાશિના જાતકને ભૌતિક સુખ મળશે પરંતુ માનસિક મુશ્કેલીઓ થવાની શક્યતા છે.

મિથુન રાશિ
આ યોગ આપનાં પરાક્રમ ભાવમાં બને છે. જે તમારા શૌર્ય અને પરાક્રમમાં વધારો કરશે. જો તમે વ્યાપાર કરતાં હશો તો તમને સફળતામાં અનેક ગણો વધારો થશે.

કર્ક રાશિ
તમારી રાશિનાં ધન ભાવમાં ચતુગ્રહી યોગ બને છે. આને લીધે તમારી ઈન્કમમાં વધારો થઇ શકે છે તેમજ તમારી સંપત્તી પણ વધશે. જોકે આપે થોડી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે આ યોગ આપનાં પરિવારમાં ક્લેશ કરાવશે.

સિંહ રાશિ
આ રાશિમાં જાતક માટે કોઈપણ પ્રકારના કર્યો લાભદાયક સિદ્ધ થશે.

કન્યા રાશિ
આ યોગ તમારા માટે હાની ભાવમાં બની રહ્યો છે અને સાવધાની પૂર્વક ચાલવાનું રહેશે.કોર્ટ કચેરીના મામલામાં સાચવવું આ સમયમાં આર્થિક સમસમ્યા સર્જાય તો થોડાક દિવસમાં છુટકારો મળશે.

તુલા રાશિ
તમારા માટે આ યોગ ખુબ જ લાભદાયી બને છે. તેથી વેપાર ધંધામાં સફળતા મળશે. જો તમે નોકરી કરતા હોવ તો તેમાં પ્રમોશનનાં યોગ બને છે. થોડાક સમયમાં તમારી આવકમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ
ચાર રાશિઓ એક સાથે હોવાથી ચતુગ્રહી યોગ આ રાશિના જાતકોની કુંડળીના દશમા ભાવમાં બની રહ્યો છે. જે આપનાં માટે લાભકારી છે. આપને નોકરી ધંધામાં ફાયદો થશે. પરિવારમાં સારા સમાચાર આવવાનાં યોગ બને છે.

ધનુ રાશિ
ધનુ રાશિ માટે આ યોગ કુંડળીના ભાગ્યમાં બની રહ્યો છે. આપને પ્રવાસનાં યોગ છે. દેશ-વિદેશ જવાનો યોગ બની રહ્યો છે. આ સમયમાં ફરવાનું રહેશે અને ઉન્નતિ પણ થશે.

મકર રાશિ
મકર રાશિમાં આ યોગ અષ્ટમ પ્રતાપ અને મૃત્યુ ભાવમાં બનેલો છે. ફેમિલીની તબિયત સાચવજો. પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. આ સમય આપના માટે મિશ્રફળદાયી છે.

કુંભ રાશિ
11મી રાશિ માટે ચતુર્દશી યોગ સપ્તમ પત્ની ભાવમાં બની રહ્યો છે. સમય આપનું દામ્પત્ય જીવન મધુર રહેશે. પત્નીથી આપને ફાયદો થશે. જોકે તેની સાથે ખોટા વિવાદમાં ન પડતાં નહીં નહીતો નુક્શાન થશે.

મીન રાશિ
આ રાશિમાં શત્રુભાવ એટલેકે છઠ્ઠા ભાવમાં રહેલો છે. તમારે લેણ-દેણમાં સાવધાની રાખવી પડશે. કોઇ જોડે પાર્ટનરશીપ કરવી નહીં. જેને મિત્ર માનતા હોવ તે જ આપને દગો દે તેવું પણ બની શકે.