ઊંચાઈ થી દુનિયા કેવી દેખાય છે , એનો જવાબ છે આ 7 મહાદ્વીપો ની સૌથી ઊંચા શિખરો થી લેવાયલ આ ફોટોસ….

0

તમે વાર્તાઓ સાંભળી હશે, તમે ફિલ્મો માં જોયું હશે, તમે ન્યુઝ માં વાંચ્યું હશે , એ લોકો વિશે જે પર્વત ના શિખરો પર ચઢાઈ કરે છે . કોઈ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા જાય છે , કોઈ કંચનજંગા પર , પણ એ ઊંચાઈ પર પહોંચી અને કેવું લાગતું હશે , ન આપણે કોઈ ને કહી શકીએ અને ન કોઈ મહેસૂસ કરી શકે. જ્યારે હું એ પર્વતો વિશે વિચારું છું ત્યારે કેટલાય વિચિત્રો સવાલ મારા મગજ માં ઘર કરી જાય છે.

શું એ પહાડો માં ફક્ત બરફ હોતી હશે ? શું સૌથી ઊંચા શિખરો પર ખૂબ પવન વહેતો હશે ? શું ત્યાં સૂરજ ની કિરણો પહોંચતી હશે ? ત્યાં જોર થી બોલવા પર અવાજ ના પડઘા તો પડતા જ હશે ? શાયદ આ સવાલો તમારા મન માં પણ આવતા હશે. હું , આ સવાલો ના જવાબ નથી આપવા નો (કારણકે મને પોતાને જ નથી ખબર .) . હા , પણ એ ઊંચાઈ થી દેખાતો નજરો કેવો હશે એ હું તમને બતાવી શકું છું.

તો પછી ચાલો જઈએ ઊંચા – ઊંચા પહાડો તરફ..

Everest(Asia) 8,848 મીટર

માઉન્ટ એવરેસ્ટ થી આ લિસ્ટ ની શરૂઆત થાય છે , આ દુનિયા નો સૌથી મશહૂર પર્વત શિખર પણ છે. હિમાલય શૃંખલા માં આવેલ એવરેસ્ટ દુનિયા નો સૌથી ઊંચો શિખર છે . તમે હમણાં જે ફોટો જોયો એને 8,300 મીટર ની ઊંચાઈ એ થી ખેંચવા માં આવ્યો છે.

Aconcagua(South America) 6,962 મીટર

એશિયા ની બહાર આ સૌથી મોટી પર્વત ની ટોચ આર્જેન્ટિના ના બોર્ડર માં આવેલ ટોચ ચીલી ના બોર્ડર ની પણ ઘણી નજીક છે. ફોટા માં પર્વતારોહી કીડી જેવડો દેખાય છે અને તેની સાથે સાથે વાદળ પણ ચાલે છે.

Mount Mckinley(North America) 6194 મીટર

Mount એટલે કે Denali,આ શિખર 610 મીટર ઉંચા પઠારી ક્ષેત્ર પર આવેલ છે . પર્વતારોહિયો ને અનુસાર , એના પર ચઢવું ખૂબ મુશ્કેલ કામ છે. ખાલી એટલા માટે નહીં કે ત્યાં તાપમાન ખૂબ નીચું રહે છે , એટલા માટે પણ કે આ પર્વત પર લગભગ 3,700 મીટર સીધી ચઢાઈ કરવી પડે છે.

Kilimanjaro(Africa) 5,895 મીટર

Advertisement
Tanzania માં સ્થિત Kilimanjaro એક નિષ્ક્રિય જ્વાળામુખી છે , આ ચર્ચિત શિખર હાલ માં ન્યુઝ માં હતો કારણે કે એ શિખર પર રહેલ બરફ ખૂબ ઝડપી પીગળવા લાગ્યો હતો.

Elbrus(Europe) 5,642 મીટર

રુસ માં સ્થિત Elbrus યુરોપ નું સૌથી મોટું પર્વત શિખર છે. Kilimanjaro ની જેમ આ શિખર પણ એક નિષ્ક્રિય જ્વાળામુખી છે. સૌથી ઊંચી જગ્યા પર થી ઉગતા સૂરજ નો લેવાયલ આ ફોટો ખૂબ જ સુંદર છે.

Vinson Massif(Antartica) 4,892 મીટર

દુનિયા ના નીચા વિસ્તાર માં ઊંચો શિખર Ellesworth ના પહાડો માં હાજર આ શિખર સૌથી પહેલા અમેરિકા ના જળસેના એ શોધ્યો હતો. ઉપર આપેલ પહેલો ફોટો સ્પેસ માંથી લીધેલ છે. બીજો ફોટો પૃથ્વી નો છે.

Carstensz Pyramid (Australia-New Guinea) 4,884 મીટર

એક ડચ શોધકર્તા ના નામ પર આ શિખર નું નામ રાખવા માં આવ્યું છે. પર્વતારોહણીઓ માટે આ શિખર એટલા માટે ખાસ છે કારણકે અહીંયા દુનિયા ની સૌથી મોટી સોના ની ખાણ છે અને ત્રીજી સૌથી મોટી કોપર ની ખાણ છે. મને ભરોસો છે કે વધતી ગરમી માં તમને જરૂર થી થોડી રાહત મળશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here