કળયુગી દીકરાઓથી સાવધાન : મહિલાએ 16 વર્ષની બીજાની દીકરીને ઘરકામ માટે બોલાવી અને કળયુગી પુત્રોએ તો અલગ જ કામ ચાલુ કર્યું…
સમાચાર અને સોશિયલ મીડિયામાં ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જાણીને જ હચમચી ઉઠીએ, હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં સિવિલમાં એક 16 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને પેટમાં દુઃખાવો થતા તેના પેટમાં ગર્ભ હોવાની જાણ થતા જ પરિવારના હોશ ઉડી ગયા હતા. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહે૨ના મો૨બી રોડ પ૨ ૨હેતી એક 16 વર્ષની સગીરાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો હતો.આ બાબતે પ્રાથમિક તપાસમાં સંબંધીના જ બે પુત્રોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વિગતો મળતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા પરિવાર હોસ્પિટલ લઇને ગયો હતો. હોસ્પિટલના ડોક્ટરોએ 9 માસનો ગર્ભ હોવાનું અને પ્રસુતાનો દુઃખાવો હોવાનું જણાવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં ડોક્ટરોએ તાત્કાલિક સગીરાની પ્રસૃતિ કરાવી બાળકનો જન્મ કરાવ્યો હતો. બનાવના પગલે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસ મથકે જાણ ક૨તા PSI ગોહિલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.
સગીરાના પિતાની પૂછપ૨છ ક૨તા અને સગીરાનું કાઉન્સેલિંગ કરાતા પ્રાથમિક વિગતો સામે આવી છે તે મુજબ સગીરા ગત માર્ચ માસમાં પો૨બંદ૨ ખાતે તેમના સંબંધીના ઘરે ગઈ હતી. આ મહિલા સંબંધી તેના ખૂબ નજીકના સગા હોય તેમને ગળાનું ઓપરેશન કરાવ્યું હોવાથી સગીરા કામકાજમા મદદ કરાવવા માટે ગઈ હતી.
અહીં મહિલા પરિચિતના પુત્રએ સગીરા ઉપ૨ વારંવા૨ દુષ્કર્મ આચર્યું હતું. જેના કા૨ણે સગીરાને ગર્ભ ૨હી ગયો હતો અને તે ગર્ભવતી બની હતી. ઘ૨ના સભ્યોને જાણ થશે તો ખીજાશે તેવા ડ૨ના કા૨ણે સગીરાએ આ વાત કોઈને કરી નહોતી. જોકે, ગઈકાલે બાળકને જન્મ આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરાએ પ્રથમ સંબંધી મહિલાના એક પુત્રએ દુષ્કર્મ ર્ક્યાનું કહ્યું હતુ. બાદમાં તેના બીજા પુત્રએ પણ કુકર્મ ર્ક્યાનું કહ્યું હતું. આથી પોલીસે પણ ઊંડાણપૂર્વકની તપાસ કરી ૨હી છે.