જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-13 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
મેષ રાશિના લોકોની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ અધૂરી રહી શકે છે. હસી મજાકમાં કરેલી વાતોને લીધે કોઈના પર શંકા કરવાથી બચો. પહેલાના સંબંધો કે મિત્રો મદદરૂપ થઇ શકે છે.
કોઈ ત્રીજા વ્યક્તિની વાતોમાં આવીને જીવનસાથી સાથે મતભેદ ન કરો. દરેકની સાથે વિનમ્ર વ્યવહાર કરો જે તમને જ મદદરૂપ થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
વૃષભ રાશિના લોકો માટે આજના દિવસે પ્રભાવશાળી લોકોની મદદ અને સહિયોગ તમારા ઉત્સાહને વધારી દેશે. બોલતી વખતે કે લેવળ દેવળની બાબતોમાં સાવધાની રાખો. કાર્યક્ષેત્રમાં તમારા સન્માનને હાનિ પહોંચી શકે છે. જીવનસાથી સાથે ઘણા ખર્ચાઓ થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
શારીરિક અને માસનિક લાભ માટે ધ્યાન અને યોગ કરવું ઉપીયોગી રહેશે. મિત્રો અને સગા સંબંધીઓ તમારી મદદ કરશે જેનાથી તમને ખુશી મળશે. કોઈ દુર્ઘટના થવાના પણ યોગ છે માટે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. જીવનસાથી સાથે તણાવભર્યો સમય રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
ભવિષ્યની ચિંતા તમને બેચેન કરી શકે છે. ઉતાવળમાં ક્યાંક પણ રોકાણ ન કરો બાકી તમારું જ નુકસાન થશે. સ્નેહના બંધનો બનાવી રાખવા માટે દરેકની સાથે સન્માન અને વિશ્વાસની જરૂર રહેશે. જીવનસાથી પ્રત્યે અસંવેદનશીલ થઇ શકો તેમ છે. ધીરજથી કામ લો.

5. સિંહ – મ, ટ (Lio):
સિંહ રાશિના લોકો પોતાના તીવ્ર મગજને લીધે પોતાના મુકામ સુધી પહોંચી શકશે. જીવનની ભાગદૌડમાં તમે પોતાને ભાગ્યશાળી માનશો. મિત્રો અને સગા-સંબંધીઓની મદદ તમને ખુશી અપાવશે.તમારી મહેનત અને લગન પર તમેને ઘણા લાભ મળશે અને સમાજમાં માન-સન્માન વધશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
ધાર્મિક ભાવનાઓને લીધે તમે કોઈ તીર્થસ્થાનની યાત્રાએ જઈ શકો તેમ છો. ઘરેલુ જીવનમાં અમુક તણાવનો સામનો કરવો પડી શકે છે. લેવળ-દેવળ માત્ર ભરોસાપાત્ર લોકો સાથે જ કરો. પરિવાર સાથે ખરીદી કરવા જવા માટેના પણ યોગ બની રહ્યા છે, થકાનનો પણ અનુભવ થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra):
તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. તમારી ખોટી અને ઉતાવળમાં કરેલી યોજનાનો ધન વેડફી શકે છે. ખોટી વાતોને અયોગ્ય સમયે કહેવાથી બચો. તમારા કાર્યસ્થળ પર ખુશીનું વાતાવરણ રહેશે. કાનૂની કાર્યવાહીની યોજનાઓ બનાવવાનો આ સારો સમય છે. બાળકોની સાથે સમય વીતાવવાથી તમે આજના દિવસે શાંતિ અને શુકુનનો અનુભવ કરશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
સારા સ્વાસ્થ્યને લીધે તમે કોઈ ખેલ કૂદની સ્પર્ધામાં ભાગ લઇ શકો તેમ છો. નિવેશ કરવા માટેની યોજનાઓ પર વિચાર કરવા માટેનો સારો દિવસ છે. કામકાજના દરમિયાન તમે પુરા દિવસે ઉત્સાહનો અનુભવ કરશો. અમુક લોકો તમે ખોટા રસ્તે વાળી શકે છે માટે સચેત રહો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
લાંબી બીમારીની અવગણના ન કરો, આગળ જતા તે મોટી સમસ્યા ઉભી કરી શકે છે. ઘરના વાતાવરણને લીધે તમે ઉદાસ રહી શકો છો. યાત્રા કરવાના યોગ બની રહ્યા છે જે તમને લાભ અપાવશે. તમારું ધ્યાન આધ્યાત્મ તરફ વળી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
શારીરિક લાભ અને માનસિક મજબૂતી માટે યોગ અને ધ્યાનની મદદ લો. ઘરેલુ વસ્તુઓ પર જરૂર કરતા વધારે ખર્ચાઓ ન કરો.આજના દિવસે વધારે મહેનત કર્યા વગર પણ તમે સફળતા મેળવી શકશો. જીવનસાથી સાથે આજની સાંજ ખાસ બની શકે છે. આજના દિવસે ધાર્મિક સ્થળે પણ જઈ શકો છો જે શાંતિનું વાતાવરણ સ્થાપિત કરશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
ઓફિસનું વાતાવરણ તમને તણાવમાં મુકી શકે છે. કોઈ વધારાના ખર્ચા કરતા પહેલા વિચાર કરી લો. જીવનસાથીનો મિજાજ આજે થોડો ખરાબ દેખાઈ શકે તેમ છે. જુના મિત્રો મળવાના સંયોગ બની રહ્યા છે. લાંબા સમયથી જીવનમાં જ રોચક વસ્તુ આવવાની રાહ જોઈ રહ્યા છો તે મળવાની સંભાવના છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
મીન રાશિના લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. પરિવારના સદસ્યોની મદદ માટે ખાલી સમયનો સદ્દઉપીયોગ કરો.અન્ય વ્યક્તિઓની કહેલી વાતોથી જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે. ઓફિસમાં તમારે વધારાના કામ પણ કરવા પડી શકે તેમ છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.