વિનોદ મેહરા ની દીકરી બોલ્ડનેસ માં આપે છે દરેક ને માત, નાની એવી ઉંમર માં જ ખોઈ દીધો હતો પિતાનો સાથ…15 PHOTOS જુવો

0

બૉલીવુડ ની દુનિયામાં પોતાની એક્ટિંગ થી દર્શકો ના દિલોને જીતનારા અભિનેતા વિનોદ મેહરા એ પોતાના ફિલ્મી સફરમાં ઘણી એવી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે ખુબ નાની ઉંમર માં જ તે દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. હાલ તેની મૌત ના 26 વર્ષ પુરા થઇ ચુક્યા છે. 30 ઓક્ટોબર 1990 ના રોજ હાર્ટ એટેક ને લીધે તેનું નિધન થઈ ગયું હતું.જયારે તેનું નિધન થયું ત્યારે તેની દીકરી સોનિયા મેહરા માત્ર 2 જ વર્ષ ની હતી.2 ડિસેમ્બર 1988 માં જન્મેલી સોનિયા, વિનોદ અને તેની ત્રીજી પત્ની કિરણ ની દીકરી છે. જણાવી દઈએ કે વિનોદે પોતાના જીવનમાં ત્રણ લગ્નો કર્યા હતા. તેના પહેલા લગ્ન મીના બોરકા અને બીજા લગ્ન બિંદિયા ગોસ્વામી સાથે થયા હતા. આજે તેની દીકરી સોનિયા પણ બૉલીવુડ માં પોતાનો રોપ દેખાડવામાં લાગેલી છે.
વિનોદ ના નિધન પછી તેનું પાલન-પોષણ તેના નાના-નાની ના ઘરે કેન્યા માં થયું હતું. સોનિયા નો અભ્યાસ કેન્યા અને લંડન માં થયો હતો. સોનિયા એ 8 વર્ષ ની ઉંમર માં એક્ટિંગ ની ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી હતી. તે દરમિયાન લંડન એકેડેમી ઓફ મ્યુઝિક એન્ડ ડ્રાંમેટિક આર્ટ્સ ના એક્ટિંગ એક્ઝામિનેશન માં તેને ગોલ્ડ મેડલ પણ મળી ચૂક્યું છે. 17 વર્ષ ની ઉમર માં તે મુંબઈ આવી ગઈ હતી અને અનુપમ ખેર ના ઇન્સ્ટીટયુટ એક્ટર પ્રિયેસર્સ થી 3 મહિના નો કોર્સ કર્યો હતો.તમને જણાવી દઈએ કે હિરોઈન હોવાની સાથે-સાથે સોનિયા એક ટ્રેન્ડ ડાન્સર પણ છે. સોનિયા એ વર્ષ 2007 માં નિર્દેશક અનંત મહાદેવન ની ફિલ્મ ‘વિક્ટોરિયા નમ્બર.203’ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માં સોનિયા ના સિવાય અનુપમ ખેર, ઓમ પુરી, જિમી શેરગિલ અને જોની લીવર પણ ખાસ કિરદાર માં હતા. સોનિયા એ અત્યાર સુધી લગભગ 4 ફિલ્મોમાં કામ કર્યું છે. તેને છેલ્લી વાર ફિલ્મ રાગિની એમએમએસ-2(2014) માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમણે તાન્યા કપૂર ના નામનો કિરદાર નિભાવ્યો હતો. ફિલ્મોની સાથે સાથે સોનિયા ટીવી પર પણ કામ કરી ચુકી છે. એમટીવી ના ઘણા પ્રોગ્રામ્સ માં પણ તે નજરમાં આવી ચુકી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here