વધતી જતી ફાંદ પર નિયંત્રણ રાખવા માટે અજમાવો માત્ર આ 5 પ્રકારની ચા

ચા પી ને ઘટાળી શકાય છે વધતી જતી ફાંદ.

લાઈફસ્ટાઈલમાં ઉલ્ટા-સીધા બદલાવ અને તણાવના ચાલતા આજકાલ લોકો નું વજન વધવું અને ફાંદ નીકળવી એક સામાન્ય વાત બની ગઈ છે પણ તેના પર ધ્યાન આપવું પણ જરૂરી છે, કેમ કે તે ઘણી એવી બીમારીઓને પોતાની સાથે લાવે છે. જો કે વધતા જતા પેટથી બચવા માટે જોગીંગ અને વ્યાયામ જેવા ઘણા ઉપાયો છે, પણ શું તમને ખબર છે કે માત્ર ચા પી ને પણ વધતું જતું પેટ ઓછુ કરી શકાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ તે 5 પ્રકારની ચા વિશે, જેને પી ને તમારી વધતી જતી ફાંદ માં કાબુ લાવી શકાય છે.

1. લીંબુની ચા:લીંબુ નું સેવન કરવાથી મોટાપો અને એક્સ્ટ્રા ચરબી ઓછી કરી શકાય છે. લેમન ટી ઘણા લોકોને પસંદમાં આવતી હોય છે. વજન ઓછુ કરવા માટે આ ચા ખુબ લાભદાઈ છે. લેમન ટી માં ખાંડ ની જગ્યાએ મધનો ઉપીયોગ કરી શકાય છે.

2. અજમા ટી:અજમામાં રાઈબોફ્લેવીન નામનું તત્વ હોય છે, જે મોટાપો કમ કરવામાં મદદ કરે છે. ગરમ પાણી માં અજમો, સૌફ, એલચી અને આદું મિલાવીને 5 મિનીટ સુધી ઉકાળો અને પછી તેને ગાળીને તેનું સેવન કરો. અમુક જ દિવસોમાં તેના ફાયદા થશે.

3. કાળી મિર્ચની ચા:કાળી મિર્ચમાં મોજુદ પાઈપેરિન ફૈટ બર્ન કરવામાં મદદ કરે છે. કાળી મિર્ચ અને આદું ને પાણીમાં 5 મિનીટ સુધી ઉકાળો અને પછી તેને ગાળીને પીઓ.

4. દાલચીની(તજ) ની ચા:ઘણા એવા લોકો હોય છે, જે વજન ઓછુ કરવા માટે કે પેટ ઓછુ કરવા માટે ગ્રીન ટી ને જ એકમાત્ર વિકલ્પ માને છે, જ્યારે એવું નથી. તજ ની ચા પણ તેમાં મદદ કરી શકે છે.

5. આદું ની ચા:આદુંની સ્પેશીયલ ચા બનાવી ખુબ જ આસાન છે. કોઈ વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં આદું નાં ટુકડા ઉકાળો અને ઢાંકી દો. પછી ગાળીને તેમાં થોડો લીંબુ નો રસ મિલાવો. ઈચ્છો તો તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!