જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 24 માર્ચ : આ 6 રાશિના જાતકોને બુધવારના દિવસે થશે ધનલાભ, જાણો કેવો રહેશો તમારો આજનો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકોએ આજે કોઈ પાસેથી ઉછીના પૈસા લેતા પહેલા સાચવવું. આજે તમારી આર્થિક સંકળામણનની સાચી કસોટી થશે. પરંતુ તેમાં પણ તમારે ધીરજ રાખવાની જરૂર છે. સાંજે તમને કોઈ સારા સમાચાર મળશે જેના કારણે ખુશી થશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર દ્વારા તેના નજીક હોવાની અનુભૂતિ કરી શકશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ થોડો ચિંતા જનક રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકો આજે કોઈ નવા કામને લઈને આયોજન કરી શકો છો. તેના માટે તમને તમારા પરિવાર અથવા તો કોઈ વડીલનું માર્ગદર્શન આજે મળશે. ધંધામાં આજે પ્રગતિ થતી જોવા મળશે. આજે પરિવારનું કોઈ સભ્ય તમારા માટે કંઈક ખાસ કરતું જોવા મળશે. આજે પ્રેમી પંખીડાઓ સાથે સારો સમય પસાર કરી શકશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકોએ આજે ઘરમાં કોઈ ધાર્મિક ક્રિયાનું આયોજન કરી શકે છે. આજે તમને ભક્તિભાવમાં મન લાગતું જોવા મળશે. તમારો પરિવાર પણ તમને તેમાં પૂરતો સાથ સહકાર આપશે. પરણિત લોકો આજે કોઈ નવી વાત પોતાના પાર્ટનર સાથે શેર કરી શકશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મધ્યમ રહેશે..

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો આજે પ્રફુલ્લિત રહેશે. ઘણા સમયથી ચાલી આવતી મનની મૂંઝવણ આજે દૂર થતી જોવા મળશે. આજે તમે જીવનનો એક નવા અધ્યાયની શરૂઆત કરતા હશો તેવો અનુભવ કરશો. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે રાહ જોઈ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશીમાં વીતશે. કોઈને આપેલા નાણાં પરત મળી શકે છે. આજે તમને તમારા રોકાણમાં પણ ફાયદો થતો જોવા મળશે. આજે નવા ધંધાની શરૂઆત કરવા માટેનો સારો દિવસ છે. પરણિત લોકોએન આજે પોતાના પાર્ટનરના ગુસ્સાનો સામનો કરવો પડી શેક છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ખુશ કરવા માટે કોઈ ભેટ આપી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોને જીવનમાં રોકાયી ગયેલી પ્રગતિમાં નવા રસ્તા મળશે, આજે તમે સમાજમાં તમારી એક આગવી ઓળખ સાબિત કરી શકશો, આજે તમારા માનમાં પણ વધારો થશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજે પોતાના સંબંધને આગળ વધારવા માટે ઘરમાં વાત કરવા માટેનો સારો અવસર છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા કામને લઈને તમારે સજાગ બનવાની જરૂર છે. કોઈના પ્રલોભનમાં આજે ના ફસાવવું. નહીં તો નુકશાન કરી બેસો છો. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરને એવી કોઈ વાત ના કરવી જેનાથી મુશ્કેલી સર્જાઈ શકે. પ્રેમી પંખીડા માટે દિવસ સામાન્ય રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ખર્ચ ઉપર કાપ મુકવાની જરૂર છે. આજે તમને કોઈ પ્રશ્ન મૂંઝવી શકે છે, પરંતુ સાંજ સુધી તમને એ પ્રશ્નનું સમાધાન મળી જશે. કાર્યસ્થળ ઉપર આજનો દિવસ વ્યસ્ત રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ નવી ખુશી પાર્ટનર દ્વારા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મળીને કોઈ વાતે ચર્ચા કરશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આજે ખાવાપીવાની બાબતમાં ખુબ જ ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો આજે તમારી તબિયત બગડી શકે છે. આજે તમારા કામને લઈને તમે થોડા ગંભીર નજર આવશો. આજે તમને તમારા કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર  સાથે સારો સમય પસાર કરી શકશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશનુમા રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ ઉપર પણ તમારા સહાયક તમને ખુશી મળે તેવું કોઈ કામ કરશે. પરણિત લોકો આજે સાંજના સમયે પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ નિર્ણય ઉપર મક્કમ થતા જોવા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજે દરેક પગલે સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારા વિરોધીઓ તમને હેરાન કરી શકે છે. જેનાથી તમારી ચિંતામાં પણ વધારો થશે.  આજે તમારી મૂંઝવણ કોઈ સાથે શેર ના કરવી નહિ તો કોઈ તમારો ફાયદો પણ ઉઠાવી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ વાતને લઈને નિરાશા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે ખુશીમાં પોતાનો દિવસ વિતાવશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને આજે કોઈ મિત્ર દ્વારા જીવનનની મુશ્કેલીનો ઉકેલ મળી શકે છે. તમારો મિત્ર આજે તમને એક સાચા સાથીના રૂપમાં જોવા મળશે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન મળી શકે છે. ધંધામાં પણ આજે વૃદ્ધિ થાવનો યોગ છે. પરણિત લોકોનું જીવન આજે ખુશીમાં વીતશે, પ્રેમી પંખીડાઓ પોતાના પરિવારમાં આજે પોતાના સંબંધોને આગળ વધારવાની વાત કરી શકે છે.