ખબર

રાહતના સમાચાર: ગુજરાતમાં આજે સજા થયેલા દર્દીનો આંકડો છે ઐતિહાસિક, જાણો 24 કલાકની વિગત

છેલ્લા દોઢ મહિનામાં હજારો લોકો કોવિડને લીધે મરી ગયા છે એવામાં ગુજરાતમાં કોરોના હાંફતો દેખાઈ રહ્યો છે. કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 15,198 દર્દીઓને સાજા થયા છે.

આ ઉપરાંત રાજ્યમાં આજે 2,18,513 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 10,990 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર પણ 80.04 ટકાએ પહોંચ્યો છે.

હવે વાત કરીએ એક્ટિવ કેસની તો ગુજરાતમાં હાલ કુલ 1,31,832 એક્ટિવ કેસ છે. જે પૈકી 798 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 13,1034 દર્દીઓ ની તબિયત સ્ટેબલ છે. જ્યારે 5,63,133 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યું છે. કુલ 8629 લોકોનાં મોત થયા છે. આજે ગુજરાતમાં કોવિડને લીધે 118 દર્દીનું નિધન થયું છે.

તમને જણાવી દઈએ કે 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 15,198 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.