વિરાટ કોહલી ના વિષે આ માહિતી તમેં નહિ જાણતા હોવ જાણવા માટે હમણાં જ આ લીંક ઉપર ક્લિક કરો.

0

દોસ્તો,મને નથી લાગતું કે ક્રિકેટ ની દુનિયા ના આ વિરાટ કોહલી ના નામ નો પરિચય આપવો પડે એમ છે કેમ કે જેવી રીતે એમને ક્રિકેટ માં ખુબ જ તેજ ગતિ થી રન બનાવ્યા છે એટલી જ તેજ ગતિ થી એમણે લોકપ્રિયતા પણ પ્રાપ્ત કરી છે. ક્રિકેટ વિશેષજ્ઞ તો એમને ભવિષ્ય ના સચિન તેંદુલકર જ માંને છે કારણ કે તે પણ તેંદુલકર ની જેમ જ ખુબ સુઝ–બુઝ થી બલ્લેબાજી કરે છે.હાલ માં જ મહેન્દ્રસિંહધોની ના બધા ફોર્મેટ્સ ની કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલી કેપ્ટન બની ગયા છે. દોસ્તો આજે આપણે આ પ્રતિભાશાળી ખિલાડી ના વિષે જાણકારી મેળવશું અને એમના માંથી કેટલીક ચીજો શીખવાની કોશિશ કરીશું.
વિરાટ કોહલી નો જન્મ ૫ નવેમ્બર ૧૯૮૮ માં દિલ્લી માં એક પંજાબી પરિવાર માં થયો હતો . એમના પિતાજી પ્રેમ કોહલી વકીલ નો વ્યવસાય કરતા અને તેમની માતા સરોજબેન એક ગૃહિણી છે.તેમના પરિવાર માં સૌથી નાના છે, એમના એક મોટા ભાઈ અને મોટી બહેન પણ છે. વિરાટ ની માતા એમ કહે છે કે જયારે તે ૩ વર્ષ નો હતો ત્યાર થી જ તેમણે બેટ પકડી લીધું હતું અને અને પપ્પાને તેની સાથે રમવા માટે હમેશાં પરેશાન કર્યા કરતો હતો.
કોહલી દિલ્લી ની ઉત્તમનગર ની ગલી ઓ માં મોટા થયા અને મોટી ભારતીય પબ્લિક સ્કુલ માં શિક્ષણ મેળવ્યું.
એમની ક્રિકેટ પ્રત્યે નો રસ જોઇને એમના પડોસી ઓ પણ કહેતા હતા કે વિરાટે ગલી માં ક્રિકેટ રમી ને સમય બગાડવો ન જોઈએ પરંતુ એને કોઈ એકડમી માં પ્રોફેશનલ રીતે ક્રિકેટ શીખવી જોઈએ.
કોહલી ના પિતાજી એ પડોસીઓના કેહવાથી માત્ર કોહલી ૯ વર્ષ ની ઉમર ના હતા ત્યારે જ એમને દિલ્લી ક્રિકેટ એકડમીમાં ક્રિકેટ શીખવા માટે મોકલી દીધા. દોસ્તો ભારત માં ક્રિકેટ માં કેરિયર જોવા જઈએ તો આ કેરિયર ઓપ્સન સૌથી રિસ્કી માનવા માં આવે છે કેમ કે ભારત માં દર ૧૦ માંથી ૮ વ્યક્તિ ને ક્રિકેટ જોવાનો કે રમવા નો શોખીન હોઈ છે.પણ જો વિરાટ ના પિતા કે પડોસી ઓ ની જેમ કોઈ સપોર્ટ કરવા વાળું મળી જાય તો બધું એકદમ આસાન બની જાય છે.
વિરાટ ને રાજકુમાર શર્મા એ ટ્રેનીગ આપી.રમત ની સાથે સાથે કોહલી ભણવા માં પણ હોશિયાર હતા. એમના શિક્ષક એમને એક હોશિયાર અને બુદ્ધિશાળી બાળક કેહેતા હતા. વિરાટે ક્રિકેટ ની શરુઆત ઓકટોબર ૨૦૦૨ માં કરી હતી.જયારે તેમને પહેલી વાર દિલ્લી ની અંડર -૧૬ માં શામીલ કરવા માં આવ્યા હતા.એ સમય વિરાટે દિલ્લી ની પોલી ઉમરીગર ટ્રોફી માં પહેલી વાર પ્રોફેશનલી ક્રિકેટ રમ્યા હતા .વરસ ૨૦૦૫ ના અંત સુધી માં તેમને અંડર-૧૭ ક્રિકેટ ના સદસ્ય બનાવી દેવા માં આવ્યા હતા ત્યારે એમને વિજય મેચેર્ટ ટ્રોફી માટે રમવાનું હતું અને આ ચાર મેચો ની સીરીઝ માં એમણે ૪૫૦ થી વધુ રન બનાવ્યા હતા.

બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક ૧૮ ડિસેમ્બર ૨૦૦૬ માં બ્રેન સ્ટોક ને કારણે થોડા જ દિવસો ની બીમારી માં રહ્યા પછી એમના પિતાજી નું મૃત્યુ થયું . જેનો વિરાટ ના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેઓ આજે પણ પોતાની સફળતા ની પાછળ તેમના પિતાજી નો હાથ બતાવે છે.
કોહલી નું કેહવું છે કે એ સમય મારા અને મારા પરિવાર માટે ખુબ જ મુશ્કેલ સમય હતો. આજે પણ આ સમય યાદ આવે તો અમારી આંખો ભરાય જાય છે.
બાળપણ થી જ ક્રિકેટ શીખવાડવા માં એના પિતા એ બહું મદદ કરી હતી. એ એમ કહે છે કે મારા પિતા જ મારો સૌથી મોટો સહારો હતો પાપા મારી સાથે રોજ ક્રિકેટ રમતા હતા.આજે પણ ક્યારેક મને એમની કમી મેહસૂસ થાય છે.
જુલાઈ ૨૦૦૯ માં વિરાટ ને ભારત ની અંડર -૧૯ માટે પસંદ કરવા માં આવ્યા હતા અને એમનો પહેલો વિદેશી ટુર ઇંગ્લેન્ડ હતો. આ ઈંગ્લેંડ ટુર માં એમણે પહેલી વાર ત્રિદિવસીય મેચો માં ૧૦૫ રન બનાવ્યા હતા.
માર્ચ ૨૦૦૮ માં વિરાટ ને ભારત ની અંડર -૧૯ નો કેપ્ટન બનાવી દેવા માં આવ્યો . એમણે મલેશિયા માં અંડર -૧૯ વર્લ્ડ કપ ની કેપ્ટનશીપ કરવાની હતી.આ વર્લ્ડ કપ માં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

કોહલી ને ૨૦૦૯ માં શ્રીલંકા ની સામેં ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે પસંદ કરવા માં આવ્યા.આ ટુર ની શરુઆત માં તેમને ઇન્ડિયા ટીમ-A ની તરફ થી રમવાનો મોકો મળ્યો હતો.એના પછી ભારત ના સલામ બલ્લેબાજ સચિન અને સેહવાગ બંને ઘાયલ થઇ ગયા ત્યારે વિરાટ ને પહેલી વાર એની જગ્યા એ રમવાનો મોકો મળ્યો હતો. આ ટુર માં એમણે તેનો પહેલો એક-દિવસીય અર્ધસતક માર્યો હતો. અને આ સીરીઝ માં ભારત ની જીત થઇ હતી.
બસ ત્યાર થી જ વિરાટે પાછળ ફરી ને નથી જોયું અને ખુબ જ તેજ ગતિ થી એના ખેલ ના લીધે ક્રિકેટની દુનિયા માં એમને લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી. અને આજે તે ભારત ના ત્રણ ફોરમેટ ના કેપ્ટન બની ચુક્યા છે.
વિરાટ કહે છે કે હું એ સામે વાળા ખેલાડી ને નથી જોતો પણ એ કેટલો મોટો ખેલાડી છે એ જ જોવ છું. મારી ઉપર કરોડો ફેન્સ ના આશીર્વાદ છે.
દોસ્તો તમારો બહુમૂલ્ય સમય આપવા માટે ધન્યવાદ .
જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નઈ અને તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને આર્ટીકલ શેર કરવાનું ભૂલતા નહિ.
ધન્યવાદ

લેખન સંકલન : વિજય પટેલ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.