ખબર

18 વર્ષની ઓછી ઉંમરના વાહન ચાલાક પકડાશે તો અધધધધ રૂપિયાનો દંડ, નહિ ભરો તો માતાપિતા જેલ ભેગા થશે

દેશભરમાં નવો ટ્રાફિક અધિનિયમ 2019 લાગુ પડી ગયો છે. ગુજરાતમાં તેની અવધિ વધારીને 15 ઓક્ટોબર કરવામાં આવી છે. ત્યારે ટ્રાફિક પોલીસ લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત થાય એ માટે વિવિધ ડ્રાઈવનું આયોજન કરી રહી છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસ ખાસ સગીર વાહન ચાલકો એટલે કે 18 વર્ષની ઓછી ઉંમરના વાહન ચાલકો માટે 3-7 ઓક્ટોબર દરમ્યાન ખાસ ડ્રાઈવ યોજશે.

જો ઓછી ઉંમરના વાહન ચાલકો પકડાશે તો તેમને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાથે જ જો વાહન ચાલકો કે તેમના માતાપિતા ટ્રાફિક પોલીસ સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ઉતરશે તો તેમની સામે મોટર વેહિકલ એક્ટની કલમ 199 પ્રમાણે ગુનો નોંધાશે.

Image Source

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપવું ગુનો બને છે. જેથી મોટર વેહિકલ એક્ટની કલમ 199 અંતર્ગત માતાપિતા અને સગીર વિરુદ્ધ ગુનો નોંધાશે. સાથે જ પોલીસ તેમનું વાહન પણ જપ્ત કરી લેશે અને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરશે. સાથે જ સગીર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે કાર્યવાહી થશે અને જુવેનાઇલ જજ નક્કી કરશે કે બાળકને શું સજા કરવી. આ સગીરના માતાપિતા સામે પણ કાર્યવાહી થઇ શકે છે, જેમાં તેમને 3 વર્ષની સજા અને ઓછામાં ઓછો 25 હજાર રૂપિયાનો દંડ પણ થઇ શકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.