ખબર

લગ્નમાં થયો 25 વર્ષિય વરરાજો સંક્રમિત, થોડા દિવસ બાદ જ થઇ મોત

કોરોના કાળમાં લગ્ન કરવાના શોખીનો આ વાંચી લેજો…આટલા દિવસમાં વરરાજો કોરોનાથી તડપીને મરી ગયો

કોરોના કાળમાં લગ્ન કરવાથી એક પરિવારન ખુશીઓ નષ્ટ થઇ ગઇ. પોતાના લગ્નમાં કોરોના સંક્રમણનો શિકાર થયેલા મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના એક 25 વર્ષિય યુવકે ભોપાલમાં કોરોનાને કારણે જીવ ગુમાવી દીધો.

રાજગઢ જિલ્લાના પચોરમાં રહેનારા 5 વર્ષિય અજય શર્માના લગ્ન 25 એપ્રિલે થયા હતા. લગ્નના કાર્યક્રમના બે દિવસ બાદ અજયની કોરોનાની તપાસ કરાઇ હતી જે બાદ 29 એપ્રિલે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘરના બીજા સભ્યોમાંથી એક મહિલાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ સ્થાનીય રીતે સારવાર થઇ પંરતુ બાદમાં વધુ સારવાર માટે ભોપાલ લાવવામાં આવ્યો અને ત્યાં સપ્તાહ સુધી વેંટીવેટર પર રહ્યા બાદ 17 મેએ તેણે દમ તોડી દીધો.


અજયના લગ્ન રાજગઢ જિલ્લાના નરસિંહગઢ બ્લોકના મોતીપુરા ગામની રહેવાસી અન્નૂ શર્મા સાથે થયા હતા. અન્નૂનો પરિવાર સિંહોરમાં પણ રહે ચે. એવામાં ત્યાંના એક મંદિરમાં લગ્ન કરવામા આવ્યા અને ઘણા ઓછા લોકોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા.

રાજગઢમાં લગ્ન અને અન્ય સામૂહિક કાર્યક્રમ પર પ્રતિબંધ છે તે છત્તાં પણ કેટલાક લોકો પ્રશાસનથી ચોરી છૂપી લગ્ન કરી રહ્યા છે પરંતુ કોરોના કાળમાં આ લાપરવાહી કોઇ પરિવારની ખુશીઓ પર ભારી પડી શકે છે.