મનોરંજન

આ 10 મામૂલી બૉલીવુડ સ્ટાર્સ એક સમયે પાછળ ઉભા રહીને ડાન્સ કરતા પછી ચમકી કિસ્મત અને બની ગયા કરોડોપતિ

બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવી આસાન કામ નથી.ફિલ્મોમાં લીડ રોલ મેળવવા માટે દરેક અભિનેતા ખુબ જ નાના સ્તરથી પોતાના કેરિયરની શરૂઆત કરતા હોય છે.એવામાં તેઓને સ્પૉટ બોય,લાઈટ મૈનના સિવાય બેકગ્રાઉન્ડ માં પણ ડાન્સ કરવો પડે છે. એવાજ આજના ફેમસ અને લોકપ્રિય સુપરસ્ટાર્સ છે જેઓ બેકગ્રાઉન્ડ ડાન્સરથી ઉઠીને બહાર આવ્યા હતા અને આજે તેઓ બૉલીવુડ સ્ટાર્સ બની ગયા છે.

1.અરશદ વારસી:
ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ દ્વારા પોતાની એક ખાસ ઇમેજ કાયમ કરનારા અભિનેતા અરશદ વારસીની બોલીવુડમાં આવવાની સફર આસાન ન હતી.તેમણે જિતેન્દ્રની સુપરહિટ ફિલ્મ ‘આગ સે ખેલેંગે’ના એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સરના રૂપમાં કામ કરીને પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

2.કાજલ અગ્રવાલ:
ફિલ્મ સિંઘમ દ્વારા લોકપ્રિય બનેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ બેકગ્રાઉન્ડ ડાન્સરના સ્વરૂપે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.ઐશ્વર્યા રાઈની ફિલ્મ ‘ક્યુ હો ગયા ના’ માં કાજલ બેકગ્રાઉન્ડ ડાન્સરના સ્વરૂપે નજરમાં આવી હતી.આજે તે બૉલીવુડ જ નહીં પણ સાઉથ ફિલ્મ ઇન્ડટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રી બની ગઈ છે.

Image Source

3.ડેજી શાહ:
અભિનેતા સલમાન ખાને ઘણા લોકોને સ્ટાર બનાવ્યા છે તેમાંની જ એક એભિનત્રી ડેજી શાહ પણ છે.સલમાન ખાનની ફિલ્મ તેરે નામ માં ડેજી શાહ બેકગ્રાઉન્ડ ડાન્સરના સ્વરૂપે નજરમાં આવી હતી.હાલ ડેજી શાહ બોલીવુડમાં ફેમસ કોરિયોગ્રાફર છે અને તે સલમાનની ફિલ્મ જય હો અને રેસ-3 માં પણ નજરમાં આવી ચુકી છે.

Image Source

4.દિયા મીર્ઝા:
બોલીવુડમાં અભિનેત્રી દિયા મિર્ઝાની સફર ખુબ જ નાની રહી, પણ તેનું સંઘર્ષ ખુબ મોટું રહ્યું હતું.દિયા સાઉથની ફિલ્મ ‘ઈન સવાસા કાત્રે’ માં એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સરના સ્વરૂપે હતી.

Image Source

5. ફરાહ ખાન :
ફેમસ કોરિયોગ્રાફર ફરાહ ખાન એક ડાયરેક્ટર પણ છે. ફરાહ ખાન હમ હૈ નૌજવાન ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સરના રૂપે કામ કરી ચુકી છે.

Image Source

6.સાજીદ ખાન:
ફરાહ ખાનના ભાઈ સાજીદ ખાને પણ ઘણા એભિનેતાઓની પાછળ ડાન્સ કરીને બોલીવુડમાં પોતાનું મુકામ મેળવ્યું હતું.સાજીદે અર્ષદ વારસીની સાથે જીતેન્દ્રના એક ગીત હેલ્પ મી માં બેકગ્રાઉન્ડ ડાંસરના રૂપે કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

7.સરોજ ખાન:
બોલીવુડની જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાનનું ફિલ્મી કેરિયર પણ કંઈક આવી રીતે જ શરૂ થયું હતું.ફિલ્મ હાવડા બ્રિજ ના ગીત ”આઇએ મેહરબા” માં સરોજ ખાન બેકગ્રાઉન્ડ ડાન્સર સ્વરૂપે કામ કરી ચુકી છે.

Image Source

8.સુશાંત સિંહ રાજપૂત:
ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી લોકોના દિલોમાં એક ખાસ ઓળખાણ બનાવનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ એક બેકગ્રાઉન્ડ ડાન્સર રહ્યા છે.તેમણે ફિલ્મ ધૂમ-2 માં ઋત્વિક રોશનની પાછળ ડાન્સ કર્યો હતો.

Image Source

9.શાહિદ કપૂર:
શાહિદ કપૂર ભલે પંકજ કપૂરના દીકરા હોય પણ ફિલ્મોમાં પોતાની એક ખાસ ઓળખ શાહિદ કપૂરે પોતાની જાતે જ મેળવી છે. એક સમયની ઐશ્વર્યા રાઈની ફેમસ ફિલ્મ ‘તાલ‘ના ગીત ‘કહી આગ લગે લગ જાવે’ માં શાહિદ કપૂર બેકગ્રાઉન્ડ ડાંસરના સ્વરૂપે નજરમાં આવ્યા હતા.

Image Source

10.રેમો ડીસુજા:
ઇન્ડિયાના માઈકલ જૈક્સન કહેવામાં આવતા રેમો ડિસૂજાના શરૂઆતના દિવસો પણ આવા જ કંઈક રહ્યા હતા. તે શાહરુખ ખાનની ફિલ્મ પરદેશના ગીત મેરી મહેબુબામાં બેકગ્રાઉન્ડર ડાંસર સ્વરૂપે નજરમાં આવ્યા હતા, તેમણે તે સમયે ઘણી ફિલ્મોમાં ડાંસ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું હતુ, અને આજે તે બોલીવુડના ફેમસ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.