વિનોદ ખન્ના સાથે શ્રીદેવીએ અહી શૂટ કર્યું હતું આ ફેમસ રોમેન્ટિક સોંગ, આ જગ્યાની બની ગઈ હતી દીવાની…..

0

પોતાની અદાકારીથી દરેકને દીવાના બનાવનારી શ્રી દેવી ફિલ્મ અભિનેતા વિનોદ ખન્ના સાથે આ રોમેન્ટિક ગીતના ફિલ્માયા બાદ આં જગ્યાની દીવાની બની ગઈ હતી.

90 નાં દશકમાં બોલીવુડની ફિલ્મ ‘ફરિશ્તે’ નાં શુટિંગ સમયે અભિનેત્રી શ્રી દેવી ઉતરાખંડના કૈમ્પટી ક્ષેત્રમાં પહોંચી હતી. જ્યાં તેઓએ ફિલ્મના સોંગના અમુક દ્રશ્યો શૂટ કર્યા હતા.

બોલીવુડની ફેમસ અભિનેત્રી શ્રી દેવીના નિધનની ખબર સાંભળતા જ પર્યટન નગરી કૈમ્પટી માં પણ તેઓના પ્રશંસકો માં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જણાવી દઈએ કે વર્ષ 1991 માં નિર્દેશક અનીલ શર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ફરિશ્તે’ માં ‘મૌહમ્મદ અજીજ’ અને ‘લતા મંગેશકર’ ની અવાજમાં ગવાયેલું ગીત ‘તેરે બિન જગ લગતા હે સુના’ ની શુટિંગ કૈમ્પટીફોલની સુંદર વાદીઓમાં થઇ હતી.

આ વિશે જાણકારી આપી રહેલા સ્થાનીય નિવાસી 70 વર્ષીય ‘સાલિક રામ નૌટીયાલે’ જણાવ્યું કે ફિલ્મ ફરિશ્તે ના એક સોંગની શુટિંગ માટે શ્રી દેવી અને વિનોદ ખન્ના કૈમ્પટી આવ્યા હતા.

કૈમ્પટીફોલમાં પ્રાકૃતિક ઝરણાં અને ઝીલ નંબર એક માં. કૈમ્પટી સ્થિત ગઢવાલ મંડળના ભવનની છત પર અલગ-અલગ લોકેશનોમાં ફિલ્મ ફરિશ્તે નાં એક સોંગનું શુટિંગ કરાવામાં આવ્યું હતું. વર્ષ 1991 માં સાલિક રામના કૈમ્પટીફોલ પર તે સમયમાં ફોટો સ્ટુડિયો હતો.

તેઓએ જણાવ્યું કે ફિલ્મની શુટિંગ નાં સમયે શ્રી દેવીના ચેહરા પર કૈમ્પટીફોલની સુંદર વાદીઓની જલક સારી રીતે દેખાઈ આવતી હતી. તે અહીની સુંદરતાના ખુબ વખાણ કરી રહી હતી. સાલિકરામ કહે છે કે કૈમ્પટી સાથે શ્રી દેવીની પુરાની યાદો જોડાયેલી છે.

તેના નિધનની ખબર સાંભળતા તેને ખુબજ દુઃખ થયું હતું. શ્રી દેવીના આકસ્મિક નિધનને સ્થાનીય લોકોએ ફિલ્મ જગતને અપૂરણીય ક્ષતિ જણાવતા કહ્યું કે તેની ભરપાઈ કરવી મુશ્કિલ છે.

1979 માં પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનારી શ્રી દેવીએ દર્જનો સુપરહીટ ફિલ્મો આપી છે. જેમાં નગીના, ચાંદની, ચાલબાજ, મિસ્ટર ઇન્ડીયા, લાડલા સહીત અન્ય ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.